________________
વચલાનો નાશ કરવો પણ આવશ્યક છે. આપણે જે પ્રયોગ કરીએ છીએ તેનાથી આ વચલાઓ અવશ્ય નષ્ટ થાય છે. મૂળ કારણ સમાપ્ત નથી થતું. ઉપાદાન સમાપ્ત નથી થતું. પરંતુ મૂળ કારણથી જે બંધ હોય છે-કર્મના, રાગના, ઠેષના—તે સમાપ્ત થઈ જાય છે. તે ક્ષીણ થઈ જાય છે. તે પણ મૂળ બાકી રહી જાય છે. આપણે ત્યાં સુધી પહોંચવું છે ધ્યાન દ્વારા.
જયાચાર્યના શબ્દોમાં શુકલ ધ્યાન જ તેનો એકમાત્ર ઉપાય છે. તપસ્યાના બધા પ્રકાર નીચે રહી જાય છે. ધર્મધ્યાન પણ નીચે રહી જાય છે. માત્ર શુક્લ ધ્યાન જ એક એવો ઉપાય છે જે ઉપાદાન પર પ્રહાર કરે છે. બીજાં સાધનોમાં આ ક્ષમતા નથી કે તે ઉપાદાન પર પ્રહાર કરે.
શુકલ ધ્યાન આત્માનું ધ્યાન છે. આ ચૈતન્યનું ધ્યાન છે. આ નિર્મળ ધ્યાન છે. આપણે ચિતન્યને અનુભવ કરવાનું છે. બધી સાધના ચૈતન્યના અનુભવ માટે છે. સાધનાથી એવી પરિસ્થિતિ નિર્મિત થાય કે ચૈિતન્યને અનુભવ થઈ શકે. વ્યક્તિ ચૈતન્ય સુધી પહોંચી શકે. જ્યારે ચિત્ત શુદ્ધ બને છે શુદ્ધ ચૈતન્ય અનુભવ થાય છે. ત્યારે ઉપાદાન પણ સમાપ્ત થવા લાગે છે. શુદ્ધ ચૈતન્ય જાગી ઊઠે છે. ધાતુશાધનની પ્રક્રિયા
આજના વૈજ્ઞાનિક યુગમાં જીવનાર ધાતુ-શોધનની પ્રક્રિયા જાણે છે. અન્તરિક્ષયાન માટે દઢતમ ધાતુની આવશ્યકતા રહે છે. તે ધાતુ-ધનથી પૂર્ણ થાય છે. આ ધાતુ મજબૂત અને પ્રત્યેક પ્રહારને સહન કરવામાં સક્ષમ હોય છે. ધાતુ-શાધનની પ્રક્રિયા આ છે–ધાતુને એક દંડ બનાવવામાં આવે છે. તેમાં એક પણ વિજાતીય ધાતુનો કણ રહેવા દેવામાં નથી આવતું. બધા કાઢી નાખવામાં આવે છે. હવે તે દંડ ફેરવવામાં આવે છે. નીચે બીજી ધાતુ રાખવામાં આવી છે જેમ જેમ દંડ ફરે છે તેમ તેમ નીચેની ધાતુના વિજાતીય કણ આપમેળે અલગ થઈ જાય છે. આ પ્રક્રિયાથી ધાતુ શુદ્ધ બની જાય છે અને તે સુદઢ બની જાય છે. શુદ્ધ ધાતુ દ્વારા ધાતુને શુદ્ધ કરવામાં આવે છે, વિજાતીય કણને હટાવવામાં આવે છે.
આપણે પણ ચિત્તને નિર્મળ કરીએ. આ બધી પ્રક્રિયા ચિત્તને નિર્મળ બનાવવાની પ્રક્રિયા છે. શ્વાસ-ધ્યાન, લેસ્ય ધ્યાન, શરીર પ્રેક્ષ,
૧૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org