________________
એટલી બુદ્ધિશાળી છે કે વિષય હોય કે ન હોય, આખો દિવસ બેલતી રહે છે.”
નિરતર પ્રવૃત્તિ
દિવસભર બકવાસ ચાલ્યા કરે છે. ચિત્તનની ઘંટી અને બેલવાની ઘંટી કદી બંધ નથી થતી. પ્રવૃત્તિ પણ નિરંતર થાય છે. જાગતા પ્રવૃત્તિ થાય છે તે સૂતા પણ પ્રવૃત્તિ થાય છે. કેટલા લે કે એવા છે જે સૂતાં સૂતાં ચિન્તન નથી કરતા? ધણુ બધા લેકે સૂતી વખતે એટલું ચિંતન કરે છે કે તેમની ઊંધ સપનામાં જ વીતી જાય છે. તેઓ આખી રાત સપનામાં વિવિધ પ્રકારના અભિનય જોતા રહે છે. કેટલીક વ્યક્તિ ઊંઘમાં ખૂબ બબડે છે, બેલે છે. તેમની પાસે કેઈ સૂ તું હોય તે ડરી પણ જાય છે. કેટલાક લેકે ઊંઘમાં દૂર દૂર સુધી ચાલ્યા જાય છે. સૂએ છે કયાંક અને જ્યારે ઊઠે છે ત્યારે પથારી નથી હોતી કે સ્થાન નથી હોતું. ઊધમાં પણ શરીરની ચંચળતા, વાણીની ચંચળતા અને મનની ચંચળતા ચાલતી રહે છે. તે કદી બંધ થતી નથી.
જાગૃતિને વિકાસ
જ્યારે મૂછ તૂટશે, જાગૃતિ વધશે ત્યારે શરીર દ્વારા માત્ર જરૂરી પ્રવૃત્તિ થશે. સંપૂર્ણ જાગૃતિ તે પ્રવૃત્તિ સાથે જોડાયેલી રહેશે. વચનની પ્રવૃત્તિ થશે પણ સંપૂર્ણ જાગૃતિ તેની સાથે જોડાયેલી હશે. ચિંતનની પ્રવૃત્તિ થશે પણ પૂરી જાગરૂકતા તેની સાથે જોડાયેલી હશે. તોપણ ઊંઘ ન હશે; સ્વપ્ન નહિ હશે. મૂછ નહિ હશે. આ જાગૃતિને વિકાસ ધ્યાનનું ઘણું મોટું પ્રયોજન છે. ઘણી મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. જે વ્યક્તિ જાગ્રત બની જાય છે, જે પ્રત્યેક પ્રવૃત્તિમાં, પ્રત્યેક કાર્યમાં પૂર્ણ જાગ્રત છે તેનું જીવનદર્શન ભિન્ન પ્રકારનું હોય છે. તે ભૂલ કરે છે તો તે ભૂલ અજાણતામાં નથી રહેતી. જે જાણવા છતાં ભૂલ કરે છે તો તે ઘણીવાર ભૂલ નહિ કરશે. કઈ કઈવાર ભૂલ થઈ જશે. જાગૃતિનું બિંદુ જેમ જેમ વિકસિત થશે તેની ભૂલ થવાની ભાવના પણ સમાપ્ત થતી જશે.
આ પ્રસંગે એક ચર્ચા પ્રસ્તુત કરું છું. પુરુષને સ્વપ્નદોષ થાય છે. સૂતા સૂતા વીર્ય ખલિત થઈ જાય છે. આ એટલા માટે થાય છે કે પુરુષ મૂછમાં છે. ઊંધમાં છે. પરંતુ જાગૃતિ વધે છે ત્યારે શું થાય છે
૧૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org