________________
તર્ક છે કે ગરમી ખૂબ છે. પંખા ન ચાલે, તેમને તક છે કે જ્યારે ધ્યાનના ઊંડાણમાં જઈએ છીએ, ત્યારે બહારની હવાને સ્પર્શ થતાં જ એવું લાગે છે કે જાણે મસ્તક પર વજન જેવું વરસી રહ્યું છે. ધ્યાનના ઊંડાણમાંથી ચિત્ત હટી જાય છે. અને તે બહારની હવામાં જ ફસાઈ જાય છે. આ તકે ખોટો નથી. ખૂબ યથાર્થ તર્ક છે. જ્યારે ધ્યાનનું ઊંડાણ આવે છે ત્યારે બહારના જેડાને ખખડાટ, પગને અવાજ કાનમાં પડતા જ એવો અનુભવ થાય છે કે કોઈ ઘા લાગી રહ્યો છે. તેથી ઊંડું ધ્યાન કરનારાઓને નિર્દેશ આપવામાં આવે છે કે ધ્યાન એવી જગ્યાએ ધરવામાં આવે જ્યાં બીજી વ્યકિત ન આવે, કઈ સ્પર્શ ન કરે, અવાજ ન કરે. નહિ તો ઘણું મોટા ધક્કા જેવું લાગે છે. આ બધી પરિસ્થિતિઓ સામે આવે છે. પરંતુ જેમ જેમ સાધના આગળ આગળ વધે છે. ધ્યાન પ્રબળ બને છે, આ બધી પરિસ્થિતિઓ આપમેળે સમાપ્ત થતી ચાલી આવે છે. જ્યારે આ થેડી સાધના દ્વારા પણ બદલવાને અનુભવ થાય છે તે જે સાધક તે પરમ અવસ્થામાં પહોંચી જાય છે
જ્યાં ચેતના દ્વારા વિજાતીય ક્ષણ નીકળી જાય છે, ત્યાં સમતાને ચરમ વિકાસ કેમ નહિ થાય? પછી નિંદા અને પ્રશંસામાં સમ રહેવાને પ્રશ્ન અતિશયોક્તિ કે અતિ કલ્પનાનો નહિ રહેશે. આ માત્ર ભૂમિકા ભેદ છે. આ ભૂમિકા પર ઊભી રહેનાર વ્યક્તિ એક રીતે વિચારે છે અને બીજી ભૂમિકા પર ઊભી રહેનાર વ્યક્તિ બીજી રીતે વિચારે છે. આ ભૂમિકાભેદ હમેશાં રહે છે. આચાર્ય પ્રવર ઘણીવાર કહે છે : “હું મારી રીતે વિચારું છું અને સાધુ-સાધ્વીઓ પિતાની રીતે વિચારે છે. તે મારી ભૂમિકાને સમજી નથી શકતા. તેમની તથા મારી ભૂમિકા એક નથી. તેઓ કેઈ એક દૃષ્ટિએ જ વિચારે છે. અને મારે બધી દષ્ટિએ વિચારવું પડે છે.
શિબિરમાં આવનારાઓનું પહેલા દિવસનું ચિંતન ભિન્ન પ્રકારનું હોય છે અને દસમા દિવસનું ભિન્ન પ્રકારનું. દસ દિવસની સાધનામાંથી પસાર થયા બાદ તેમને સમગ્ર દષ્ટિકેણુ જ બદલાઈ જાય છે. તે ભૂમિકાને આ પહેલા તેમણે કદી અનુભવ કર્યો જ નહિ હતો. તેથી તેમને દૃષ્ટિકોણ એક પ્રકારને હતો. જ્યારે તે ભૂમિકાને સ્પષ્ટ અનુભવ થઈ જાય છે ત્યારે દષ્ટિકોણ બદલાઈ જાય છે. જ્યાં સુધી સ્વયંને અનુભવ નથી થતો ત્યાં સુધી કશું નથી થતું.
૧૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org