________________
થાન-સાધનાનું શરણ શા માટે?
નિમિત્ત અને ઉપાદાન–બંનેને બદલવા ઘણું મોટું સૂત્ર છે— અધ્યાત્મ જગતનું, વ્યવહારના જગતમાં વૈજ્ઞાનિક ઉપકરણ નિમિત્તોને બદલી શકે છે અને નિમિત્તાને બદલતા વિચાર અને ચિંતનને બદલી શકાય છે. પરંતુ અધ્યાત્મની સાધના વધારે ઊંડાણમાં જાય છે. સાધના દ્વારા મસ્તિષ્કનાં રસાયણ પણ બદલાય છે. જે રસાયણ પેદા થાય છે, તે પેદા કરનાર ઉપાદાન પણ બદલાઈ જાય છેબીજા શબ્દોમાં, આ કર્મ શરીર પણ પ્રભાવિત થાય છે, આ સ્થૂળ શરીર પણ પ્રભાવિત થાય છે. બંનેને પ્રભાવિત કરવાની પ્રક્રિયા છે ધ્યાન. ધ્યાન દ્વારા માત્ર રસાયણનું જ પરિવર્તન નથી થતું, માત્ર નિમિત્તોનું જ પરિવર્તન નથી થતું, જે એકલા રસાયણ જ બદલવાના હોત, એકલા નિમિત્ત બદલવાના હોત તો પછી આપણે વૈજ્ઞાનિકની શરણમાં જાતે, ધ્યાન સાધનાની શરણમાં જવાની જરૂરિયાત ન હોત, પરંતુ આ પરિવર્તન ક્ષણિક હોય છે. જેવું ઈલેકટ્રડ હટવું, વિદ્યુત-પ્રવાહ હટ કે વ્યક્તિ મૂળ રૂપમાં આવી જાય છે. તેવી ને તેવી બની જાય છે. પરંતુ ધ્યાન દ્વારા નિમિત્તે પેદા કરનાર ઉપાદાનમાં પણ પરિવર્તન થાય છે. જે વિકૃતિઓ પેદા કરનાર તો છે તેમાં પરિવર્તન થાય છે.
અધ્યાત્મની સાધના દ્વારા જીવનની દષ્ટિ બદલાઈ જાય છે. સંપૂર્ણ જીવન-દર્શન જ બદલાઈ જાય છે. જ્યારે જીવન-દર્શન જ બદલાઈ જાય છે તે પછી માણસ પહેલાં જેવો નથી રહે તે બદલાઈ જાય છે. આ પરિવર્તનને તે સ્વયં અનુભવ કરે છે. અને તેના સંપર્કમાં આવનાર બીજી વ્યક્તિઓ પણ અનુભવ કરે છે. અમે જોયું છે ધ્યાનની સાધનામાં આવનાર વ્યક્તિઓનું પૂર્વ જીવન અને અમે જોયું છે તેમનું ઉત્તર જીવન. એવું લાગે છે કે પૂર્વ જીવન અને ઉત્તર જીવનમાં કઈ તાલમેલ જ નથી.
રામચરિતના બે ભાગ છેઃ એક છે પૂર્વ રામચરિત અને એક છે ઉત્તર રામચરિત. આચાર્ય જિનસેને મહાપુરાણ લખ્યું. તેઓ પિતાના જીવનકાળમાં તેને પૂરું ન કરી શક્યા. ડું બાકી રહી ગયું. તેમના
ગ્ય શિષ્ય ગુણભદ્રે તેને પૂરું કર્યું. એક પૂર્વ થઈ ગયું અને એક ઉત્તર રહી ગયું. એ બંનેમાં તફાવત ઓળખી શકાય છે.
એવી જ રીતે ધ્યાન સાધના કરતાં પહેલાંના પૂર્વજીવન અને ઉત્તર જીવનને જાણી શકાય છે. વચ્ચે એક રેખા દેરી શકાય છે જે ઓળખ
૧૦૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org