SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કે જ્ઞાનબિલ્ડ ___ मतिश्रुतावरणाऽचक्षुर्दशनावरणान्तरायप्रकृतीनां तु सदैव देशघातिनामेव रसस्पर्धकानामुदयो न सर्यघातिनाम् , ततः सदैव' तासां औदयिकक्षायोपशमिको भावौ संमिश्री प्राप्येते न केवल औदायिक इति उक्त' पञ्चसङग्रहमूलटीकायाम् । एतच्च तासां सर्वघातिरसस्पर्घ कानि येन तेनाध्यवसायेन देशघातीनि कर्तुं शक्यन्ते इत्यभ्युपगमे सति उपपद्यते, अन्यथा बन्धोपनीतानां मतिज्ञानावरणादिदेशघातिरसस्पर्धकानां अनिवृत्तिबादराद्धायाः संख्येयेषु भागेसु गतेष्वेव सम्भवात् तदर्वाग् मतिज्ञानाद्यभावप्रसङ्गः तदभावे च तद्बललभ्यतदवस्थालाभानुपपत्तिरिति अन्योन्याश्रयापासेन मतिज्ञानादीनां मूलत एव अभावप्रसङगात् । પ્રશ્ન:-ચક્ષુર્દશનાવરણ આદિ પ્રકૃતિના સર્વઘાતી રસસ્પર્ધકે નો દેશઘાતરૂપે પરિણામ શેનાથી થાય? ઉત્તર :-તે તે ઈન્દ્રિય પર્યાપ્તિ તથા તે તે ઇન્દ્રિય વગેરે સામગ્રી દ્વારા ચહ્યુશન નાવરણ આદિપ્રકૃતિના સર્વઘાતી રસસ્પર્ધકનું દેશઘાતિરૂપે પરિણમન થાય છે. તાત્પર્ય, ઈન્દ્રિય આદિ સામગ્રીથી ચક્ષુર્દર્શનાવરણ આદિ કર્મનો ક્ષયોપશમ અને ચક્ષુર્દર્શન આદિ પ્રગટ થાય છે. અચક્ષુશનાવરણને પશમ ઈન્દ્રિય આદિ સામગ્રી દ્વારા જ થાય. એટલું સમજી રાખવાનું કે એકેદ્રિય બેઈનિદ્રય તેઈનિદ્રય જીવોને ચક્ષુઈદ્રિય ન હેવાથી ચક્ષુદર્શન ઉત્પન્ન થતું નથી. ઔદયિક ભાવ વિનાની પ્રકૃતિઓ ] વિશેષ સમજવા જેવી હકીકત એ છે કે મતિ-શ્રુત જ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને પાંચ અંતરાય પ્રકૃતિનાં સર્વઘાતી રસસ્પર્ધકોને કયારે પણ ઉદય હેતે નથી, કારણ કે સદા માટે દેશઘાતી રસસ્પર્ધામાં તેનું રૂપાંતર થઈને જ તે ઉદયમાં આવે છે. એટલે આ બધી પ્રકૃતિઓનો કેવળ (શુદ્ધ) ઔદયિક ભાવ કયારેય હતો નથી, સર્વદા ઔદયિક અને ક્ષાપશમિક મિશ્ર ભાવ જ પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત બધી હકીકતે પંચસંગ્રહમૂલ ગ્રંથની મૂલ (પ્રાચીન) ટીકામાં જણાવેલી છે. આ બધી હકીકતે બરાબર સંગત થઈ રહે તે માટે માનવું જોઈએ કે મતિશ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને પાંચ અંતરાય કર્મોના સર્વઘાતી રસસ્પર્ધકો ગમે તેવા પ્રકારના શુભ કે અશુભ અધ્યવસાયથી દેશઘાતી રૂપે પરિણમી શકે છે. જે એમ ન માનીએ તો સ્વતંત્ર રીતે દેશઘાતી રસસ્પર્ધકનો બંધ, અનિવૃત્તિ બાદર નામના નવમા ગુણઠાણામાં સંખ્યાત બહુભાગ વીત્યા પછી જ થતો હોવાથી તે પૂર્વે મતિજ્ઞાન આદિને પ્રાદુર્ભાવ થવાની સંભાવના રહેશે નહિ. જે આ રીતે મતિજ્ઞાનઆદિને અભાવ થઈ જાય તે પછી મતિજ્ઞાન આદિના બળથી પ્રાપ્ત થનારી નવમાં ગુણઠાણાની અવસ્થાને લાભ થશે નહિ, ટુંકમાં નવમાં ગુણઠાણાની અવસ્થા પ્રાપ્ત થાય તે મતિજ્ઞાનાદિ થાય અને મતિજ્ઞાનાદિ પ્રાપ્ત થાય તે નવમુ ગુણઠાણું પ્રાપ્ત થાય. આ રીતે અન્યોન્યાશ્રય દેષ લાગુ પડશે તો મતિજ્ઞાન આદિને મૂલથી જ અભાવ થઈ જવાનું અનિષ્ટ આવી ઊભું રહેશે. . સરૈવ તા ૨. વચનાન્યથા ત રૂ. વાંઢામ ર્તિ ત ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy