SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન [અવધિજ્ઞાનવ ] ५१. अवधिज्ञानत्वं रूपिसमव्याप्यविषयताशालिज्ञानवृत्तिज्ञानत्वव्याप्यजातिमत्त्वम् । रूपि. समव्याप्यविषयताशालिज्ञानं परमावधि ज्ञानम् “रूवगयं लहइ सव्वं " (आव. गा. ४४) इति वचनात् । तद्वृत्तिज्ञानत्वव्याप्या મિમિ" એ પ્રતીતિ અનુમિતિનો અભાવ દેખાડતી નથી કિન્તુ શાદજન્ય અનુમિતિવિશેષનું અવગાહન કરે છે. પ્રસ્તુતમાં પણ એ રીતે “લ્યા ન જ્ઞાનામિ એ પ્રતીતિ શબ્દજન્ય મતિજ્ઞાનવિશેષનું અવગાહન કરે છે. (લેકમાં પણ દેખાય છે કે કેઈ એક વસ્તુમાં કેઈને સામાન્યપણાની બુદ્ધિ ન થઈ જાય માટે કહેવાય છે કે “એ માણસ નથી પણ દેવ છે દેવ” તે અહીં પણ મનુષ્યને અભાવ સૂચવવા નથી પણ ઉચ્ચ કક્ષાનું મહામાનવપણું જ દર્શાવાય છે) [ કાર્યભેદથી મતિ-શ્રતના ભેદની શંકાને ઉત્તર ] શંકા :- મતિજ્ઞાનનું કાર્ય નિસર્ગ સમ્યક્ત્વ કહ્યું છે અને શ્રુતજ્ઞાનનું કાર્ય અધિગમસમ્યક્ત્વ કહ્યું છે એટલે કાર્ય ભિન્ન ભિન્ન હોવાથી કારણ રૂપ મતિ અને શ્રુત જ્ઞાનને ભિન્ન ભિન્ન માનવા જોઈએ. ઉત્તર:- આ શંકા પણ વ્યાજબી નથી. કારણ કે નિસર્ગ શબ્દથી સ્વભાવને જ દર્શાવાયો છે. વાચક ઉમાસ્વાતિજીએ પ્રશમરતિમાં કહ્યું છે કે “શિક્ષા, આગમ, ઉપદેશશ્રવણ આ બધા સમાનાર્થક શબ્દો છે તથા પરિણામ, નિસર્ગ અને સ્વભાવ સમાનાર્થક પર્યાય છે. આનાથી એમ સૂચિત થાય છે કે અધિગમ સમ્યક્ત્વ કે સ્વભાવ સમ્યક્ત્વ રૂ૫ કાર્યમાં કઈ ભેદ નથી. ભેદ છે તે એટલો જ છે કે નિસર્ગ સમ્યક્ત્વનું કારણ માત્ર સ્વભાવ છે (નહિ કે મતિજ્ઞાન). જ્યારે અધિગમસમ્યક્ત્વનું કારણ શિક્ષા વગેરે રૂપ શ્રુતજ્ઞાન છે. માટે તેનાથી મતિ કે શ્રુતને કારણભેદ સિદ્ધ થતું નથી. જ્યાં કઈ જગ્યાએ શ્રુતજ્ઞાનને મતિજ્ઞાન કરતા ભિન્ન જણાવ્યું છે ત્યાં ગબલીવન્યાયને આશરો લેવો. “ગ” કહેતા ગાય અને બળદ બનેને નિર્દેશ થાય છે છતાં લોકરૂઢિથી “પુરુષ ગે માટે સ્વતંત્ર બળદ શબ્દ વપરાય છે તે રીતે શબ્દજન્ય મતિવિશેષને પણ શ્રુતજ્ઞાનશબ્દથી ઓળખાવાય છે. ઉપરોક્ત બધી વાતને મનમાં રાખીને મહાવાદી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાએ ૧ મી બત્રીશીના બારમા કલેકના પૂર્વાર્ધમાં કહ્યું છે કે “ભિન્નઉપગકલ્પનાની નિરર્થકતા અને અનુમાન આદિને પૃથફ માનવાની આપત્તિ આ બે કારણે મૃત મતિ કરતા જુદું નથી” (શ્રુતજ્ઞાન નિરૂપણ પૂર્ણ). [અવધિજ્ઞાનનાં લક્ષણ વગેરે ] (૫૧) શ્રુતજ્ઞાનની ચર્ચા પૂર્ણ થયા પછી ગ્રંથકાર મહામહોપાધ્યાય યશોવિજયજી મ. સા. અવધિજ્ઞાનના નિરૂપણમાં અવધિજ્ઞાનનું લક્ષણ આ પ્રમાણે જણાવે છે – १. ज्ञानं तवृत्ति अब Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy