SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલભેદભેદચર્ચા क्रमवादिकृतागमविरोधादिपरिहारस्य दूषणम् (१३५) क्रमवादे ज्ञानदर्शनयोरपर्यवसितत्वादिकं नोपपद्यत इति यदुक्तं तत्राक्षेपमुट्टङ्कय સમાધજે– 'भग्णइ जह चउनाणी जुज्जइ णियमा तहेव एथं पि । મારૂ જ પંચન દેવ બર તહેવં પિ” (મતિરાશ૧) શબ્દમાં નિયમાવપરિત્ત આ રીતે અવગ્રહની કલ્પનાથી “પત્તિ' શબ્દનું ગ્રહણ કરીને જે રીતે વ્યાખ્યા કરી છે તેનું ઉદ્ધરણ અભયદેવસૂરિ મહારાજે પોતાની ટીકામાં કર્યું છે તે જ વાત ઉપાધ્યાયજી મહારાજ રજુ કરતાં કહે છે કે – [ અક્રમભેદવાદીમતે દશનમાં અનંતત્વનું ઉપપાદન ]. અક્રમિકે પગઢયવાદી આ ગાથાના ઉત્તરાર્ધમાં “'કારને ઉમેરો કરી પરત્ત એ શબ્દ લઈ પોતાની વ્યાખ્યા આ રીતે રજુ કરે છે, કે- દર્શન અનંત હોવાનું (પૂર્વાર્ધમાં) કહ્યું તે અમારી પ્રતિજ્ઞા છે. તેને હેતુ આ છે કે સાકારે એટલે કે વિશેપગામિ જે સામાન્ય તેનું જે ગ્રહણ તે દર્શન, આ દર્શનને એક નિયમ છે કે જેટલા વિશેષ પદાર્થો છે તેટલા જ સામાન્ય છે. એ સામાન્ય ચાહે જાતિરૂપ હોય, અખંડ ઉપાધિરૂપ હોય કે પછી સખંડ ઉપાધિરૂપ હોય (સકળ ઘટમાં ઘટવરૂપ સામાન્યને જાતિરૂપ માનવામાં કોઈ વાંધો નથી. પણ સકળ મૂર્ત પદાર્થોમાં રહેલા મૂર્તરૂપ સામાન્યને જાતિરૂપ માનવામાં સાંકર્યદેષ બાધક છે. માટે મૂર્તવને સખંડ ઉપાધિરૂપ સામાન્ય માનવું જોઈએ. જે સામાન્ય અનેક પદાર્થના સંયોજનરૂપ હોય તેને સખંડ ઉપાધિ કહેવાય દા. ત. ક્રિયાવિશ્વ એટલે ક્રિયા અને એને કિયાવાન સાથેનો સંબંધ એમ અનેકતા છે. સકળ ભાવપદાર્થમાં ભાવવ અને સકળ અભાવમાં અભાવત્વ તે અખંડ ઉપાધિરૂપ સામાન્ય છે, કે જે જાતિ આદિમાં પણ રહેતું હોવાથી જાતિરૂપ માની શકાય તેમ નથી.) કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનના વિષયભૂત જેટલા વિશે છે તેટલા જ દર્શનના વિષયભૂત સામાન્ય છે. આ જ સાકારમાં દર્શનનો નિયમ થયે. આ નિયમરૂપ હેતુથી સિદ્ધ થાય છે કે કેવળજ્ઞાનની જેમ કેવળદર્શન પણ અપરિત્ત અર્થાત્ અનંત છે. (અહીં જે નિયમ દર્શાવ્યો કે જેટલા વિશેષ છે તેટલા સામાન્ય છે તેની સ્પષ્ટતા એ છે કે દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે જેટલા વિશેષ તો છે તેટલા જ દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ વગેરે સામાન્ય તો છે જ.). (૧૩૫) પૂર્વે જે કહ્યું છે કે કેમવાદપક્ષમાં ભિન્ન ભિન્ન જ્ઞાન દર્શનમાં અપર્યવસિતત્વ, જ્ઞાતદષ્ટભાષિત્ર, વગેરે ઘટતું નથી. તેની સામે કમવાદી જે પ્રતિપક્ષની રજુઆત કરે છે તેને હવે પછીની ગાથામાં, પૂર્વાર્ધથી ઉલેખ કરીને ઉત્તરાર્ધમાં તેના પ્રતિ કારરૂપે સમાધાન કરતા સંમતિકાર કહે છે કે– (ક્રમવાદી તરફથી) “કહેવામાં આવે છે કે ચતુર્ણાનીપણું જેમ અવશ્યમેવ ઘટે છે તેમ આ પણ. (અપર્યવસિતત્વ વગેરે પણ ઘટી શકે છે) - (અભેદવાદી તરફથી) કહેવાય છે કે પંચજ્ઞાનીપણું જેમ અરિહંતમાં ઘટતું નથી તેમ આ પણ (અપર્યવસિતત્વ વગેરે પણ ઘટતું નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy