________________
જીવન-દર્શન ધ્યાનનું પ્રજન
બધા જ સાધકે દસ દિવસના શિબિરમાં ભાગ લેવા ધ્યાનને અભ્યાસ કરવા માટે આવ્યા છે. એકાન્ત અને સ્વચ્છ વાતાવરણ છે. બધાનું મન પ્રસન્ન છે. સારું લાગી રહ્યું છે. દસ દિવસ પછી ઘરે જશે. ત્યાં ઘરનું વાતાવરણ, સમાજનું વાતાવરણ રહેશે. ત્યાં તે જ સ્પર્ધા, તે જ હેડ, તે જ આવેશ અને આવેગ. તે જ તાણ અને માનસિક અશાંતિથી આપ ઘેરાઈ જશો. તે શું દસ દિવસના શિબિરને માત્ર વિરામ કે વિશ્રામ માનીએ? શું એનાથી વધુ કશું જ નહિ? આ સહજ જિજ્ઞાસા હોય છે. આ એક વિરામ છે, આરામ કરવાનું એક સ્થાન છે. એકાન્ત વાતાવરણમાં ચિંતાઓથી મુક્તિ મળે છે. સ્વાશ્ય પણ સુધરે છે–જો આટલું જ એનું મૂલ્ય છે તે આ એક વિશ્રામાલય કે ચિકિત્સાલય હશે, એનાથી વધુ નહિ.
પરંતુ ધ્યાનનું લક્ષ્ય બીજુ છે. તે છે જીવનની દૃષ્ટિનું પરિવર્તન. ધ્યાનથી વિશ્રામ મળે છે. સ્વારશ્ય સુધરે છે–આ બહુ ગૌણ વાત છે, મુખ્ય નથી. ધ્યાનનું મૂળ પ્રયોજન છે કે જીવનની દષ્ટિ બદલાઈ જાય.
જીવનદર્શનના બે પ્રકાર
આજે સૌથી મોટી મુશ્કેલી એ છે કે જીવન પ્રત્યેને આપણે દષ્ટિકોણ નથી બદલાતે જ્યારે દષ્ટિ બદલાય છે ત્યારે સર્વ કાંઈ બદલાઈ જાય છે. જ્યારે દષ્ટિ નથી બદલાતી ત્યારે કશું નથી બદલાતું. સમાજ અને વ્યક્તિ સમક્ષ એક પ્રકારનું જીવન-દર્શન છે. તે જીવન-દર્શનથી ફલિત થાય છે–દેધ, ક્રૂરતા, ઈર્ષ્યા, સ્પર્ધા, કેઈકવાર હર્ષ, ક્યારેક શક. કેઈકવાર કંઈક અને કેઈકવાર કંઈક. ત્યાં વિવિધ પ્રકારની અવસ્થાઓનો અનુભવ થાય છે. તેમાં વ્યક્તિ પિતાના રસને અનુભવ નથી કરતા, માત્ર પારકા રસને–પદાર્થના રસનો જ અનુભવ કરે છે. આ એક પ્રકારનું જીવન દર્શન છે. એનાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
ધ્યાન દષ્ટિ–પરિવર્તનનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. તેના દ્વારા એક જુદા જ પ્રકારનું જીવન-દર્શન સામે પ્રસ્તુત થાય છે. તે જીવન-દર્શનમાં કરુણને વિકાસ થાય છે. ક્રોધ નથી આવતો, ક્ષમાનો પ્રાદુર્ભાવ થાય છે.
'મ- ૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org