SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્વયભેદભેદચર્ચા ૧૮૭ (१६६) यदि च चाक्षुषादावपि ज्ञानसामग्रीसामर्थ्यग्राह्यवर्तमानकालायंशे मितिमात्राद्यशे च न दर्शनत्वव्यवहारस्तदाविषयताविशेष एव दर्शनत्वम् । स च क्वचिदंशे योग्यताविशेषजन्यताऽवच्छेदकः, क्वचिच्च भावनाविशेषजन्यताऽवच्छेदकः, केवले च सर्वाशे आवरणक्षयजन्यताऽवच्छेदक इति प्रतिपत्तव्यम् । न च 'अर्थेनैव धियां विशेष इति (न्या०कु० ४-४) न्यायादर्थाऽविशेष ज्ञाने विषयताविशेषाऽसिद्धिः' इति शङ्कनीयम् , अर्थेऽपि ज्ञानानुरूपस्वभावपरिकल्पनात् , अर्थाऽविशेषेऽपि परैः समूहालम्बनाद्विविशिष्टज्ञानस्य व्यावृत्तये प्रकारिताविशेष. એ બરાબર નથી. જે એવો નિયમ માનીએ તો પછી ચક્ષુ અને મનના જ અર્થાવગ્રહની પૂર્વે દર્શને પગ હોય અને શ્રોત્રાદિ ઇદ્રિયોના અવગ્રહ પૂર્વે ન હોય આવો ભેદ કઈ રીતે શ્રદ્ધા પાત્ર બને? સારાંશ—ઉપર દર્શાવેલા કારણથી એ સિદ્ધ થાય છે કે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે પ્રરૂપેલા નવીનમતમાં કેઈપણ અવસ્થામાં જ્ઞાન કરતા દર્શનને કાળભેદ નથી. એટલે દર્શનની એ વ્યાખ્યા ફલિત થાય છે કે સ્વગ્રાહ્યતાવ છેદકાવ છેદેન વ્યંજનાવગ્રહઅવિષયકૃત અર્થનું પ્રત્યક્ષ એ જ દર્શન છે. પહેલા તે “વ્યંજનાવગ્રહ. પ્રત્યક્ષ એટલું જ કહેલું, પણ મન:પર્યવજ્ઞાનમાં અતિવ્યાપ્તિ ન થાય તે માટે હવે “સ્વગ્રાહ્યતાવચ્છેદન” એટલું વધારામાં જેડયું છે. [ દર્શનત્વ વિષયતાવિશેષરૂપ ] (૧૬૬) પૂર્વે એકવાર ઉપાધ્યાયજી મહારાજ કહી ગયા છે કે જ્ઞાનગત વિષયતાવિશેષ એ જ દર્શનત્વરૂપ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે કહે છે કે જે ચાક્ષુષ આદિ જ્ઞાનમાં પણ જ્ઞાનજનક સામગ્રીના સામર્થ્યથી ગૃહીત થનારા વર્તમાનકાલ આદિ અંશમાં અથવા જ્ઞાનમાત્ર અંશમાં દર્શનત્વનો વ્યવહાર માન્ય ન હોય તે છેવટે વિષયતાવિશેષરૂપ જ દર્શનત્વ માની લેવું જોઈએ. સ્પષ્ટતા - ચાક્ષુષ આદિ જ્ઞાનની સામગ્રીથી જ્યારે “પુન ઘટઃ' એવું જ્ઞાન થાય ત્યારે ઘટ ચક્ષુઈન્દ્રિયનો વિષય હોવાથી ઘટાશમાં એ જ્ઞાનને દર્શનાત્મક માનવામાં કઈ વાંધો નથી, પરંતુ વર્તમાનકાલ વગેરે પદાર્થો-કે જે ચક્ષુઈન્દ્રિયના વિષયભૂત નથી તેવા વિષેના અંશમાં ચાક્ષુષદર્શન કઈ રીતે માની શકાય? તે સવાલ છે. બીજુ, જ્ઞાન સ્વપ્રકાશક છે તે વાદમાં ચક્ષુઈન્દ્રિયગ્રાહ્ય બાહ્યવિષયોની સાથે સાથે તે વિષયના જ્ઞાનનું પણ ભાન થઈ જાય છે. કિન્તુ જ્ઞાન ચક્ષુઈન્દ્રિયનો વિષય ન હોવાથી તેમાં ચાક્ષુષદર્શનને વ્યવહાર કઈ રીતે થઈ શકે ? આ પણ સવાલ છે. આ બે સવાલના કારણે ચાક્ષુષજ્ઞાનમાં વર્તમાનકાલ આદિ અંશે ચક્ષુદનવનો વ્યવહાર સ્વીકારપાત્ર થઈ શકે તેમ ન હોવાથી વિષયતાવિશેષરૂપે દર્શન માનવું તે ઉચિત છે. [વિષયતાવિશેષના ભિન્ન ભિન્ન અવચ્છેદ્ય ] આ વિષયતાવિશેષ જુદા જુદા જ્ઞાનમાં જુદો જુદો છે. ચાક્ષુષજ્ઞાનમાં જે વિષયતાવિશેષ છે, તે ગ્યતાવિશેષથી અવછિન્ન જનકતાથી વિશિષ્ટ એવા બાહ્ય ઘટપટાદિ પદાર્થોથી નિરૂપિત જે ચાક્ષુષજ્ઞાનનિષ્ઠ જન્યતા, તેને અવચ્છેદક છે. આમ કહેવાથી માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy