SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ . (३३) अवग्रहादिक्रमवदुपयोगत्वेनापि च मतिज्ञान एव जनकता, न श्रुतज्ञाने, तत्र शाब्दोपयोगत्वेनैव हेतुत्वात् । चतुर्णामवग्रहादीनां कार्यकारणत्वपरिष्कार: (३४) मतिज्ञाने च नानवगृहीतमीह्यते,नानीहितमपेयते नानपेतं च धार्यते, इति क्रमनिबन्धनमन्वयव्यतिरेकनियममामनन्ति मनीषिणः । तत्र अवग्रहस्य ईहायां धर्मिज्ञानत्वेन, तदઉત્પન્ન થાય છે તેવી બુદ્ધિ અહીં અક્ષરલાભપદથી લેવી. આ ત્રણે પ્રકારની બુદ્ધિમાં શબ્દસંસ્કૃષ્ટ અર્થકારવિશેષ સર્વસાધારણ છે કે જે ધારણતુલ્ય દરેક શ્રુતજ્ઞાનમાં હોય છે. માટે “ધારણાતુલ્ય જ્ઞાનવૃત્તિ શબ્દસંસ્કૃષ્ટ–અર્થાકારવિશેષ” તે દરેક શ્રુતજ્ઞાનના સાધારણ લક્ષણરૂપે ફલિત થાય છે. શાસ્ત્રની અંદર પણ જ્યાં ત્રણ પ્રકારના અક્ષરધૃતના પ્રતિપાદનનું પ્રકરણ આવે છે ત્યાં દ્રવ્યકૃત અને ભાવથ્થત એમ બે ભેદ કરેલા છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરને દ્રવ્યશ્રત રૂપે ગ્રહણ કર્યા છે અને લબ્ધિ અક્ષરને અર્થ ઉપયોગ કર્યો છે અને તે ઉપગ ભાવકૃતરૂપ છે. આ રીતનું વ્યાખ્યાન કર્યું હોવાથી ઉપરોકત શ્રુતજ્ઞાનના ત્રણ પ્રકારનું સમર્થન થઈ જાય છે. તથા, શાસ્ત્રકારે દર્શાવેલા સંજ્ઞાક્ષર આદિ ત્રિવિધ શ્રુતજ્ઞાનનું જે સર્વસાધારણ લક્ષણ ઉપાધ્યાયજીએ દર્શાવ્યું છે તે જ ફલિત થાય છે. શાસ્ત્રકાર ભગવંતે જે ભાવથુતને ભેદ બતાવ્યું છે તેમાં જે કે દ્રવ્યશ્રતના આધારે થનારી ઉપલબ્ધિને સમાવેશ છે જ, માત્ર તૃતીય પ્રકારની જ ઉપલબ્ધિ ભાવકૃતમાં લેવાની નથી. છતાં પણ દ્રવ્યશ્રત અને ભાવકૃત એવા બે ભેદ ગો–બલિ. વન્યાયે પાડ્યા છે. એમ ઉપાધ્યાયજી મહારાજને લાગે છે. બલિઈને સમાવેશ “ગ” પદાર્થમાં થઈ જાય છે, છતાં પણ જેમ તેને પૃથક્ નિર્દેશ થાય છે તેમ અહીં દ્રવ્યછતથી પ્રથમ બે પ્રકારની બુદ્ધિને નિશ થઈ ગયા હોવા છતાં ત્રણે પ્રકારની બુદ્ધિનો ભાવકૃતથી સ્વતંત્ર નિર્દેશ કર્યો છે. [અક્ષરજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં કમ શા માટે?] (૩૪-૩૪) પ્રશ્ન - અવગ્રહ આદિ ક્રમથી ઈન્દ્રિય જન્ય અક્ષર જ્ઞાન દ્વારા અર્થબોધરૂપ શ્રતજ્ઞાનની ઉત્પત્તિ માનવાને બદલે અક્ષરજ્ઞાનની સાથે સાથે જ અર્થબોધરૂપ શ્રુતજ્ઞાન માની લઈએ તો પહેલા અક્ષરજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન એમ માનવાની શી જરૂર છે? ઉત્તર –અવગ્રહ આદિ કમિક ઉપયોગ ફક્ત મતિજ્ઞાનને જ જનક હોવાનું સિદ્ધાંતમાં દર્શાવ્યું છે નહિ કે શ્રુતજ્ઞાનને પણ. કારણ કે શ્રુતજ્ઞાનમાં અક્ષરજ્ઞાનાદિ રૂપ શાખ ઉપગને સ્વતંત્રપણે કારણ હોવાનું જણાવ્યું છે. માટે અવગ્રહઆદિ ક્રમથી પહેલા અક્ષરજ્ઞાન થાય તે પછી જ તદ્દરૂપકારણસામગ્રીથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ ન્યાયોચિત છે. નહિ તે પ્રથમ અવગ્રહ સમયે ઈહા, અપાય, ધારણા વગેરે બધા જ્ઞાન એક સાથે જ ઉત્પન્ન થઈ જશે. પરંતુ એવું થતું નથી. કારણ કે ધારણાનું કારણ અપાય છે, અપાયનું કારણ ઈહા છે, અને ઈહાનું કારણ અવગ્રહ છે. એટલે જ જ્ઞાની પુરુષે માને છે કે મતિજ્ઞાનમાં પૂર્વ પૂર્વ અવગ્રહ આદિને કમશઃ ઉત્તરઉત્તર ઈહા આદિ સાથે કાર્યકારણુભાવસૂચક અવયવ્યતિરેક રૂપ નિયમ છે. તે આ રીતે કે - અવગ્રહ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy