________________
વાસ્તવમાં જ્યારે આંતરિક ચક્રવર્તિત્વ જાગ્રત થાય છે. ભીતરનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે ત્યારે વ્યક્તિમાં એટલી શક્તિ જાગે છે, તેને એટલું પરાક્રમ તથા સામર્થ્યને અનુભવ થાય છે કે તેને કઈ પણ ઘટના ભયભીત નથી કરી શકતી. પરાજિત નથી કરી શકતી. આપણે અન્તર્જગતને વૈભવ અધ્યાત્મને વૈભવ છે. આત્માને વૈભવ છે. જે વ્યક્તિએ એને અનુભવ કર્યો છે. તેનું મનોબળ અવશ્ય જગ્યું છે. એનું શરીરબળ પણ જાગ્યું છે અને તેનું વચનબળ પણ જાગ્યું છે. આપને આશ્ચર્ય થશે કે ધન અને સત્તા પ્રાપ્ત કરવાની ઉત્સુકતા રાખનાર બધા લેકે સંન્યાસીઓના આશીર્વાદ લેવા જાય છે. એમને બારણે આંટા-ફેરા મારે છે. કેઈક કાઈ મહાત્માના આશીર્વાદ લેવા દોડે છે અને કેઈક કોઈ માના આશીર્વાદ લેવા માગે છે. બધાં તે અકિંચને પાસે જાય છે અને વિચારે છે કે એક પણ વચન નીકળી ગયું તે નિહાલ થઈ જઈશું. સમ્રાટ પણ ફકીરોની પાસે જાય છે. આજે પણ લોકોના મનમાં એ વિશ્વાસ રહે છે કે અધ્યાત્મના વૈભવથી યુક્ત વ્યક્તિના આશીર્વાદ જ સર્વ કાંઈ છે. જે તે નથી મળતા તે બધું હોવા છતાં પણ લાગે છે કે કંઈ પણ નથી. વચનનું બળ જાગે છે અધ્યાત્મની સાધન દ્વારા, મને બળ પણ અધ્યાત્મ વડે જ જાગ્રત થાય છે.
સંકલ્પમાં એટલી શક્તિ આવી જાય છે કે વ્યક્તિ કેટલીય દૂર બેઠી હાય, ઊભી હાય, મનના સંક૯પ પ્રમાણે તેણે કાર્ય કરવું પડશે. મનનું બળ જ્યાં સુધી જાગતું નથી ત્યાં સુધી સંદેહના ઘેરામાં જ રહે છે. તેને એ પણ વિશ્વાસ નથી થતો કે આ કામ થઈ શકશે. સંદેહ કદી દૂર હટ જ નથી. તે હમેશાં તે ને તે જ રહે છે. શરીરનું બળ પણ જાગી જાય છે. મેગની સાધના કરનાર વ્યક્તિમાં શરીરનું બળ જાગે છે. પ્રાણુ પર નિયંત્રણ કરનાર વ્યક્તિમાં શરીરનું બળ જાગે છે, તેટલું બળ બીજામાં નથી જાગતું. ટોનિક બેકાર બની જાય છે. હાથી કે ટ્રકને પિતાની છાતી પરથી કેાઈ પસાર કરી શકતું નથી. પરંતુ પ્રાણ પર નિયંત્રણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ એ વાતને અત્યંત સાધારણ સમજે છે અને તે પોતાની છાતી પરથી હાથી અને ટ્રકને પણ લઈ જઈ શકે છે.
હમણાં પાછલી શિબિરમાં એક સંન્યાસી દિલ્હીથી આવ્યા હતા. તમને મનમાં પ્રેક્ષા ધ્યાનને શીખવા-સમજવાની આતુરતા હતી. તેઓ શિબિરમાં રહ્યા. એક દિવસ તેમણે પોતાની પ્રાણશક્તિનો ચમત્કાર
૧૩૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org