SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ , જ્ઞાનબિંદુ બધે જ જે આ ન્યાય લાગુ પાડવા જઈએ તે પહેલાં કહ્યું તેમ ઘણે ઠેકાણે અતિપ્રસંગ થવાનો સંભવ છે. જૈન સિદ્ધાંતની આ જ ખુબી છે કે ક્યાં ક અર્થ ગ્રહણ કરે એ માટે નિક્ષેપ પદ્ધતિ અપનાવવામાં આવી છે. એના વિના આગમમાં અનેક ઠેકાણે અપ્રસિદ્ધ અર્થમાં ચાલુ શબ્દોની પદવૃત્તિનું અવધારણ શક્ય નથી. કહેવું એ છે કે કેઈપણ પદના પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ અનેક અર્થે હોઈ શકે છે. એટલા માટે શાસ્ત્ર પદોના અર્થ કરતી વખતે સૌથી પહેલાં તે આ પદ કયે કયે ઠેકાણે કયા કયા અર્થમાં વપરાય છે તેને વિચાર પ્રથમ કરે પડે છે. તેનું જ નામ નિક્ષેપ. આ વિચાર કરવાથી જ તે જાણી શકાય છે કે પ્રસ્તુત પ્રકરણમાં અમુક પદ અમુક અર્થમાં વપરાયેલું છે. માટે જ પ્રાચીન ગ્રંથોમાં કહ્યું છે કે અપ્રસ્તુત અર્થને દૂર કરીને પ્રસ્તુત અર્થને ગ્રહણ કરીને નિક્ષેપ ફળવાન થાય છે. [મતિજ્ઞાનાદિની ૬૬ સાગરોપમસ્થિતિનો પારિભાષિક અર્થ ]. ઉપાધ્યાયજી મહારાજ પ્રસંગથી એક બીજી વાત કરે છે કે લબ્ધિની અપેક્ષાએ જેમ ચા નાનાતિ ઈત્યાદિ પ્રયોગ ઘટી શકે નહિ તે જ રીતે લબ્ધિની અપેક્ષાએ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન ૬૬ સાગરોપમની સ્થિતિવાળા છે એમ કહેવું એ પણ સહેલું નથી. કારણ કે લબ્ધિ એટલે ક્ષયોપશમ અને એ કાંઈ ૬૬ સાગરોપમ સુધી એકનો એક રહેતું નથી પરંતુ બદલાયા જ કરે છે. એકનો એક નહિ રહેવાનું કારણ એ છે કે ક્ષપશમ હંમેશા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને સાપેક્ષ હોય છે. આ દ્રવ્ય, ક્ષેત્રાદિ ૬૬ સાગરોપમ સુધી એકના એક રહેતા નથી પણ બદલાયા કરે છે, તેથી નવા નવા ક્ષપશમની પરંપરા ચાલુ રહેતી હોવાનું બધાને માન્ય છે માટે ૬૬ સાગરોપમની સ્થિતિને પારિભાષિક અર્થ નીચે પ્રમાણે સમજવો. એક જીવની અપેક્ષાએ, અજ્ઞાન સિવાયની બીજી કઈ વિરોધી સામગ્રીનું સમવઘાન (વ્યવધાન) ન હોય એવી ૬૬ સાગરોપમની પ્રત્યેક ક્ષણોમાં જેના સજાતીયની ઉત્પત્તિ ચાલુ હોય અને ૬૬ સાગરોપમથી વધુ એક પણ ક્ષણમાં જેના સજાતીયની ઉત્પત્તિ ન હોય તેવા ક્ષપશમવાળું મતિજ્ઞાન કે સમ્યગદર્શન તે ૬૬ સાગરોપમની રિથતિવાળું કહેવાય. આ વ્યાખ્યામાં “એક જીવની અપેક્ષાએ” એમ કહેવું જ જોઈએ, નહિ તો જુદા જુદા જીવોની અપેક્ષાએ તે મતિજ્ઞાનાદિ અનાદિ-અનંત હોવાથી ૬૬ સાગરોપમની સ્થિતિ ઘટે નહિ. “૬૬ સાગરોપમની પ્રત્યેક ક્ષણમાં એમ કીધું એટલે છુટક છુટક એક બે સાગરોપમના કાળના સરવાળાથી જે ૬૬ સાગરોપમસ્થિતિ થાય તે અહીં લેવાની નથી તેમ સૂચવ્યું, કારણ કે એ તે અવધિજ્ઞાનાદિમાં પણ ઘટી શકે. વચમાં જે મિથ્યાત્વના ઉદયરૂપ વિરોધી સામગ્રી આવી જાય તે મતિજ્ઞાન આદિના ક્ષયોપશમમાં પણ ૬૬ સાગરોપમની સ્થિતિ ઘટે નહિ. માટે વિરોધી સામગ્રીનું સમવધાન ન હોય એમ કીધું છે. અર્થાત્ નિરંતરપણે ૬૬ સાગરોપમપણે ઉત્પત્તિ ચાલુ હોય તેનું જ ગ્રહણ થઈ શકે. જો કે સમ્યગદર્શનની હાજરીમાં પણ શક્તિમાં રજતનો ભ્રમ અથવા રજજમાં સપને ભ્રમ સંભવી શકે છે. અને એ મિથ્યાત્વના ઉદયકાળમાં વિરોધી પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy