________________
કરુણાની ફલશ્રુતિ
જયાચાર્ય તીર્થકર વાસુપૂજ્યની સ્તુતિમાં લખ્યું છે : “પ્રભુ! આ૫ કરુણાના સાગર છે. આપની કરુણાએ ક્રોધના સ્ત્રોતને જ સૂકવી નાંખે છે. ક્રોધ ત્યારે, આવે છે જ્યારે કરુણાની ખોટ હોય છે. ઉત્તેજના અને આવેશનું કારણ પણ કરુણાની ન્યૂનતા છે. કરુણું જ્યારે અસીમ બની જાય છે ત્યારે ક્રોધ માટે કેઈ અવકાશ જ નથી રહેતું. કરૂણાનો વિકાસ સમ્યક્ દષ્ટિને વિકાસ છે. કરુણાનો વિકાસ વ્રતને વિકાસ છે. કરુણાને વિકાસ અપ્રમાદને વિકાસ છે. કરુણાનો વિકાસ અકષાયને વિકાસ છે, વીતરાગતાને વિકાસ છે. જ્યારે કરુણાનો અતિરેક થાય છે જીવનમાં ત્યારે વ્યક્તિ સહજ જ સુન્દર બની જાય છે. તેને ચામડીની સુંદરતા નહિ, તરંગોની સુંદરતા ઉપલબ્ધ થાય છે. તેનું આભામંડળ એટલું સુંદર બની જાય છે કે પાસે આવનાર પ્રત્યેક વ્યક્તિ અપૂર્વ આનંદ અને પ્રમોદનો અનુભવ કરે છે. વાણીની મધુરતા સ્વતઃ ફલિત થઈ જાય છે. વાણીમાં કેધ દ્વારા કટુતા આવે છે. જ્યારે કરુણાને વિકાસ થાય છે ત્યારે વાણી મીઠી બની જાય છે. તેની મધુરતા બધાને આકર્ષિત કરે છે. વાણી જ નહિ, જીવનનું સમગ્ર વાતાવરણ મધુર બની જાય છે.
હમણુને એક પ્રસંગ રજૂ કર્યું. આ પ્રસંગ હમણાં જ બન્યો છે. આ કલ્પના નહિ, યથાર્થ છે.
કોધના પરમાણુ કડવા : કરુણના પરમાણુ મીઠા
મુંબઈના એક સંભ્રાન્ત વ્યક્તિ છે—જેઠાભાઈ ઝવેરી. તેમની પુત્રીનું નામ છે આશા. તે એક રેલવે અફસરનાં પત્ની છે. એકવાર તે આવીને બોલ્યાં : મહારાજ! ક્રોધથી ખૂબ પીડિત છું, ક્રોધને કારણે ઘરનું સમગ્ર વાતાવરણ નિરંતર વિષાક્ત રહે છે. ન તો હું શાંતિથી રહી શકતી અને ન તે ઘરનો કેઈ સભ્ય શાંતિનો અનુભવ કરતે. બાળમાં પણ ચિડિયાપણું આવવાનું શરૂ થઈ ગયું છે. એ બધાનું કારણ હું પિતાને માનું છું. હવે હું આ પિશાચથી છુટકારો પ્રાપ્ત કરવા ઈચ્છું છું. કોઈ ઉપાય બતાવે.
મેં તેને ઉપાય બતાવ્યો, તમે ભ્રકુટિ વચ્ચે પૂર્ણ ચન્દ્રમાનું ધ્યાન કરે. આ ક્રમ નિરંતર ત્રણ મહિના સુધી ચાલતું રહે. ગુસ્સો એ છે થઈ જશે.
૯૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org