________________
જયાચાર્યે લખ્યું છે. પ્રભુ, આપે બે રસ્તા અપનાવ્યા. પહેલા આપે શાંત કરવાનો માર્ગ લીધો અને પછી સમાપ્ત કરવાનો માર્ગ અપનાવ્યો. પહેલા જ્યારે જ્યારે રાગદેષ ઊભર્યા આપ એને શાંત કરતા ચાલ્યા પરંતુ પછીથી આપે મેહ નિર્મૂળ કરવાને રસ્તો લીધો.
ગુણસ્થાન અથવા કર્મશાસ્ત્રીય ભાષામાં બે શ્રેણીઓ માનવામાં આવે છે–એક છે ઉપશમ શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણ. ઉપશમ શ્રેણીમાં કષાય નિર્મળ નથી થતા. શાંત હોય છે. તે અવસ્થા પણ કષાયોની સમાપ્ત અવસ્થા જેવી જ હોય છે. તે ક્ષણમાં કષાયને કઈ અંશ પ્રગટ નથી થતો. પરંતુ થોડા સમય પછી ઉપશાન્ત કષાય ફરીથી ઊભરાઈ આવે છે અને વ્યક્તિને એવો ધક્કો મારે છે કે તે નીચે પડી જાય છે. મૂળ સ્થિતિમાં આવી જાય છે ક્ષપક શ્રેણું નિર્મુલનની પ્રક્રિયા છે. તેમાં ગયા પછી અધ:પતન નથી થતું. સાધક આગળ આગળ વધતો જાય છે.
અભિવ્યક્તિ અને ઉદ્દગમ
આપણે આ બંને શ્રેણીઓને બીજી રીતે સમજીએ. શરીરમાં બે પ્રકારનાં ચૈતન્ય કેન્દ્ર છે. એક છે ઉપરનાં ચૈતન્ય કેન્દ્ર અને બીજો છે નીચેનાં ચૈતન્ય કેન્દ્ર નાભિ નીચેનાં જે ચૈતન્ય કેન્દ્રો છે તેમાં આવેગ અને આવેશની વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે. તે અભિવ્યક્તિનાં કેન્દ્રો છે. ઉદ્દગમનાં કેન્દ્રો નથી. તેનાં ઉદ્ગમ કેન્દ્ર છે પિયૂટરી અને પિનિયલ લેન્ડ. તે ઉપરનાં ચૈતન્ય કેન્દ્ર છે. આ શરીર-શાસ્ત્રીય દષ્ટિકોણ છે. આ દષ્ટિથી પર જઈને જે આપણે વૃત્તિઓના ઉદ્દગમ સ્થળ શોધીએ તે આપણને તે કર્મમાં મળે છે. વૃત્તિઓનું ઉદ્ગમસ્થાન છે કર્મ શરીર, સૂક્ષ્મ શરીર. એનાથી આગળ જઈએ તે વૃત્તિઓનું ઉદ્ગમ સ્થાન છે કષાય.
આ રીતે એક છે અભિવ્યક્તિનું સ્થાન અને એક છે ઉદ્ગમનું સ્થાન, માત્ર અભિવ્યક્તિનું સ્થાન નિષ્ક્રિય બનાવી દેવું, એ છે આપણું ઉપશમનની પ્રક્રિયા. નિમિત્તોને સમાપ્ત કરવાં, પરિસ્થિતિને બદલવી, અભિવ્યક્તિના કેન્દ્રને નિષ્ક્રિય કરવું–એ છે ઉપશમનની પ્રક્રિયા. પરિસ્થિતિ બદલાઈ ગઈ. અભિવ્યક્તિનું સ્થાન બદલાઈ ગયું હોય તો ઉપશાન્ત થઈ ગયું. વૃત્તિ શાંત થઈ ગઈ. તે બહાર નથી આવી શકતી. બહાર કેવી રીતે આવશે. વિદ્યુતપ્રવાહ ચાલુ છે. પરંતુ બબ યૂજ
૧૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org