SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ५२. अलोके लोकप्रमाणासंख्येयखण्डविषयता अवधेरिति वचने विषयतापदं तर्कितरूप्यधिकरणताप्रसञ्जिततावद 'धिकरणकरूपिविषयतापरमिति न स्वरूपबाधोऽपीति तत्त्वम् । जातो સમાધાન : નહિ થાય કારણ કે શાસ્ત્રમાં જે કહ્યું છે તેનું તાત્પર્ય માત્ર પ્રસંગોપાદનમાં છે. પ્રસંગોપાદન એટલે કે એક સ્થાનમાં એક વસ્તુના આરોપથી બીજી વસ્તુને આરેપ કરવો. દા. ત. પ્રસ્તુતમાં એ રીતે કે અકવતિ અસંખ્ય આકાશખંડમાં જે રૂપિદ્રવ્ય હોય તો તે પરમ અવધિજ્ઞાનથી દશ્ય પણ હેય અહીં અલોકમાં રૂપિપદાર્થની અધિકરણતાને આરોપ કરીને રૂપિની દશ્યતાનો પણ આરોપ કરેલો છે. આરોપનો વિષય હંમેશા બાધિત હોય છે, પણ એના આધારે કઈ એવી શંકા કરે કે “અલકમાં રૂપિની અધિકરણતા અને લોકવૃત્તિરૂપિની દશ્યતા બન્ને બાધિત છે, માટે એનું ઉપદર્શક સૂત્ર અપ્રમાણ ઠરશે” તે આ શંકા બરાબર નથી. કારણ કે વિષયાત્મક સ્વરૂપ અંશમાં બાધ હોવા છતાં પણ પરમવિધિ જ્ઞાનની શક્તિને ઉત્કર્ષ જણાવવા રૂ૫ ફળ અંશમાં અબાધિત છે માટે કેઈ દોષ નથી. આ રીતે “સ્વરૂપમાં બાધ હોવા છતાં પણ ફલતઃ બાધ ન હોય ત્યાં સૂત્રનું પ્રામાણ્ય સુરક્ષિત રહે છે. એવા પ્રતિપાદનથી અસદભાવસ્થાપનાનું પણ પ્રતિપાદન થઈ ગયું સમજવું. (જે સ્થળે જેની સ્થાપના થઈ રહી છે ત્યાં તેનો આકાર વગેરે ન હોય તેને અસદ્દભાવ સ્થાપના કહેવાય. દા. ત. સ્થાપનાચાર્ય, પુસ્તક વગેરેમાં આચાર્યની સ્થાપના.) કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં જે વસ્તુની સ્થાપના કરવામાં આવે છે ત્યાં તે વસ્તુ બાધિત હેવાથી અસદ્દભાવસ્થાપનાનાં પ્રતિપાદક સૂત્ર અપ્રમાણ થઈ જતાં નથી. કારણ કે ભક્તિ આદિના આલંબન દ્વારા ભાવવૃદ્ધિ વગેરે ફળ ત્યાં પણ અબાધિત છે. (ઉપલક્ષણથી સદ્દભાવસ્થાપનાનું પ્રતિપાદન પણ આ રીતે સમજી લેવું.) કે એવી શંકા કરે કે “પરમ અવધિજ્ઞાનની વિષયતાના પ્રતિપાદક સૂત્રનું તાત્પર્ય પ્રસંગોપાદનમાં માનવું વ્યર્થ છે કારણ કે અલોકમાં ક્યારેય પણ રૂપિદ્રવ્ય હોવાનું જ નથી.” તે એ શંકા બરાબર નથી. કારણ કે અવધિજ્ઞાનની તરતમ ભાવથી શક્તિની જે વૃદ્ધિ દર્શાવી છે તે જ્યારે અલોકમાં વિષયતાપસંજક બને ત્યારે ભલે એની સંભાવના ન હોય તે પણ એનાથી તેવું સૂચન થાય છે કે જેમ જેમ શક્તિ વધતી જાય તેમ તેમ લોકની અંદર રહેલા સૂક્ષ્મ, સૂકમતર દ્રવ્યરૂપી સ્કર્ધનું અવગાહન કરતી જાય અને જ્યારે અલેકમાં રૂપિદ્રવ્યને જોવાની શક્તિ આવે ત્યારે અતિસૂક્ષમ એવા પરમાણને પણ જેવાની શક્તિ આવે. માટે પ્રસંગોપાદન પણ વ્યર્થ નથી. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “લેકની બહાર વિષયતાને લંબાવત પરમ અવધિજ્ઞાની લોકમાં જ રહેલા વધુને વધુ સૂક્ષમતાવાળા દ્રવ્યોને, યાવત્ પરમાણુને જોઈ શકે છે. - (સ્વરૂપબાધનું નિરાકરણ) (૫૨) પ્રશ્ન :-ફલથી બાધિત ન હોવા છતાં પણ સ્વરૂપથી બાધ રહે છે તેનું શું? ઉત્તર : તત્તવતઃ સ્વરૂપબાધ પણ નથી. અલકમાં અવધિજ્ઞાનની લેકપ્રમાણુ અસંખ્યખંડવ્યાપકવિષયતા છે એવા શાસ્ત્રવચનમાં “વિષયતા પદને અર્થ “તકિતરૂપિ-અધિ ૧. ‘તાવધિમાકવિ” તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy