________________
થઈ ગયે હેત તે પ્રકાશ નહિ આવશે કેમ કે પ્રકાશને અભિવ્યક્તિ આપનાર સાધન નકામું થઈ ગયું છે. જ્યારે સ્વસ્થ સાધન પ્રયુક્ત થાય. છે તે પ્રકાશની ફરીથી અભિવ્યક્તિ થઈ જાય છે. અભિવ્યક્તિના કેન્દ્રને નિષ્ક્રિય બનાવી દેવાથી યથેષ્ઠ ફળ નથી મળતું. કેમ કે મૂળ હજી સુધી હાજર છે અને જેવું તે સક્રિય બનશે, કામ ચાલુ થઈ જશે. ઉપવાસ કર્યો. તપસ્યા કરી. ખાવાનું નહિ મળ્યું તે ઇન્દ્રિ શાંત થઈ જશે. બીજે દિવસે પારણુ કર્યા. ખાધું તે ઇન્દ્રિઓ ફરીથી પુષ્ટ થઈ ગઈ અને પિતાનું કામ કરવા લાગી ગઈ. વૃત્તિઓ સતાવવા લાગી ગઈ. ઉપશમ પ્રક્રિયાનું આ જ ફલિત છે. ઉપાદાન સુધી પહોંચીએ
મનમાં ખરાબ વિચાર આવ્યો. સ્વાધ્યાય શરૂ કર્યો. વિચાર બદલાઈ ગયો. ખરાબ વિચાર જતો રહ્યો. સ્વાધ્યાય બંધ થયો. નિમિત્ત મળ્યું. ખરાબ વિચાર ફરીથી આવ્યું. આ બધી ઉપશમનની પ્રક્રિયા છે.
આપણે ઘણુબધા જે પ્રવેગ કરી રહેલા છીએ તે ઉપશમના પ્રાગ છે, વૃત્તિઓને શાંત કરવાના પ્રયોગ છે, નિમિત્તોને બદલવાના પ્રયોગ છે. પરંતુ જ્યારે ઉપાદાન પરિષ્કાર થાય છે ત્યારે વાસ્તવમાં વૃત્તિઓને નાશ કરવાનો પ્રયોગ થાય છે. આ છે ક્ષપક શ્રેણીની પ્રક્રિયા. એમાં નિમિત્તની બાબતમાં કંઈ લેવા દેવા નથી. નિમિત્ત હોય યા ન હોય, પિતાની ઈચ્છા. પરિસ્થિતિ રહે કે ન રહે પિતાની ઈચ્છા. તેનો નિમિત્ત સાથે, પરિસ્થિતિ સાથે કે અભિવ્યક્તિનાં કેન્દ્રો સાથે કોઈ સંબંધ નથી. આ દષ્ટિએ તે બધા અર્થહીન છે. જ્યારે ઉપાદાનને પકડી લીધું, તેને શુદ્ધ કરવાને પ્રારંભ કરી દીધો, તેણે પરિષ્કાર કરી દીધે તે બધું જ થઈ ગયું.
એ આવશ્યક છે કે આપણી સાધનાની દષ્ટિ ઉપશમ પર જ નહિ. અટકી જાય, પરંતુ તે ઉપાદાન સુધી પહોંચે. દોષને ક્ષીણ કરવાની પ્રક્રિયા સુધી પહોંચે. આપણે રોગને મટાડીએ, દબાવીએ નહિ. મટાડવાની પ્રક્રિયા વગર સાધને નકામી જેવી બની જાય છે અને એ જ કારણ છે કે સાધના કરતી વખતે ખૂબ સારા વિચારો આવે છે, પ્રશસ્ત ભાવ ઉત્પન્ન થાય છે અને લાગે છે કે વૃત્તિઓ શાંત થઈ ગઈ છે. પરંતુ સાધક જેવો પરિસ્થિતિ વચ્ચે આવે છે કે બધું જ વિપરીત જેવું બની જાય છે. લેકેને લાગે છે કે તેની સાધના કૃત્રિમ હતી.
૧૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org