________________
રેગને દબાવીએ કે મટાડીએ?
પ્રભ સ્વાભાવિક છે
એક ભાઈએ પૂછયું : જયાચાર્ય કહે છે, પ્રભુ! કઈ આપને વંદન કરે છે તે આપ લાગણીમાં નથી ખેંચાતા, પ્રસન્ન નથી થતા. કેાઈ આપની નિંદા કરે છે તે આપ ડેષમાં નથી આવતા, અપ્રસન્ન નથી થતા. શું આ કથન અતિશયોક્તિપૂર્ણ નથી? શું આ માત્ર આકાશી ઉડ્ડયન નથી ? શું એક માણસ માટે સંભવ છે કે પ્રશંસા કરવા છતાં પણ તે આનંદિત ન થાય અને નિંદા કરવા છતાં પણ લાનિયુક્ત ન બને? ભલે તે વ્યક્તિ બહારથી કશું પ્રગટ ન કરે, પરંતુ તેના અન્તઃકરણમાં રાગ અને દ્વેષની ઊર્મિ ન જાગે, શું એ સંભવ છે? હું માનું છું કે મનુષ્ય માટે એવું થવું સંભવ નથી. આ માત્ર અધ્યાત્મની અતિશયોક્તિ છે. અધ્યાત્મશાસ્ત્ર પણ અતિશયોક્તિ પૂર્ણ કથન કરવામાં કેઈથી પાછળ નથી.
ભાઈએ આ પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન સ્વાભાવિક છે. જે આપણા અંતઃકરણને ઢઢાળીએ તે એ જવાબ મળશે કે પ્રશંસા, સ્તુતિ અને વંદનને પ્રસંગ આવતાં જ મન જાણે અજાણે પણ આનંદથી ઊછળતું હેાય છે અને જ્યારે ટીકા, નિંદા કે અપયશની વાત આવે છે ત્યારે મન ગુસ્સે થાય છે. ખિન્ન થઈ જાય છે. કુબ્ધ બને છે. દરેક વ્યક્તિમાં આવું બને છે. તેથી આ પ્રશ્ન અસ્વાભાવિક નથી. યથાર્થ છે, પરંતુ એને સમજવા માટે આપણે ઊંડાણમાં ઊતરવું પડશે. આ જગતને છોડીને બીજા જગતની યાત્રા કરવી પડશે. જે જગતમાં આપણે જીવી રહ્યા છીએ, તે જગતમાં એનું સમાધાન પ્રાપ્ત નથી થઈ શકતું અને ત્યાં એને અત્યુક્તિ જ માનીને ચાલવું પડશે. પરંતુ બીજા જગતની યાત્રા કરતા એની બીજી બાજુ આપણી સમક્ષ આવે છે.
નિમિત્ત અને ઉપાદાન
બે પ્રકારનાં જગત હોય છે. એક છે–પરિસ્થિતિઓનું જગત, નિમિત્તોનું જગત, વાતાવરણનું જગત. બીજુ છે–વાતાવરણ અને નિમિત્તથી દૂરનું જગત. એક છે ભીતરનું જગત જે નિમિત્તોથી દૂર છે અને એક છે બહારનું જગત જે નિમિત્તોનું જગત છે. જે નિમિત્ત અને વાતાવરણથી દૂરનું જગત છે; ત્યાં ગુરુત્વાકર્ષણ સમાપ્ત થઈ જાય છે. ગુરુત્વાકર્ષણ સમાપ્ત થઈ જતાં જે ભારહીનતાની સ્થિતિ આવે છે, તે મ-૮
૧૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org