________________
જયાચાર્યે લખ્યું: પ્રભુ! આપ અક્રોધ બની ગયા. આપનામાં ક્રોધનું અસ્તિત્વ જ નથી રહ્યું. તેથી આમ એટલા સુંદર બની ગયા કે ઈન્દ્ર પણ આપની તુલનામાં સુંદર નથી. ઇન્દ્રની સુંદરતા ચામડીની સુંદરતા બની શકે છે. ઇન્દ્રની સુંદરતા રંગની સુંદરતા હોઈ શકે છે. પરંતુ બીજી વ્યક્તિના મનને પ્રભાવિત કરનાર, તેને શાંતિ આપનાર સુંદરતા ઇન્દ્ર પાસે નથી. તે આપની પાસે છે. આપની વાણીમાં એટલી મીઠાશ આવી ગઈ અને એ માટે આવી ગઈ કે ક્રોધને કારણે જે કટુતા બહાર નીકળતી હતી, તે બધી સમાપ્ત થઈ ગઈ. કેવળ કરણ, કેવળ સુંદરતા અને કેવળ મધુરતા જ આપની ચારે બાજુ વેરાયેલી છે. •
જ્યારે આપણું જીવન દર્શન બદલાય છે, ત્યારે આપણે આ સચ્ચાઈને સમજીએ છીએ, કે ક્રોધને કારણે કેવળ ઘરનું વાતાવરણ જ નથી બગડતું. કંકાસ, ઝઘડે અને સંઘર્ષ જ નથી થતો. પરંતુ ઘરનું સમગ્ર વાતાવરણ પ્રદૂષિત થાય છે. વાસ્તવિક પ્રદૂષણ શું છે?
પ્રદૂષણ આજની યુગીન સમસ્યા છે અને આજે આ સમસ્યા એટલી મોટી બની ગઈ છે કે તેનાથી નાનાં-મોટાં બધાં રાષ્ટ્ર ચિંતિત છે. ચારે બાજુ પોલ્યુશન જ પોલ્યુશન છે. સમગ્ર વાયુમંડળ દૂષિત છે. માનવીને શુદ્ધ પ્રાણવાયુ પણ નથી મળતું. વાયુ પ્રદૂષિત છે. પાણી પ્રદૂષિત છે. એનું કારણ છે આજનાં યંત્ર અને કારખાનાંઓ, યાન-વાહન વગેરે. આ ગંભીર સમસ્યા છે, પરંતુ એનાથી પણ ગંભીરતમ સમસ્યા છે. ફોધના પ્રદૂષણની–બાહ્ય પદાર્થોથી થનાર પ્રદૂષણની વાત બધાને સમજમાં આવી રહી છે. પરંતુ મનુષ્યને આંતરિક દોષોથી ઉત્પન્ન પ્રદૂષણની વાતને ગંભીરતાથી લેવામાં નથી આવી રહી. ક્રોધ, કલહ અને સંધર્ષથી વિકિરણ થનાર પરમાણુ વાયુમંડળને કેટલું પ્રદૂષિત બનાવે છે. બાહ્ય પ્રદૂષણને અટકાવવા માટે ઉપાય શોધવામાં આવી રહ્યા છે અને આ પ્રયત્ન તીવ્રતાથી થઈ રહ્યા છે કે વાયુમંડળને શુદ્ધ કરી શકાય, પ્રદૂષણ ન આવે. પરંતુ મનુષ્યની શુદ્ધિને ઉપાય શોધવામાં નથી આવી રહ્યો. આ ખૂબ આશ્ચર્યની વાત છે. અખંડિતતા કેવી રીતે? - જ્યારે જીવન-દર્શન બદલાય છે ત્યારે આ સચ્ચાઈ સ્પષ્ટ રીતે સમજમાં આવી જાય છે. વ્યક્તિ આ સત્યને પકડી લે છે કે ક્રોધ, ઉત્તેજના,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org