SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપશમ પ્રક્રિયા पदेऽपि द्विस्थानकरसस्यैव सम्भवात् । शुभानामपि प्रकृतीनां अत्यन्तशुद्धौ वर्तमानश्चतुःस्थानकमेव रसं बध्नाति । ततो मन्दमन्दतरविशुद्धौ तु त्रिस्थानकं द्विस्थानकं वा । संक्लेशाद्वायां वर्तमानस्तु शुभप्रकृतिरेव न बध्नातीति कुतः तद्गतरसस्थानकचिन्ता !। यास्तु अतिसंक्लिष्टे मिथ्यारष्टौ नरकगतिप्रायोग्या वैक्रियतैजसाद्याः शुभप्रकृतयो बन्धमायान्ति तासामपि तथास्वाभाव्यात् जघन्यतोऽपि द्विस्थानक एव रसो बन्धमायाति नैकस्थानक 'इति ध्येयम् । ननु उत्कृष्टस्थितिमात्र संक्लेशोत्कर्षेण भवति, ततो यरेवर अध्यवसायैः शुभप्रकृतीनां उत्कृष्टा स्थितिर्भवति तैरेव एकस्थानकोऽपि रसः किं न स्यादिति चेत् ? उच्यते-इह हि प्रथमस्थितेरारभ्य समयवृद्धया असंख्येयाः स्थितिविशेषा भवन्ति । एकैकस्यां च स्थितौ असंख्येया અત્યંત વિશુદ્ધ અધ્યવસાયમાં જીવ જ્યારે વર્તતે હોય ત્યારે જે શુભ પ્રકૃતિ બંધાય છે, તેમાં ચારઠાણિઓ રસ જ બંધાય છે. વિશુદ્ધિ મંદ હોય તે ત્રણ કાણિઓ અને અતિસંદ હોય ત્યારે બેઠાણિઓ રસ જ બંધાય છે. અત્યંત સંકિલષ્ટ અધ્યવસાયના કાળમાં જે શુભપ્રકૃતિઓ બંધાતી હોય તો તો તેમાં એકઠાણિઓ ૨સ બંધાવાની સંભાવના થઈ શકે, પણ તે વખતે શુભપ્રકૃતિઓ બંધાતી જ નથી તે પછી એના રસસ્થાનનો વિચાર જ શું કરવાનો? જો કે, મિથ્યાષ્ટિ જીવ અતિસંકુલેશ કાળમાં નરકગતિ યોગ્ય કર્મો બાંધી રહ્યો હોય ત્યારે વૈક્રિય શરીરનામકર્મ કે તેજસ શરીરનામકર્મ વગેરે શુભ પ્રકૃતિઓ બાંધે છે ખરો છતાં પણ સ્વભાવવૈચિત્ર્યના કારણે તેમાં ઓછામાં ઓછો પણ બેઠાણિઓ જ રસ બાંધે છે નહિ કે એકઠાણિઓ. આ વાત બરાબર વિચારીને સમજવી. પ્રશ્ન – એક આયુષ સિવાય કઈ પણ શુભ કે અશુભ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉગ્ર સંકુલેશના કારણે થાય છે. તે જે સંકિલષ્ટ અધ્યવસાયથી શુભ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય તે અધ્યવસાયથી શુભ પ્રકૃતિને બેઠાણીઓ જ રસ બંધાય પણ એકઠાણીઓ રસ કેમ ન બંધાય? જ્યારે સંકલેશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે શુભ પ્રકૃતિમાં ઓછામાં ઓછો રસ બંધાવાનો નિયમ છે જ ! ઉત્તર – એક સમયે એક સાથે જે કર્મ દળ બંધાય છે તે જે સમયથી સંભવતઃ ઉદયમાં આવવાનું હોય તે સમયે તમામ કર્મળ એક સાથે ઉદયમાં આવી જતું નથી. પરંતુ થોડું કર્મ દળ પ્રથમ સમયે, ડું કર્મદળ બીજા સમયે એમ એક એક સમય આગળ વધતાં કુલ અસંખ્ય સમયમાં ઉદયમાં આવે તેવું બંધાય છે. તે તે સમયે સંભવતઃ ઉદયમાં આવનારું કર્મળ તે એક એક સ્થિતિ કહેવાય છે. દરેક કર્મની આવી અસંખ્ય સ્થિતિ હોય છે. દરેક સ્થિતિમાં રહેલા કર્માણુઓ જુદા જુદા રસસ્પર્ધકના અસંખ્ય સમુદાયમાં વહેંચાઈ જાય છે. અર્થાત દરેક કર્મમાં જે અનંતાનંત રસસ્પર્ધકે હોય છે તેના કુલ અસંખ્ય સમુદાય હોય છે. તો હવે જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી હોય ત્યારે પ્રત્યેક સ્થિતિમાં જે રસસ્પર્ધકોના અંસખ્ય સમુદાય છે તે બધા બેઠાણ આ ૨. કૃતિ / નનું સ. ૨. જૈવ કુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy