SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જ્ઞાનબિન્દુ स्याऽभ्युपगमाञ्च । 'न हि तस्य तत्र भासमानवैशिष्ट्यप्रतियोगिताज्ञानत्वमेव विशि(ष्ट्य १) ष्टज्ञानत्वं वक्तुं शक्यम् , दण्डपुरुषसंयोगा इति समूहालम्बनेऽतिप्रसङ्गात् । न च भासमानं यद्वैशिष्ट्यप्रतियोगित्वं' (तन्निरूपकात(१पक) ज्ञानत्वमेव तथा, 'दण्डपुरुषसंयोगप्रतियोगित्वानुयोगित्वानी ति ज्ञाने दण्डविशिष्ट ज्ञानत्वापत्तेः । न च स्वरूपतो भासमानमित्याद्युक्तावपि निस्तारः, प्रतियोगित्वादेरतिरिक्तत्वे प्रकारित्वादेर्ज्ञाननिष्ठस्य कल्पनाया एव लघुत्वात् । अनतिरेके तु दण्डदण्डत्वानिर्विकल्पकेऽपि दण्डादिविशिष्टज्ञानत्वापत्तेः । ચક્ષુથી ગ્રહણગ્ય એવા ઘટપટાદિ વિના અંશમાં જ દર્શનનો વ્યવહાર ફલિત થશે, વર્તમાનકાળાદિ પદાર્થો ચક્ષુગ્રહણયોગ્ય ન હોવાથી તે તે અંશમાં દર્શનત્વને વ્યવહાર થવાની આપત્તિ રહેતી નથી. માનસશાનમાં જે વિષયતાવિશેષ છે તે ભાવનાવિશેષથી અવરિચ્છન્ન જનકતાથી વિશિષ્ટ એવા મને ગ્રાહ્ય પદાર્થથી નિરૂપિત જે માનસજ્ઞાનનિષ્ઠ જન્યતા, તેને અવચ્છેદક છે. તેથી જે અંશમાં માનસજ્ઞાન ભાવનાજન્ય નહિ હોય તે તે અંશમાં માનસદર્શન કે માનસ સાક્ષાત્કાર થવાની આપત્તિ નહિ આવે. કેવળજ્ઞાનમાં જે વિષયતાવિશેષ છે તે સર્વાશ આવરણક્ષયમાં રહેલી જનકતાથી નિરૂપિત જન્યતાનો અવરછેદક છે. તેથી કેવળજ્ઞાનના વિષયભૂત તમામ અંશેમાં દર્શનત્વને વ્યવહાર સરળતાથી થઈ શકશે. અવધિજ્ઞાનમાં યોગ્યતાવિશેષજન્યતાવચ્છેદકરૂપ વિષયતાવિશેષ છે. તેથી અવધિજ્ઞાનને યોગ્ય તમામ પદાર્થોના વિષયમાં અવધિદર્શનને વ્યવહાર થઈ શકશે. [ સ્વતઃ વિશેષતાશૂન્ય જ્ઞાનમાં વિષયતાવિશેષ હોઈ શકે?] શંકા - એક ન્યાય પ્રસિદ્ધ છે કે બુદ્ધિએમાં સ્વતઃ કેઈ વિશેષતા હોતી નથી, કિન્તુ વિષયભૂત અર્થના પ્રભાવે જ બુદ્ધિઓમાં વિશેષતા હોય છે. તે હવે જ્ઞાન અને દશનના વિષયભૂત અર્થમાં જે સમાનતા હોય તે પછી જ્ઞાનમાં વિષયતાવિશેષની સિદ્ધિ કઈ રીતે થશે? ઉત્તર :- આવી શંકા કરવાની જરૂર નથી. કારણ કે જ્ઞાનમાં અર્થનુરૂપ આકારની કલ્પનાની જેમ અર્થમાં પણ જ્ઞાનાનુરૂપ સ્વભાવની કલ્પનાને સંપૂર્ણ અવકાશ છે. તથા કેટલાક યાયિક વિદ્વાનો અર્થ એકસરખા હોવા છતાં સમૂહાલમ્બન જ્ઞાન કરતાં વિશિષ્ટજ્ઞાનને જુદું પાડવા માટે જ્ઞાનમાં પ્રકારિતા નામની વિશેષતાનો સ્વીકાર કરે છે, તેથી ચાક્ષુષજ્ઞાન આદિમાં વિષયતાવિશેષરૂપ દર્શનત્વ માનવામાં કઈ ક્ષતિ નથી. [વિશિષ્ટજ્ઞાનના લક્ષણ પર ઊહાપોહ] પૂર્વપક્ષી :- અમારે વિશિષ્ટ જ્ઞાનમાં પ્રકારિતા વિશેષ માનવાની કોઈ જરૂર નથી. દડ આદિનું પુરુષ આદિમાં વિશિષ્ટ્રય ભાસતું હોય તેવા ભાસમાન વૈશિટ્સના પ્રતિવેગીભૂત દસ્ક આદિને વિષય કરનારું જે જ્ઞાન, તે જ વિશિષ્ટજ્ઞાન છે. “દઠ અને પુરુષ” આવા સમૂહાલમ્બનજ્ઞાનમાં સંયોગરૂપ વિશિષ્ટ્રય ભાસતું ન હોવાથી વિશિષ્ટજ્ઞાનમાં અલગતા જળવાઈ રહેશે. १. न हि भास अ ब । २. योगिनो ज्ञा त। ३. मेव निरूपकविशिष्टज्ञान इति पाठान्तरम् । ४. તત જ્ઞાનરામેતિ પાઠાન્તરમ્ | ૬. જ્ઞાનાવત્તઃ ૪ ૬. શલ્પ ઇer 1 થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy