________________
રાગ-દ્વેષ શૂન્ય કર્મ
જયાચાર્યે અરિષ્ટનેમિની સ્તુતિ કરતા કહ્યું છે : પ્રભુ! આપ પ્રીતિ પણ કરે છે, પરંતુ કેાઈ પ્રત્યે આપને રાગ નથી. તમે જે દૂર કરવાનું છે તે દૂર પણ કરે છે. સમાપ્ત પણ કરો છો. પરંતુ કોઈના પ્રત્યે આપને દ્વેષ નથી. આ રાગ-શૂન્ય કર્મ, આ ષ શૂન્ય કર્મ-એક જીવનદષ્ટિ છે. જ્યારે આ જીવનદષ્ટિ જાગે છે ત્યારે કર્મ બચી જાય છે. મૂછ સમાપ્ત થઈ જાય છે અને જાગૃતિ વધી જાય છે.
ધાનનું સૌથી મોટું પરિણામ છે–જાગૃતિનો વિકાસ. એક જ દિવસમાં કોઈપણ વ્યક્તિ વીતરાગ નથી બની જતી. એક કે દસ દિવસમાં કોઈપણ વ્યક્તિને વીતરાગતા કે સિદ્ધતા પ્રાપ્ત નથી થતી. પર તુ અભ્યાસ દ્વારા જાગૃતિ વધે છે.
દષ્ટિ બદલાય છે ? દિશા બદલાય છે
દિલ્હીની વાત છે. એક ભાઈ આચાર્ય પ્રવર પાસે આવીને બોલ્યા : મહારાજ જ્યારથી હું અણુવતી બન્યો છું. ત્યારથી મારી જીવનદષ્ટિ બદલાઈ ગઈ છે. એ તો હું નથી કહી શકતો કે મારાથી કઈ ભૂલ જ નથી થતી, પરંતુ જ્યારે જ્યારે ભૂલ થાય છે ત્યારે અંદર બેઠેલે પ્રહરી મને સાવધાન કરતા કહે છે, સાવચેતીથી વર્તો. પ્રમાદ નહિ કરો. મારી દષ્ટિ બદલાઈ ગઈ છે, જાગૃતિ વધી ગઈ છે.
જ્યારે દષ્ટિ બદલાય છે ત્યારે દિશા પણ બદલાઈ જાય છે, મનુષ્યને આચાર વ્યવહાર પણ બદલાવા લાગી જાય છે.
મનુષ્ય વધારે ભૂલો કરે છે પ્રમાદને કારણે. તે ભૂલ કરતો જાય છે પરંતુ તેને એ ભાન નથી હોતું કે તે ભૂલ કરી રહ્યો છે. ભૂલનું ભાન ન હોવું એ ખતરનાક સ્થિતિ છે. ભૂલ કરવી જેટલી ખતરનાક છે એનાથી અનેક ગણું ખતરનાક છે ભૂલોનું ભાન ન હોવું. માણસ બકવાસ કરે છે, તો પણ તે માને છે કે તેનામાં વસંયમ છે. આ ખતરનાક સ્થિતિ છે. બકવાસ કરનાર નથી માની રહ્યો કે તે બકવાસ કરી રહ્યો છે.
એક છોકરાએ પિતાના સાથી મિત્રને કહ્યું : “મારી મા ગજબની વિદુષી છે. તે કોઈ પણ વિષય પર કલાક સુધી બોલી શકે છે.” બીજા છોકરાએ કહ્યું : “બસ આટલી જ વાત છે. મારી માની વાત સાંભળ. તે
૧૦૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org