________________
આત્મદર્શનનું પ્રથમ કિરણ
ગુરુ તે છે જે પ્રજ્ઞ હેય
એક ભાઈએ પૂછયું, “શું આત્મા છે?
મેં કહ્યું, “મેં સાંભળ્યું છે કે આત્મા છે. હું માનું છું કે આત્મા છે. હું તેને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું.’
આત્માને જાણવાનો પ્રયત્ન ઘણે મોટે પ્રયત્ન છે. એમાં એકલાનું કામ નથી; સહારો જોઈએ; અવલંબન જોઈએ. મેં મારા ગુરુનું આલંબન લીધું છે–આત્માને જાણવા માટે...તેને સાક્ષાત્કાર કરવા માટે, આ એક લાંબી યાત્રા છે. એમાં સહારે પણ નાનો નહિ, મોટો જોઈએ. ગુરુનો ઘણે મોટે સહારે જોઈએ. ગુરુનો સહારો ઘણો મોટો હોય છે.
શ્રીમજજયાચાર્ય ઘણું મોટા ગુરુ છે. તેઓ આચાર્ય છે, સાથેસાથે ગુરુ પણ નાના ગુરુ નહિ, મોટા ગુરુ.
ગુરુ તે હોય છે, જેમની પ્રજ્ઞા જાગી ગઈ હોય. અધ્યાત્મના ક્ષેત્રમાં તે ગુરુ નથી જે (માત્ર) અત્યંત બુદ્ધિમાન હોય. આજીવિકાલક્ષી શિક્ષણના ક્ષેત્રમાં ગુરુ બુદ્ધિમાન થઈ શકે છે. અધ્યાપક કે પ્રાધ્યાપક ગુરુ થઈ શકે છે. પરંતુ અધ્યાત્મના ક્ષેત્રમાં માત્ર બુદ્ધિમાન માણસ ગુર નથી બની શકતો. આ ક્ષેત્રમાં તે જ ગુરુ બની શકે છે, જે બુદ્ધિની સીમા પાર કરીને પ્રજ્ઞાની સીમામાં પ્રવેશ કરી જાય છે. એક તરફ બુદ્ધિ છે, બીજી તરફ પ્રજ્ઞા છે. બુદ્ધિની સીમા ઉલંઘને પ્રજ્ઞાની સીમામાં ચાલ્યા જવું એ ગુરુત્વનું લક્ષણ છે. તે જ વ્યક્તિ બુદ્ધિની સીમાને ઓળંગીને પ્રજ્ઞાની સીમામાં પ્રવેશી શકે છે, જેણે સમર્પણ સાધી લીધું છે. જેને સમર્પણનું સૂત્ર નથી મળ્યું, જેણે સમર્પણનું મૂલ્ય નથી આંકયું, જેણે સમર્પણ સાધ્યું નથી તે વ્યક્તિ બુદ્ધિથી દૂર ખસીને પ્રજ્ઞામાં નથી જઈ શકતી; તેને માટે પ્રજ્ઞાનાં દ્વાર સર્વથા બંધ છે; પ્રજ્ઞામાં પ્રવેશ તેને માટે નિષિદ્ધ છે.
સમર્પણનું સૂત્ર
પ્રથમ પ્રશ્ન છે–સમર્પણ કોના પ્રત્યે ? વાસ્તવમાં સમર્પણ ચૈતન્ય પ્રત્યે જ હોઈ શકે. કેઈ વ્યક્તિ પ્રત્યે સમર્પણ નથી થઈ શકતું ? વ્યક્તિનું શું? એના પ્રત્યે સમર્પણ કેવું? જ્યાં સુધી એવું લાગે છે કે વ્યક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org