SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્યવાદ (४८) न च अविच्युतेरपायावस्थानात पार्थक्ये मानाभावः, विशेषजिज्ञासानिवृत्त्ववच्छिन्नस्वरूपस्य શ્ચિમ્ મિન્ના | ‘કાળામિ,’ ‘દે’, ‘મિ', ‘થિરીવાર્ષિ' રૂતિ કરયા હa # प्रतिप्राण्यनुभवसिद्धाः अवग्रहादिभेदे प्रमाणम् । स्मृतिजनकतावच्छेदकत्वेनैव वा अविच्युतित्वं धर्मविशेषः कल्प्यते, तत्तदुपेक्षान्यत्वस्य स्मृतिजनकतावच्छेदककोटिप्रवेशे गौरवादिति धर्मविशेषसिद्धौ धर्मिविशेषसिद्धिरित्यधिक मत्कृतज्ञानार्णवाद् अबसेयम् । तदेवं निरूपितं मतिज्ञानम् । तन्निरूपणेन च श्रुतज्ञानमपि निरूपितमेव । द्वयोरन्योऽन्यानुगतत्वात तथैव व्यवस्थापितत्वाच्च । अन्यमतेन श्रुतलक्षणम् (४९) अन्ये तु अङ्गोपाङ्गादिपरिज्ञानमेव श्रुतज्ञानम् , अन्यच्च मतिज्ञानं इति । अनयोरपि અંતે ઘારણે પ્રવર્તે છે. ધારણા પછી સર્વત્ર (અર્થાત જ્યાં જ્યાં શક્યતા હોય ત્યાં બધે જ) વાસનાને જન્મ અને વાસનાથી કાલાન્તરે સ્મૃતિજ્ઞાનનો જન્મ થાય છે.” [ અપાય અને અવિસ્મૃતિનો ભેદ ] શંકા: અવસ્થિત અપાયથી અવિસ્મૃતિરૂપ ધારણાજ્ઞાનને પૃથક માનવામાં કઈ પ્રમાણુ નથી. 1 ઉત્તર પ્રમાણ નથી એવું નથી, પૂર્વ પૂર્વકાલીન અપાય, ઉત્તર ઉત્તર વિશેષ જિજ્ઞાસાના ઉત્પાદક હતા (તે રીતે અધૂરા હતા, જ્યારે અંતિમ અપાય પછી કઈ વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન થતી નથી. (અર્થાત્ હવે જે અપાય થયો છે તે પૂર્ણતાપન્ન છે.) માટે જ અંતિમ અપાયઘારાને અપાય કરતાં કથંચિદભિન્ન માનવી જોઈએ અને એ જ અવિશ્રુતિ છે. તદુપરાંત “હું કૈક જેઈ રહ્યો છું” “આલોચન કરું છું” “નિર્ણય લઉં છું” “પાકે કરુ છું” આ બધી જુદી જુદી પ્રતીતિએ દરેક પ્રાણીને અનુભવસિદ્ધ છે અને એ જ અવગ્રહ આદિ ચારની ભિન્નતામાં પુરાવા રૂપ છે. વળી એક વાત એ છે કે સ્મૃતિજ્ઞાનનિરૂપિત જનકતાની અવછેદક કટિમાં બીજાઓ ઉપેક્ષાભિનન જ્ઞાનત્વનો નિવેશ કરે છે કારણ કે ઉપેક્ષાત્મક જ્ઞાનથી ભવિષ્યમાં સ્મરણ ઉત્પન્ન થતું નથી. (દા. ત. રસ્તે ચાલતાં ચાલતાં કઈ સામાન્ય દુકાન વગેરે જોયા હોય પણ તે બાજુ ગાઢ લક્ષ ન હોય તે કાલાન્તરે તે જોયાનું યાદ આવતું નથી.) પણ આ નિવેશમાં ગૌરવ છે. તેને બદલે અવિસ્મૃતિત્વ રૂ૫ ધર્મની કલ્પના કરીને તેને જ સ્મૃતિજનકતાના અવરછેદક રૂપે માનીએ તે લાઘવ થાય છે. (ઉપેક્ષાત્મકજ્ઞાનપ્રતિયોગિકભેદવિશિષ્ટજ્ઞાનત્વની અપેક્ષાએ અવિશ્રુતિત્વ એ લઘુભૂત ધર્મ છે અને લઘુધર્મમાં અવરછેદકતાને સંભવ હોય ત્યાં સુધી ગુરુ ધર્મમાં તે મનાય નહિ એવો નિયમ છે.) તે આ રીતે અવિશ્રુતિવરૂપ ધર્મ વિશેષની સિદ્ધિના આધારે, તેના આશ્રયરૂપ અવિશ્રુતિગાન સ્વરૂપ ધર્મવિશેષની સિદ્ધિ સહજ રીતે થઈ જાય છે. આ વિષયમાં અધિક જિજ્ઞાસાપૂર્તિ માટે ગ્રંથકાર રચિત “જ્ઞાનાર્ણવ નામના ગ્રંથનું પરિશીલન કરવું. આ રીતે મતિજ્ઞાનનું નિરૂપણ પૂરું થયું અને એને નિરૂપણથી શ્રુતજ્ઞાનનું નિરૂપણ પણ થયેલું જ સમજવું. કારણ કે બનેનું સ્વરૂપ અન્યોન્ય અનુગત (સંકીર્ણ) છે. અને એ જ રીતે તેની વ્યવસ્થા થયેલી છે. [મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાનની ભિન્નતા] (૪૯) શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનની બાબતમાં ભેદરેખા દર્શાવતા બીજા વિદ્વાનોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy