________________
તેણે પૂર્ણ અધ્યવસાય સાથે પ્રયોગ કર્યો. બીજી વાર ત આવી. તેનું મન પ્રસન્ન હતું. તેણે કહ્યું મહારાજમારે ક્રોધ પૂરતી માત્રામાં શાન્ત થઈ ગયો છે. ઘરનું વાતાવરણ ધીરે ધીરે વળાંક લઈ રહ્યું છે. મહારાજ, એક વિચિત્ર વાત હું આપને બતાવું, મારા પતિ ખાવાની બાબતમાં શેખીન છે. હું તેને સંતુષ્ટ કરવા હમેશાં તત્પર રહું છું. અનેક પ્રકારનાં ભોજન બનાવું છું, પરંતુ આજ સુધી ત માં પ્રસન્ન નથી થયા. રોજ ભેજનની નિંદા કરે છે અને સાથે સાથે કહે છે : આશા, તને ભોજન બનાવતા આવડતું નથી. અત્યાર સુધીમાં તેં કદી સ્વાદિષ્ટ ભોજન નથી ખવડાવ્યું. હું પરેશાન હતી. હમણાં થોડા દિવસ પહેલાં તેમણે કહ્યું ઃ આશા! શું થઈ ગયું ? આજકાલ જે કાંઈ પણ તું બનાવે છે તે સ્વાદિષ્ટ લાગે છે. સારું ભેજન બનાવે છે. શું આજકાલ તે પાકશાસ્ત્રને અભ્યાસ કર્યો છે! હું કાંઈ બોલી નહિ. હું મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહી હતી. મહારાજ! આનું કારણ હું આજ સુધી સમજી શકી નથી. આપ કંઈક સમજાવો.
મેં તેની રામ-કહાની સાંભળી. મેં કહ્યું ઃ આશાબહેન, પહેલાં તમે ભજનની સાથે સાથે ક્રોધના પરમાણુ પણ પીરસતાં હતાં. ક્રોધના પરમાણુ કડવા હોય છે. હવે તમે ક્રોધથી છુટકારો પ્રાપ્ત કરી ચૂક્યાં છે. હવે તમે જે પીરસો છે. તેની સાથે કરુણાના પરમાણુ પણ પીરસો છે. કરુણાના પરમાણુ મીઠા હોય છે. વિકિરણને પ્રભાવ
આપણું ચિતમાંથી નીકળતા ભાવ તરંગોને અને તેના પરમાણુ એને એટલે પ્રભાવ હોય છે કે આપણે સમજી નથી શકતા. સમગ્ર પરિપાર્શ્વ તેનાથી પ્રભાવિત થાય છે. એક વ્યક્તિની સનિધિમાં જઈએ છીએ. મન આનંદથી ઓતપ્રોત થઈ જાય છે, અને એક વ્યક્તિની પાસે બેસતાં જ મન સુબ્ધ થઈ જાય છે, આકાશમાંથી દુઃખ વરસી પડે છે. એવું એટલા માટે થાય છે કે પ્રત્યેક વ્યક્તિમાંથી ભિન્ન-ભિન્ન પરમાણુએનું વિકિરણ થાય છે. તે વિકિરણ નિરંતર ચાલતું રહે છે. ક્ષણભર માટે પણ અટકી નથી શકતું. જે વ્યક્તિ અક્રોધ બની ગઈ. જેનામાં ક્રોધ લેશ પણ નથી બચે તે વ્યક્તિના પરમાણુ કરુણાનું વિકિરણ કરતા રહે છે. તેનાથી આભામંડળ સુંદર સ્વચ્છ બને છે. તે વ્યક્તિની પ્રત્યેક પ્રવૃત્તિમાં મધુરતા અને નિર્મળતી આવી જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org