SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન दुष्टकारणजन्यस्यापि अनुमानादेविप यावावेन प्रामाण्याभ्युपगमात , अन्यथा परिभाषामात्रापत्तेः। मीमांसाभाष्यवार्तिककाराभ्यामपि बाधितविषयत्व व्याप्यत्वेनैव दुष्टकारणजन्यत्वस्य अप्रामाण्यप्रयोजकत्वमुक्त' न वातन्त्र्येणेति चेत् (६१) मैवम , तथापि परोक्षज्ञानजन्यभावनायाः अपरोक्षज्ञानजनकत्वाऽसम्भवात् । न हि वहून्यनुमितिज्ञान' सहस्रकृरव आवृत्तमपि वह्निसाक्षात्काराय कल्पते । न च 'अभ्यस्यमानं ज्ञानं परमप्रकर्पप्राप्तं तथा भविष्यति इत्यपि शङ्कनी यम् लवनोदकतापादिवत् अभ्यस्यमानस्यापि परमप्रकर्षायोगात् । न च "लङ्घनस्यैकस्यावस्थितस्याभावात् अपरापरप्रयत्नस्य पूर्वापूर्वातिशयितल घनोत्पादन एवं व्यापाराद् यावल्लङ्घयितव्यं तावन्नादावेव श्लेष्मादिना जाड्यात्कायो लङ्कयित વિષય બાધિત હોય તે જ્ઞાન જ દોષજન્ય હોવાનું માનવામાં આવે છે. પણ દોષજન્ય હવા માત્રથી જ્ઞાનને વિષય બાધિત જ હોય એવો કોઈ નિયમ નથી, કારણ કે અનુમાન આદિમાં કેટલીકવાર દુષ્ટકારણુજન્યત્વ હોવા છતાં વિષયબાધિત ન હોવાને કારણે તે અનુમાન આદિમાં પ્રામાણ્યનો સ્વીકાર કરવામાં આવે છે. વિષયબાધ ન હોવા છતાં કહિપતદોષજન્યત્વને આધારે જ્ઞાનમાં જે અપ્રામાણ્ય માનવામાં આવે તો એ અપ્રામાણ્ય પારિભાષિક અર્થાત્ કૃત્રિમ બની જશે. એનાથી વાસ્તવિક પ્રામાણ્યને કોઈ હાનિ થવાને સંભવ નથી. એટલે જ મીમાંસાભાષ્યકાર અને વાર્તિકકારે દુષ્ટ કારણ જ વને સ્વતંત્ર રીતે અપ્રામાણ્ય આપાદક કહ્યું નથી, કિંતુ બાધિતવિષયત્વના વ્યાપ્યભૂત દુખકારણ જ વને અપ્રામાણ્યનું આપાદક કહ્યું છે. [પૂર્વપક્ષી તરફથી શંકાનું નિરસન] (૬૧) સમાધાનઃ-શંકાકારની વાત જોઈએ એટલી યેગ્ય નથી, કારણ કે ભાવનાજન્ય જ્ઞાનને અપ્રમાણભૂત ન માનીએ તો પણ પરોક્ષજ્ઞાનજન્ય ભાવનાથી અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થવાનો સંભવ નથી. દા. ત. હજારો વાર અગ્નિનું પરીક્ષાત્મક અનુમિતિ જ્ઞાન કરતા રહીએ તો કાંઈ એનાથી અગ્નિને અપરોક્ષ સાક્ષાત્કાર થઈ જતો નથી. કોઈ શંકા કરે કે “અભ્યાસ કરતાં કરતાં જ્ઞાન જ્યારે પરમ પ્રકર્ષને પ્રાપ્ત કરે ત્યારે અપરોક્ષ જ્ઞાન ઉત્પન થઈ શકશે.” તે એ શંકા પણ બરાબર નથી. જેમ પાંચ કે દશ ફટનો કુદકે મારવાની શક્તિ ધરાવનાર ગમે તેટલે અભ્યાસ કરે તે પણ ૫૦' કે ૭૫” કદકે મારી શકતો નથી. તથા પાણીને ગમે તેટલું ગરમ કરીએ પણ એ કયારેય પ્રકૃષ્ટ ગરમીવાલા અગ્નિમાં રૂપાંતર પામતું નથી. તે જ રીતે ગમે તેટલે અભ્યાસ કરવામાં આવે તે પણ જ્ઞાનને ચરમ પરાકાષ્ટા પ્રાપ્ત થઈ શકતી નથી. સિમ્મતિ ટીકાકારનું મંતવ્ય] સમ્મતિથના ટીકાકારે જે કહ્યું છે કે (પૃ. ૨૫૧-૫૨) “લંઘનક્રિયા દરેક વખતે એક જ નહિ પણ જુદી જુદી હોય છે, એટલે નવા નવા પ્રયત્નરૂપ અભ્યાસથી * દા. ત. પર્વતમાં અગ્નિ હોય ત્યારે, ધૂલિ પટલમાં ધૂમભ્રમ થઈ ગયો હોય તો “અગ્નિવ્યાપ્ય ધૂમવાન પર્વતઃ' એવા દુષ્ટ જ્ઞાનથી પણ પર્વતમાં અગ્નિની જે અનુમતિ થાય છે તે બાધિત હેતી નથી. મણિપ્રભામાં મણીની બુદ્ધિને પણ બાધિત માનવામાં આવતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy