________________
સુધી આ ક્રમ ચાલતા રહેશે. આ છે એક દષ્ટિ કાણુ રાગને દબાવવાના, શાંત કરવાના.
ખીજો દષ્ટિક્રાણુ છે—રાગને દૂર કરવાનેા, જડ મૂળથી તેને નષ્ટ કરવાના.
મહાન
રાજનીતિમાં પણ બંને દૃષ્ટિએ પ્રાપ્ત છે. પ્રાચીન ઇતિહાસમાં પ્રાપ્ત થાય છે કે કેટલાક રાજાએ પેાતાના શત્રુઓને ખાવતા હતા અને કેટલાક રાજાએ શત્રુઓના વહેંશને જ નષ્ટ કરી દેતા હતા. રાજનીતિજ્ઞ ચાણકયે લખ્યું છે : નાના સરખા અંકુરને પણ ઊખેડી ફેકા. ખબર પડે કે આ શત્રુ છે, તેના વંશને ખતમ કરી દે. જ્યારે અંકુર વધીને વૃક્ષ બની જાય છે. ત્યારે તેને ઊખેડી નાખવામાં ખૂબ શ્રમ કરવા પડે છે. શત્રુ ઉત્પન્ન થતા જ તેને નષ્ટ કરી દે. કાળની પ્રતીક્ષા નહિ કરે.
પૃથ્વીરાજ દબાવવાની નીતિ પર ચાલી રહ્યો હતા. જો આ સ્થિતિ નહિ હેત તે। તે પરાસ્ત નહિ થાત અને હિન્દુસ્તાન પરાધીન ન થાત. એક તરફ શત્રુ આક્રમણ કરી રહ્યો છે અને પૃથ્વીરાજ તેને દુખાવવાના કે શાંત કરવાના પ્રયત્ન કરી રહ્યો છે પણ તે, વિલાસમાં ડૂબેલા છે. વાસ્તવિકતા પર ધ્યાન જ નહિ આપ્યું. તે પરાસ્ત થઈ ગયા. ખીજી તરફ એવાં પણુ ઉદાહરણ ધણાં છે. જેના વડે એ ફલિત થાય છે કે સત્તા શત્રુઓને નાશ કરવાથી જ સ્થાયી રહી શકે છે.
ઉપશમન અને ક્ષય
અધ્યાત્મના ક્ષેત્રમાં પણ બંને દૃષ્ટિ જોવા મળે છે. એક છે દુખાવવાની દૃષ્ટિ અને ખીજી છે સમાપ્ત કરવાની દૃષ્ટિ. એક હદ સુધી પહેલી દૃષ્ટિ પણ આવશ્યક રહે છે. કાઈ ખીમારીને! વેગ ધણા તીવ્ર છે. તેને તાત્કાલિક દબાવવાના ઉપાય આવશ્યક હોય છે. કેમ કે જો તેને દબાવવામાં ન આવે તેા વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તે સમયે કાઈ વિચારે કે તેના સ્થાયી ઇલાજ જ કરાવવમાં આવે તેા ઇલાજ કાના થશે? ત્યાં સુધી રાગી રહેશે નહિ. પહેલાં જ ઊપડી જશે. તેથી એકવાર તે તીવ્રતાને દૂર કરવી કે આછી કરવી પણ અનાવશ્યક નથી હેાતી પર ંતુ તેની પાછળ તે દૃષ્ટિ બની રહે કે ખીમારીને જડથી ઉખેડી નાખવાની છે. જો આ દૃષ્ટિ ગૌણુ થઈ જાય તેા તાત્કાલિક ઉપચારની દૃષ્ટિ ખતરનાક બની શકે છે.
Jain Educationa International
૧૧૬
For Personal and Private Use Only
www.jainelibrary.org