________________
સમ્રાટ શ્રેણિક ગભરાઈ ગયેા. હવે તેના બચવાના અને જીતવા કાઈ ઉપાય જ નહિ રહ્યો. તેણે પેાતાના પ્રધાનમંત્રી અભયકુમારને મેલાવીને કહ્યું : મોંત્રીશ્વર! હવે શું કરીએ? અત્યંત વિકટ સ્થિતિ આવી ગઈ છે, એનાથી બચવાના કાઈ ઉપાય જ દેખાતા નથી. શ્રેણિક ખૂબ ગભરાઈ ગયા હતા. શ્રેણિક ગભરાઈ શકે છે, કેમ કે તેની પાસે માત્ર સત્તા છે. સત્તાની શક્તિ છે. પરંતુ જેની પાસે બુદ્ધિ અને પ્રજ્ઞાની શક્તિ હાય છે, તે કદી ગભરાતા નથી. અભયકુમારમાં સત્તા કરતાં બુદ્ધિ-બળ અને પ્રજ્ઞા-બળ પ્રખર હતું. તે જેટલે બુદ્ધિમાન હતા. તેટલેા જ પ્રજ્ઞાવાન હતા. જેટલા અંશેામાં મંત્રીત્વ અભિવ્યાત હતું તેટલા અંશેામાં સાધકત્વ પણ અભિવ્યકત હતું. તેણે કહ્યું : મહારાજ! ચિંતા શા માટે કરા છેા? ઉપાય છે બધું જ ઠીક થઈ જશે. મહારાજે સાંભળ્યું. વિશ્વાસ નહિ આવ્યા. પરંતુ આત્માના અવાજ કહી રહ્યો હતેા—અભયકુમાર બધું જ કરવામાં સમર્થ છે. સમ્રાટ માન રહ્યો.
અભયકુમાર પોતાના સ્થાન પર આવ્યા. તેણે એક પત્ર લખ્યું અને પેાતાના ગુપ્તયરેાની સાથે મહારાજ ચંડપ્રદ્યોત પાસે મેકલ્યા. પત્ર ચડપ્રદ્યોત પાસે પહેાંચ્યા. તેમાં લખ્યું હતું: મહારાજ! આપ મારા માસા છે. હું મારી માતા ચેતના અને આપની પત્ની શિવા દેવીમાં કાઈ અંતર નથી જોતા. આપ અહીં આવી ગયા છે, પણ હું જોઉં છું કે આપને ભયંકર મુસીબતાના સામનેા કરવા પડશે, આપને કેદ કરવામાં આવશે. મારી સલાહ છે કે આપ શીઘ્ર જ પેાતાના સ્થાને ઉજજૈન પાછા ફરે. બંદી બનાવવાનું કારણ આપ ાણવા ઈચ્છશે. એ ખૂબ સ્પષ્ટ છે. મહારાજ શ્રેણિકે આપના સામન્તાને વશ કરી લીધા છે. ધન સર્વ કાંઈ કરી શકે છે. આપના સામન્તા ધન આગળ ઝૂકી ગયા છે.
પહેલાં જ
તે
આપને
અને તેમણે વચન આપ્યું છે કે સવાર થતા છંદી બનાવીને મહારાજા શ્રેણિકને સોંપી દેશે. જો મારા આ કથન પર આપને વિશ્વાસ ન હેાય તેા આપ આપના સામન્તાના તબુએની આસપાસ જમીન ખેાદાવીને તેમાં દાટેલું ધન જોઈ લેા. તે જ સેનામહેરાએ આપના સામન્તાને ખરીદ્યા છે. શેષ કુશળ.
ચડપ્રદ્યોતે પત્ર વાંચ્યા. દૃષ્ટિ બદલાઈ ગઈ. તેણે વિશ્વાસુ સૈનિકાને ખેાલાવીને કહ્યુ : જાએ, આપણા સામતાના તખ઼ુએ પાસે જમીનમાં શું શું દાટવુ' છે તે લઈ આવેા. સૈનિÈા ગયા અને સુવર્ણ -
Jain Educationa International
૧૦૬
For Personal and Private Use Only
www.jainelibrary.org