________________
ઘેચાય છે, જે ભાગ કાપી નંખાય છે ત્યાં તે કઈ દર્દ થતું જ નથી. દર્દ થાય છે પીડા સંવેદન કેન્દ્રોમાં. પીડા સંવેદન કેન્દ્રને જે નિષ્ક્રિય બનાવી દેવામાં આવે ત્યારે દર્દી ક્યાં રહેશે? આજે સંવેદન કેન્દ્રને સંજ્ઞાશૂન્ય બનાવવાની વિવિધ પદ્ધતિઓ ચાલુ છે. મૂછ લાવનાર દ્રવ્ય સુંઘાડવામાં આવે છે અને કેન્દ્ર નિષ્ક્રિય થાય છે. સંમેહન વડે પણ કેન્દ્ર નિષ્ક્રિય થઈ જાય છે. આ રીતે અવયવોને નિષ્ક્રિય કરીને મોટાં મોટાં ઓપરેશન કરવામાં આવે છે. એક્યુપંકચર દ્વારા પણ એવું કરવામાં આવે છે. જે સંવેદન કેન્દ્રને નિષ્ક્રિય બનાવનાર રસ બની જાય તે પછી કંઈ પણ થાય, દર્દને અનુભવ નથી થતો.
એક વ્યક્તિ સ્વાધ્યાય અથવા ધ્યાનમાં એટલે લીન થઈ ગયો કે તેનું પીડા-સંવેદન કેન્દ્ર નિષ્ક્રિય થઈ ગયું, પછી કંઈપણ કરે, તે વ્યક્તિને કશી ખબર નહિ પડશે.
દર્દ આપમેળે નથી થતું એનું પણ એક કારણ હોય છે.
આપણે ધ્યાન દ્વારા એવી પ્રક્રિયાઓનું આલંબન લઈએ છીએ, એવા પ્રયોગો કરીએ છીએ, જેથી બાહ્ય નિમિત્ત નિષ્ક્રિય બની જાય. આ પણ એક મહત્વપૂર્ણ વાત છે. વૃત્તિઓના જાગરણનાં જેટલાં કેન્દ્રો છે, તેમને એકવાર નિષ્ક્રિય કરવા ખૂબ જરૂરી છે, જેથી એ વૃત્તિ ન જાગે અને સાધના આગળ વધી જાય. સાધકને મૂળ સુધી પહોંચવાનો અવસર મળી જાય. તેથી આ કેન્દ્રોને નિષ્ક્રિય કરવા જરૂરી છે. આ અંતિમ નથી
આટલી લાંબી ચર્ચા એટલા માટે કરી કે સાધક એને જ અંતિમ માનીને બેસી ન જાય. શરીરપ્રેક્ષા, શ્વાસપ્રેક્ષા, ચૈતન્ય–કેન્દ્ર પ્રેક્ષા, વેશ્યાધ્યાન–આ અંતિમ નથી. આ મધ્યવર્તી માર્ગનાં સાધન છે. મધ્ય વિશ્રામ છે. એ મંઝિલ નથી. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે જ્યાં ચૈતન્યને અનુભવ થવા લાગે, અપ્રમાદ જાગી જાય, મૂછ તૂટે, જાગૃતિ વધે. આપણું અંતિમ લક્ષ્ય છે–મૂછની સમાપ્તિ અને જાગરણ. જે દિવસે આ બને છે ત્યારે આપણે પિતાની મૂળ ભૂમિકા પાસે પહોંચી જઈએ છીએ. જ્યાં પહોંચ્યા પછી બધી રેખાઓ સીધી થઈ જાય છે. તેમની વક્રતા દૂર થાય છે. સાધના કરનાર વ્યક્તિ સીધી રેખામાં પહોંચી જાય, મૂળ સ્થાને પહોંચી જાય. ધર્મ અને વક્તાને કેઈ સંબંધ છે જ નહિ. .
૧૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org