________________
સિદ્ધની આરાધના આપણે ત્રણ રૂપમાં કરીએ ? ૧ ચાંદના રૂપમાં સિદ્ધનું ધ્યાન કરીએ. શ્વેત રંગનું ધ્યાન કરીએ. ૨ સૂર્યના રૂપમાં સિદ્ધનું ધ્યાન ધરીએ. લાલ રંગનું ધ્યાન કરીએ. ૩ સાગરનાં રૂપમાં સિદ્ધનું ધ્યાન કરીએ. સમુદ્રને રંગ ભૂરો,
હોય છે. આપણે ભૂરા રંગનું ધ્યાન ધરીએ.
જયાચાર્યે આ ત્રણે રંગો—ત, લાલ, અને ભૂરાના યાનની ચર્ચા કરી છે. પશ્ચિમના ઓકટ સાયન્સના લેકે માને છે કે ભૂરો વર્ણ અધ્યાત્મનું પ્રવેશદ્વાર છે. વિશુદ્ધિ કેન્દ્ર પર ભૂરા રંગનું ધ્યાન ધરવામાં આવે છે. વિશુદ્ધિ કેન્દ્ર એક મુખ્ય ચૈતન્ય-કેન્દ્ર છે. આ અધ્યાત્મનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. લાલ વર્ણનું ધ્યાન દર્શનકેન્દ્ર પર કરવામાં આવે છે. શ્વેત વર્ણનું ધ્યાન જ્યોતિકેન્દ્ર પર કરવામાં આવે છે. જે વ્યક્તિ પ્રતિદિન આ ત્રણ રંગો –ભૂરે, લોલ અને શ્વેતનું ધ્યાન ધરે છે તે શારીરિક સ્વાસ્થને પણ અનુભવ કરે છે. વૈદિક સાહિત્યમાં સંધ્યાયાનનું વિધાન છે. સંધ્યા સમયે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું ધ્યાન ધરવામાં આવે છે તેમાં આ ત્રણે રંગે–લાલ, શ્વેત અને કૃષ્ણનું ધ્યાન હોય છે. કૃષ્ણને અર્થ કાળો નહિ પણ ભૂરો છે. આ ધ્યાનના પરિણામની ચર્ચામાં બતાવ્યું છે કે આ ત્રણ રંગોનું ધ્યાન કરનાર પિતાના સ્વાસ્થને પણ પ્રાપ્ત કરે છે,
નાડી સંસ્થાના સ્વાસ્થને આધાર છે
સર્વ પ્રથમ વાત છે–સ્વાસ્થની ઉપલબ્ધિ. જ્યારે શારીરિક સ્વાશ્ય ઠીક હોય છે ત્યારે માનસિક સ્વાશ્ય પણ સારું રહે છે. માનસિક સ્વાથ્યમાં સૌથી મોટી મુશ્કેલી છે શારીરિક સ્વાસ્થે. જેનું નાડી-સંસ્થાન મજબૂત નથી હતું, તે વ્યક્તિ માનસિક બીમારીથી ગ્રસ્ત હશે. માનસિક સ્વાસ્થ માટે નાડી-સંસ્થાનને શક્તિશાળી બનાવવું ખૂબ આવશ્યક છે. નાડી-સંસ્થાન જેટલું નિર્મળ અને શક્તિશાળી હશે, માનસિક સ્વાશ્ય તેટલું જ સ્થિર અને નિર્મળ હશે, ભાવનાત્મક ગરબડામાં પણ આ બને કારણે હોય છે. શરીરની બીમારી માણસને ચીડિયા બનાવી દે છે. તેમાં ક્રોધની વૃત્તિ વધુ થાય છે. સ્વભાવ અને ટેવો બગડી જાય છે. માનસિક બીમારીમાં સ્વસ્થ ટેવો રહી નથી શકતી. ભાવનાત્મક બીમારીનાં આ બંને કારણ છે. જ્યારે આ બંને કારણ બરાબર હોય છે ત્યારે ભાવનાત્મક બીમારી આપમેળે ઠીક થવા
૧૪૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org