SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જ્ઞાનબિંદુ पयोगत्वेन हेतुत्वे तु चक्षुष्येव दर्शनं नान्यत्रेति कथं श्रद्धेयम् १ । तस्माच्छ्रीसिद्धसेनोपज्ञनव्यमते न कुत्राऽपि ज्ञानादर्शनस्य कालभेदः। किन्तु स्वग्राह्यतावच्छेदकावच्छेदेन व्यञ्जनावग्रहाऽविषयीकृतार्थप्रत्यक्षत्वमेव दर्शनमिति' फलितम् । પૂર્વેક્ષણમાં ચક્ષુથી ચક્ષુદર્શન અને મનથી અચક્ષુદર્શનનો આવિર્ભાવ થાય છે. એ જ રીતે અવધિજ્ઞાનપયોગની પૂર્વ ક્ષણમાં અવધિદર્શનને આવિર્ભાવ થાય છે.” ટીકાકારની આ વ્યાખ્યા વિશે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ વ્યાખ્યા અર્ધજરતીયન્યાયનું અનુકરણ કરી રહી છે. મૂળગ્રંથકારને સર્વ અવસ્થામાં જ્ઞાન અને દર્શનને અભેદ ઈબ્દ છે ત્યારે કેવલી અવસ્થામાં જ જ્ઞાન-દર્શનનો અભેદ માનવો અને છદ્મસ્થ અવસ્થામાં ન માનવો એ જ અર્ધજરતીયપણું છે. જે ટીકાકારને પ્રાચીનોના મતમાં એટલે કે જ્ઞાન-દર્શનની ભિન્નતાના મતમાં થેડી પણ કુણી લાગણી હોય અને એટલા માત્રથી છદ્મસ્થ અવસ્થામાં ચક્ષુ આદિ મતિજ્ઞાનની પૂર્વક્ષણમાં સ્વતંત્રપણે દર્શનનું અસ્તિત્વ સ્વીકારવાને રસ હોય તો પછી શ્રોત્રાદિજ્ઞાનના વ્યંજનાવગ્રહની પૂર્વે પણ દર્શનનો સ્વીકાર કર્યા વિના છુટકે નથી. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહની વચમાં નથી તે દર્શનને અનુભવ થતો કે નથી એવો શાસ્ત્રકારોએ નિર્દેશ કર્યો. શ્રી નંદિસૂત્રકાર તો અસંખ્ય સમયભાવિ વ્યંજનાવગ્રહની છેલ્લી ક્ષણમાં “હે “દુરિ રે ઈત્યાદિ સૂત્રથી અર્થાવગ્રહની ઉત્પત્તિને જ નિર્દેશ કર્યો છે, નહિ કે દર્શનનો. તથા વ્યંજનાવગ્રહની પૂર્વેક્ષણમાં દર્શનની કલ્પના કરવી તે અત્યંત અનુચિત છે. કારણ કે એ જાતનું દર્શન ઈન્દ્રિય–અર્થ સંન્નિકર્ષ કરતાં પણ અત્યંત તુચ્છ કોટિનું બની જાય છે. ઈન્દ્રિયાર્થસંન્નિકર્ષને તો ઉપચારથી જ્ઞાન કહ્યું છે, વાસ્તવમાં તો એ જડ છે. હવે એનાથી પણ ઉતરતી કક્ષામાં દર્શન માનીએ તો તેમાં ઉપયોગરૂપતા કઈ રીતે મનાય? તદુપરાંત એ પણ વિચારણીય છે કે કેઈપણ પ્રમાણ વિના જે અપ્રાપ્યકારિઇન્દ્રિયજન્યનાનસ્થળમાં દર્શનની કલ્પના થઇ શકે તે પ્રમાણ વિના જ પ્રાકારિઇનિદ્રયજન્યજ્ઞાન પૂર્વે પણ દર્શનની કલ્પના થઇ શકે છે. છતાં પણ એ ન કરવી હોય તે પછી અપ્રાપ્યકારિસ્થળમાં એવી કલ્પના પ્રમાણબાહ્ય બની જાય છે. ઉપરાંત સંમતિગાથા ૨-૨૫ “નામ”ની સાથે વિરોધ પણ થશે. કારણ કે એ ગાથામાં જ્ઞાનથી અભિન્નપણે જ દર્શનનું નિરૂપણ કરાયેલું છે. તથા ગ્રંથકારને સ્વરસ પણ એમાંજ છે, કારણ કે સુર્વદ્રિપાડ્યાતિઃ (જુઓ પૃષ્ઠ ૨૫૮) ઈત્યાદિ સ્તુતિગ્રંથમાં પણ આ જ મૂલગ્રંથકારે જ્ઞાન અને દર્શનને છદ્મસ્થપણામાં પણ અભિન્ન જણાવ્યું છે. જે “નાળામપુ એ શ્લોકથી માત્ર કેવલીના ઉપયોગમાં જ અભિન્ન પણ સમજવાનું હોય તે આ સ્તુતિગ્રંથ સાથે એકવાક્યતા જળવાઈ રહે નહિ. બને ગ્રંથ એકકતૃક હોવાથી તેમાં એકવાકયતા જાળવવી આવશ્યક છે. તેથી એ સાબિત થાય છે કે નાનry..ઇત્યાદિ ગાથાથી છદ્મસ્થ અવસ્થામાં પણ જ્ઞાનથી અભિનપણે દર્શનના નિરૂપણમાં સંમતિકારને પોતાને રસ છે. જે એમ કહે કે “છદ્મસ્થના જ્ઞાન પયગમાં દર્શનોપયોગ હેત હોવાનો નિયમ છે. તે ૧. નિતિ યુ વરે જ થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy