________________
પ્રત્યેક પ્રાણીના શરીરથી ભિન્ન ભિન્ન પ્રકારની ગંધ નીકળે છે. પ્રાચીન સાહિત્યમાં “પમિની સ્ત્રી ને ઉલ્લેખ આવે છે. તેના શરીરમાંથી કમળ જેવી સુગંધ આવે છે. શરીરમાં કોઈ કમળ નથી હોતું, પરંતુ શરીરની ગંધ કમળ જેવી હોય છે. ભ્રમરો પણ તે કમળની સુગંધથી આકૃષ્ટ થઈને તે સ્ત્રીના શરીર પર ભ્રમણ કરતા રહે છે.
અધ્યાત્મના ક્ષેત્રમાં ગંધને આ સિદ્ધાંત કસોટી રૂ૫ માનવામાં આવ્યો છે. ગંધના આધારે એ નિર્ણય લેવામાં આવી શકે છે કે વ્યક્તિ સાધનાની કઈ ભૂમિકાને સ્પર્શ કરી રહી છે. સાધનામાં પ્રયુક્ત કરવા પહેલા ગુરુ શિષ્યની કસોટી કરતા હતા. એમાં બે મુખ્ય કસોટીઓ હતી. એક રંગની અને બીજી ગંધની. રંગને વલય–આભા મંડળને જોઈને ગુરુ જાણું જતા કે શિષ્યની અધ્યાત્મ ભૂમિકા શી છે? એ ક્યાં સુધી વિકાસ કરી શકે છે? ગંધના આધારે જ જાણી શકાય છે. તીર્થકરની એક મોટી કોટી છે કે તેમના શરીરમાંથી અભુત ગંધ નીકળે છે. સુગંધને આધાર પર જાણી શકાય છે કે આ વ્યક્તિ તીર્થકર છે. અહંત છે. કોઈ અન્ય નથી. બીજી ઓળખ શી હોઈ શકે છે ? જ્ઞાનથી ઓળખી નથી શકાતું. જ્ઞાન દેખાતું નથી. આ અન્તર જગતની ઘટના છે. અન્તર્જગતની કોઈપણ ઘટનાથી વ્યક્તિને ઓળખવી દરેક વ્યક્તિ માટે સંભવ નથી હોતું. વ્યક્તિને ઓળખવા માટે કોઈ ને કોઈ બાહ્ય જગતની ઘટના અવશ્ય જ હેવી જોઈએ. ગધ બાહ્ય જગતની ઘટના છે. તેને શરીર સાથે ગાઢ સમ્બન્ધ છે. જે સાધકના શરીરથી અભુત ગંધ પ્રગટ થવા લાગી જાય તો સમજવું કે તે ઉપરની ભૂમિકા સુધી પહોંચી ગયો છે. તીર્થકર કે અહંત થઈ ગયો છે. પ્રકૃતિ પણ અનુકૂળ હોય છે.
બીજી વાત જયાચાયે લખી છે ? પ્રભો! મનુષ્ય, તિર્યંચ અને પશુ એ બધાં પ્રાણ પોતાના વિરોધભાવને છેડીને અનુકૂળ બની જાય છે. બધા પરસ્પર મિત્ર બની જાય છે. આ કેઈ આશ્ચર્યની વાત નથી. પણ આશ્ચર્યજનક વાત તો એ છે કે આપ જ્યાં પણ જાઓ છો ત્યાં પ્રકૃતિ આપને અનુકૂળ થઈ જાય છે અને નાનામાં નાના પ્રાણુંએક ઇન્દ્રિયવાળા પણ આપને અનુકૂળ આચરણ કરવા લાગી જાય છે. તેમણે ખૂબ જ માર્મિક રીતે લખ્યું છે ? અશુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ બધાં બદલાઈ જાય છે. એ બધાં શુભ અને પ્રિય બની
૧૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org