SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ o જ્ઞાનબિંદુ शक्नोति. 'अभ्यासासादित लेष्मक्षयपदुभावश्चोत्तरकाल' शक्नोतीति तत्र व्यवस्थितोत्कर्षता । उदकतापे तु अतिशयेन क्रियमाणे तदाश्रयस्यैव क्षयात् न तत्रापि अग्निरूपतापत्तिरूपोऽन्त्योत्कर्षः । विज्ञानं तु संस्काररूप शास्त्रपरावर्तनाद्यन्यथानुपपत्त्योत्तरत्रापि अनुवर्तत इति तत्र अपरापरयत्नानां सर्वेषामुपयोगात् अत्यन्तोत्कर्षों युक्त इति तद्वता भावनाज्ञानेनाऽपरोक्षं जन्यते” इति टीकाकृदुक्तमपि विचारसहम् , तस्य प्रमाणान्तरत्वापत्तेः, मनो' यदसाधारणमिति न्यायात् , अन्यथा चक्षुरादिव्याप्तिज्ञानादिसहकृतस्य मनस एव सर्वत्र प्रामाण्यसम्भवे प्रमाणान्तरोच्छे. दापत्तेः, चक्षुरादीनामेव वाs) साधारण्यात् प्रामाण्यमित्यभ्युपगमे भावनायामपि तथा वक्तु शक्यत्वात् । एवं च परोक्षभावना या अपरोक्षजानजनक वं' तस्याः प्रमाणान्तरत्वं च अन्यत्राऽदृष्टचर कल्पनीयमिति चेत्કોઈ એક લંઘનક્રિયામાં અતિશયનું આધાન શક્ય હોતું નથી. તેથી નવા નવા પ્રયનને વ્યાપાર તે પૂર્વ પૂર્વ લંઘન કરતાં કંઈક અતિશયિત લંઘન ક્રિયાના ઉત્પાદનમાં જ ચરિતાર્થ હોય છે. એટલે ત્યાં પ્રકર્ષની સંભાવના નથી. કોઈ પૂછે કે જે અહી અભ્યાસ દ્વારા અતિશયનું ધાન અશકય હોય તે પછી નવા નવા પ્રયતનથી જેટલું વધારે કદી શકે છે એટલું પહેલા પ્રયત્ન કેમ કુદી શકાતું નથી? તે એનું કારણ એ છે કે પ્રારંભિક પ્રયત્નકાળે કફધાતુને ઉદ્રક વગેરે કારણથી શરીરમાં તમોગુણબહુલતા ૩૫ જડતા વ્યાપેલી હોવાથી શરીર શરૂઆતમાં એટલું કુદી શકતું નથી. વ્યાયામના અભ્યાસથી કફને ઉઢેક ક્ષીણ થઈ જાય છે અને શરીરમાં કુર્તિ પ્રગટ થાય છે એટલે પહેલાં કરતાં થોડું વધારે કુદી શકાય છે. આ રીતે લંઘનક્રિયામાં ઉત્કર્ષ સીમિત હોય છે. પાણીને તો જે પુષ્કળ તપાવવામાં આવે તે એ તાપના આશ્રયભૂત પાણીને જ નાશ થઈ જતું હોવાથી તેમાં અગ્નિરૂપતાની પ્રાપ્તિસ્વરૂપ ચરમ ઉત્કર્ષની શક્યતા જ રહેતી નથી. ત્યારે વિજ્ઞાનની તો વાત જ જુદી છે. પહેલેથી માંડીને છેલ્લે સુધી વિજ્ઞાનને સંસ્કારરૂપે અસ્તિત્વ ટકી રહે છે. વિજ્ઞાનને જે સંસકારરૂપે અવસ્થિત ન માનીએ તે દિવસે શાસ્ત્રાભ્યાસ કર્યા પછી રાત્રે ફરી નું પરાવર્તન કરવામાં આવે છે તે ઘટી શકશે નહિ. આ રીતે શાસ્ત્ર પરાવર્તનની અન્યથાનુપત્તિથી સંસ્કારરૂપે વિજ્ઞાન અવસ્થિત હોવાનું સિદ્ધ થાય છે, એટલે ઉત્તરોત્તર જેટલા પણ પ્રયત્ન કરવામાં આવે તે બધા એક જ વિજ્ઞાનને વધુને વધુ પુષ્ટ કરવામાં ઉપયોગી બને છે. તેથી વિજ્ઞાનમાં ચરમ ઉકર્ષ પણ યુક્તિથી ઘટી શકે છે. ચરમઉકર્ષવાળા ભાવનાજ્ઞાનથી અપરોક્ષ કેવળજ્ઞાનની ઉત્પત્તિ માનવામાં કઈ વાંધે રહેલે નથી.” [પૂર્વપક્ષી તરફથી આલોચના]. સમ્મતિના ટીકાકારનું આ કથન પણ પરામર્શની ધાર ઉપર ટકે એવું નથી જે આ રીતે કેવળજ્ઞાનરૂપ એક વિલક્ષણ પ્રમાં પ્રત્યે ભાવનાજ્ઞાનને હેતુ માનીએ તો ભાવના જ્ઞાનને ઇન્દ્રિય આદિની જેમ સ્વતંત્ર પ્રમાણ માનવાની આપત્તિ આવશે. કારણ કે “મન ૧ વાઘાણાઢારિતક ત ! ૨. મ િગુffi' ત ત રૂ. મન વત્ એ વા ૪. મિયાદ્રિ પાવાત મા ५ ‘मेव सर्वत्र साधा त। ६ ज्ञानविषयत्वं तस्याः त। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy