SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આવરણ-અનાવરણ चैतन्यस्य आवृतानावृतत्वे विवरणाचार्यमतस्य निरास: (५) ये तु 'चिन्मात्राश्रय-विषयमज्ञानम्' इति विवरणाचार्यमतायिनो वेदान्तिनस्तेषां एकान्तवादिनां महत्यनुपपत्तिरेव, अज्ञानाश्रयत्वेन अनावृतं चैतन्यं यत् तदेव तद्विषयतयाऽऽवृत. मिति विरोधात् । न च 'अखण्डत्वादि अज्ञानविषयः, चैतन्य तु आश्रयः' इत्यविरोधः; अखण्डत्वादः, चिद्रूपत्वे भासमानस्य आवृतत्वायोगात् , अचिद्रुपत्वे च जडे आवरणायोगात् । 'कल्पितभेदेन अखण्डत्वादि विषय' इति चेत् १ न, भिन्नावरणे चैतन्यानावरणात् । 'परमार्थतो नास्त्येव आवरणं चैतन्ये, कल्पित तु शुक्तौ रजतमिव तत् तत्र अविरुद्धम् । આને એ પરમાર્થ ફલિત થાય છે કે સૂર્ય અને ચન્દ્ર મેઘ વડે અત્યંત આચ્છાદિત થાય તે પણ દિવસ–રાત્રીની ભેદરેખા સ્પષ્ટ કરનાર અલ્પ પ્રકાશ પ્રગટ રહે છે. તો એ જ રીતે ઘન કેવળજ્ઞાનાવરણ હોવા છતાં પણ, પુદ્ગલ વગેરે અન્ય દ્રવ્યોથી જીવની ભિન્નતા ટકાવી રાખનાર શૈતન્યની માત્રાને સદા આર્વિભાવ માનવો આવશ્યક છે. કેઈ એવી શંકા કરે કે એક જ જીવવ્યક્તિમાં આવૃતપણું અને અનાવૃતપણું, આ બે વિરોધાભાસી ધર્મો શી રીતે ઘટી શકે? તે આ શંકાને એ રીતે રગદોળી શકાય છે કે જૈન દર્શનમાં એકાંતવાદ નથી. કિન્તુ અનેકાંતવાદ છે. તે એવી રીતે કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી આવૃત જીવ અને અનાવૃત જીવ ભિન્ન–ભિન્ન પર્યાયરૂપ હોવાથી તેમાં એ બેનું ઐક્ય સંભવિત નથી પરંતુ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી અનંત બહુભાગની અપેક્ષાએ જીવના સ્વભાવમાં આવૃતપણું અને એક અનંતમાભાગની અપેક્ષાએ અનાવૃતપણું એમ બન્ને એક જ જીવમાં સંભવી શકે છે. (વિવરણાચાર્યના, ચૈતન્યમાં આવૃત-અનાવૃત ઉભયરૂપતા પક્ષનું નિરસન) (૫)વેદાંતદર્શનમાં જે વિવરણચાર્ય મતના અનુયાયીઓ છે તેઓ એવું માને છે કે અવિદ્યા એટલે કે ભાવાત્મક અજ્ઞાનનો વિષય પણ રચતન્ય છે અને આશ્રય પણ ચિતન્ય છે. [ વેદાંત મતમાં ચીતન્ય અજ્ઞાનને વિષય હોવાનું બધાને માન્ય છે, કિન્તુ વાચસ્પતિ મિશ્રના મતે અજ્ઞાનનો આશ્રય જીવ મનાય છે જ્યારે વિવરણાચાર્યના મતે ચૈતન્ય (બ્રહ્મ)ને જ અજ્ઞાનને આશ્રય પણ માન્યું છે.] પણ આ વેદાંતીઓ (વિવરણાચાર્યાનુયાયીઓ) જ્યાં સુધી એકાંતવાદી છે ત્યાં સુધી તેઓને એક મોટી આપત્તિ છે–રૌતન્ય અજ્ઞાનને આશ્રય છે એટલા માટે એ આવૃત છે એમ નહી– અર્થાત્ અનાવૃત છે. પણ એ અજ્ઞાનના વિષયભૂત પણ છે એટલા માટે આવૃત છે. અર્થાત્ એક જ ચૈતન્યમાં અજ્ઞાનની આશ્રયતાથી અનાવૃતપણું અને અજ્ઞાનની વિષયતાથી આવૃતપણું, આ બન્ને એક ઠેકાણે માનવામાં એકાંતવાદીઓને સ્પષ્ટ વિરોધ પ્રાપ્ત થાય છે. - પૂર્વપક્ષ :- ચૈતન્ય અજ્ઞાનનો આશ્રય છે, કિન્તુ એને વિષય નથી. વિષય તે ચિદરૂપની અખંડતા છે. કારણ કે અજ્ઞાન હોવા છતાં પણ તન્યનું કુરણ થાય છે જ્યારે અખંડતાનું અંકુરણ થતું નથી. તાત્પર્ય, આવૃતત્વ અખંડત્વમાં છે અને અનાવૃતત્વ મૈતન્યમાં છે. તે વિરોધ કયાં રહ્યો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy