SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જ્ઞાનબિંદુ नाऽप्रामाण्यम् । न च 'व्यवहितकामिनीविभ्रमादौ दोषत्वेन भावनायाः क्लप्त यात् तज्जन्यत्वेनास्याऽप्रामाण्यम् , बाधितविष यत्ववदोषजन्यत्वस्यापि भ्रमत्वप्रयोजकत्वात् । तथा चोतं मीमांसाभाष्यकारेण-“यस्य(त्र) च दुष्टं का(क)रणं यत्र च मिथ्येत्यादिप्र(मिथ्येऽतिप्रत्ययः स एव (વા)મચીનો નાથ સૃતિ ” (ફીવર. ૬-૨–૧) વાતરક્ષrળrણુમ્ "तस्माद्वोधात्मकत्वेन प्राप्ता बुद्धः प्रमाणता । ચર્ચાથાકૂથોપજ્ઞાનાપોથરે છે” (. ટૂ. ૨ શો કરૂ) જ્ઞતિ ! अत्र हि तुल्यवदेवाप्रामाण्यप्रयोजकद्वयमुक्तम्, तस्मात् बाधाऽभावेऽपि दोषजन्यत्वात् अप्रामाण्यम्' इति वाच्यम्, भावनायाः क्वचिद्दोषत्वेऽपि सर्वत्र दोषत्वाऽनिश्चयात् , अन्यथा शंखपीतत्वभ्रमकारणीभूतस्य पीतद्रव्यस्य स्वविषयकज्ञानेऽपि अप्रामाण्यप्रयोजकत्वं स्यात, इति न किञ्चिदेतत् , क्वचिदेव कश्चिद्दोष इत्येवाङ्गीकारात , विषयबाधेनैव दोपजन्धत्व प्रकल्पनाच्च, હોય છે એવું નથી. પણ એની નજર સામે એનો વિષ્ય બાધિત હોય છે માટે એ અપ્રમાણુ ગણાય છે. શુતિમાં જે રજતનો ભ્રમ થાય છે તે ભાવનાજન્ય ન લેવા છતાં પણ વિષય બાધિત હોવાને કારણે જ અપ્રમાણ મનાય છે. કેવળરાનમાં વિષથનો બાધ ન હોવાથી તે અપ્રમાણ નહિ માની શકાય. જો તમે એમ કહેતા હે કે “દૂર રહેલી સ્ત્રીના વિભ્રમ આદિમાં ભાવનાનું જ દોષપણું સિદ્ધ થયેલું હોવાથી, ભાવનાજન્ય હોવાના કારણે કેવળજ્ઞાન પણ અપ્રમાણ જ કરશે. કારણ કે જેમ બાધિતવિષયતા જ્ઞાનમાં ભ્રમવની પ્રાજક છે તેમ ભાવના જન્યવ પણ ભ્રમત્વનું પ્રયોજક જ છે. મીમાંસાભાષ્યકારે પણ કહ્યું છે કે “જે જ્ઞાનનું કારણ સદેષ છે અને જે જ્ઞાન વિષે “આ મિથ્યા છે એવી બાધ પ્રતીતિ થાય છે તે જ્ઞાન અસમીચીન છે. નહિ કે બીજું કઈ જ્ઞાન.” કલોકવાતિકકારે પણ કહ્યું છે કે બુદ્ધિમાત્રમાં બેધાત્મકતા હોવાના કારણે પ્રામાણ્ય પ્રાપ્ત થાય છે. પણ અર્થપરીત્ય (ભાસમાન અર્થનું ખરેખર ત્યાં ન હોવું) તથા હેતુમાં ઉત્પન્ન થયેલ દોષ આ બેના જ્ઞાનના આધારે બુદ્ધિમાં પ્રામાયને નિષેધ થાય છે” આ બન્ને કથનમાં વિષયબાધ અને દોષજન્યત્વ બને સમાનરૂપે અપ્રામાણ્યના પ્રયોજક હોવાનું કહ્યું છે માટે બાધ ન હોવા છતાં પણ દોષજન્યતાને કારણે કેવળજ્ઞાનને અપ્રમાણુ કહેવું પડશે.”— તો આ વાત બરોબર નથી. કારણ કે ભાવના કામિનીસાક્ષાત્કાર આદિ સ્થળમાં દેષરૂપે સિદ્ધ હોવા છતાં પણ સર્વત્ર દેષરૂપે હોવાનું નિશ્ચિત થતું નથી. જે દોષને બધે જ દોષરૂપે માનીએ તો શંખ પીળો હોવાને જયારે ભ્રમ થાય ત્યારે નેત્ર ઉપર આવરણ રૂપે બાઝેલું પિત્તદ્રવ્ય ભ્રમનું કારણ હોવાથી જેમ દોષરૂપ બને છે, તેમ એ પિત્તદ્રવ્ય સ્વવિષયક જ્ઞાનમાં પણ દોષાત્મક કારણરૂપે જ માનવું પડશે અને તદ્જન્ય જ્ઞાનને અપ્રમાણ માનવાની આપત્તિ આવશે માટે ભાવના સર્વત્ર દેષરૂપ હોવાની વાત તથ્ય હીન છે. તથ્યહીન એટલા માટે કે દેશને સર્વત્ર દેષરૂપ નહિ પરંતુ કેઈક દોષ કેઈક સ્થાનમાં જ દેષરૂપ હોવાનું અમે માનીએ છીએ. તથા જે ભાવનાજન્ય જ્ઞાન 1. મતિ તા ૨. “ચવવ” મુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy