________________
કરાવવામાં સહાયક બને છે. તે રેખાની પેલી તરનું જીવન પૂર્વજીવન હોય છે અને તે રેખાથી આ તરફનું જીવન ઉત્તરનું જીવન હોય છે. બંને વચ્ચે મેટું અંતર આવી જાય છે. આ અંતર કોઈ આરોપિત અંતર નથી. આ અંતર છે જીવન દષ્ટિ બદલાઈ જવાનું.
માનવી ચાહે ભણેલ ગણેલ હોય કે અભણ તે એક દર્શનના આધારે ચાલે છે. અભણ માણસ પણ દર્શન વગર ચાલી શકતા નથી. દર્શન પેદા કરવાની વાત નથી હોતી. દર્શન ધારણાથી મળે છે કે કંઈક અંદરના પ્રયત્નોથી પિતાની મેળે જાગે છે. દરેક વ્યક્તિ દાર્શનિક હોય છે. એક પણ માણસ એવો નથી હોતે જે દાર્શનિક ન હોય. આપણે કેટલીક વ્યક્તિઓને દાર્શનિક માની લઈએ છીએ. એ બ્રાન્તિ છે. કો માણસ દાર્શનિક નથી હોતો? જીવન-દર્શન વગર માનવી એક ડગલું પણુ આગળ નથી ચાલી શકતો. સમાજને બધે આચાર–વ્યવહાર, સમાજમાં બધા રીતિ-રિવાજ, સમાજની આખી પ્રક્રિયા દર્શનને આધારે ચાલે છે.
એક પ્રકારનું જીવન-દર્શન વ્યક્તિને એક પ્રકારની દિશા કે માર્ગ પર ચલાવે છે. અને જ્યારે જીવન-દર્શન બદલાય છે ત્યારે દિશા પણ બદલાઈ જાય છે અને માર્ગ પણ બદલાઈ જાય છે. તે સ્થિતિમાં લાગે છે કે વ્યક્તિ બદલાઈ ગઈ. ખરેખર તે બદલાઈ જાય છે કે તેની ઓળખ મુશ્કેલ બની જાય છે.
આપણે ધ્યાન સાધનાના મૂળ લક્ષ્યને સમજીએ. ધ્યાનના મૂળ પ્રજનને સમજીએ. તેને સ્વાશ્ય, વિશ્રામ આદિ તાત્કાલિક કે વર્તમાનિક લાભે સુધી જ સીમિત ન રાખીએ. એ પણ ઉપયોગી છે. એનું પણ મૂલ્ય છે. જે ધ્યાન-સાધનાથી સ્વાસ્થ સુધરે છે, વિશ્રામ મળે છે, તનાવ મટે છે તો આ પણ ઓછી વાત નથી. ખૂબ મૂલ્યવાન વાત છે. એનાથી પણ ઘણું મૂલ્યવાન છે જીવન દષ્ટિનું પરિવર્તન. આ છે ઉપાદાનનું પરિવર્તન. ધર્મ કે અધ્યાત્મનું સૌથી મોટું પ્રદાન છે—ઉપાદાનનું પરિવર્તન. વૈજ્ઞાનિકે અને વૈજ્ઞાનિક ઉપકરણો નિમિત્તાને બદલી શકે છે, પરંતુ તેઓ હજાર-હજાર પ્રયત્ન કરવા છતાં પણ ઉપાદાનને નથી બદલી શકતા. ઉપાદાનને બદલવાન, મૂળ સ્ત્રોતને પકડવાને એક માત્ર ઉપાય છે પિતાના ચૈતન્યને અનુભવ.
૧૦૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org