SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~ ~ ~ ~ કેવલદ્ધભેદભેદચર્ચા ૧૩૮ प्रसङ्गात् । न च अणुना मनसा यदा यदिन्द्रियसंयोगस्तदा तज्ज्ञानमिति क्रमः परवाद्यभिमतोऽपि युक्तिमान् , सर्वाङ्गीणसुखोपलम्भाद्युपपत्तये मनोवर्गणापुद्गलानां शरीरव्यापकत्व'कल्पनात् , सुषुप्तौ ज्ञानानुत्पत्तये त्वङ्मनायोगस्य ज्ञानसामान्ये हेतुत्वेन रासनकाले त्याच-रासनोभयोत्पत्ति वारणस्य इत्थमप्यसम्भवाच्च । ततो युगपदनेकप्रत्ययानुत्पत्तौ स्वभाव एव कारणं नान्यत् । सन्निहितेऽपि च द्वयात्मके विपये सर्वविशेषानेव केवलज्ञानं गृह्णाति, सर्वसामान्यानि च केवलदर्शनमिति स्वभाव एवानयोरिति । પ્રતીતિ ઉદ્દભવી શકે નહિ. જેમ કે ચાક્ષુષ જ્ઞાન થાય ત્યારે શ્રોત્રજ્ઞાનનો ઉદ્દભવ થવાનું કયાંય દેખાતું નથી. જે અહીં એમ માનો કે ચાક્ષુષ જ્ઞાનકાળે શ્રોત્રજ્ઞાન આવૃત હવાથી ઉદ્દભવતું નથી, તે તે બરાબર નથી. કારણ કે શ્રોત્રજ્ઞાન જે આવૃત હેવાથી ચાક્ષુષ જ્ઞાનકાળે ઉત્પન્ન ન થવાનું કહીએ તો પછી પિતાને ઉત્પન્ન થવાના સમયે ‘પણ તે ઉત્પન્ન થઈ શકશે નહિ. કેમકે તે સમયે પણ તે આવૃત જ છે. અન્ય નૈયાયિક વગેરે વાદીઓ અહીં એમ કહે છે કે “મન અણુ છે એટલે જ્યારે જે ઈન્દ્રિય સાથે સંયોગ થાય ત્યારે તે તે ઈન્દ્રિયોથી ક્રમશઃ તે તે જ્ઞાન ઉત્પન્ન થાય.” પણ આ રીતે અન્યવાદીઓએ કરેલ ક્રમનું સમર્થન પણ યુક્તિસંગત નથી. સૂર્યના અત્યંત તાપથી પીડાયેલે મનુષ્ય જ્યારે ઠંડા પાણીના ઝરામાં ડુબકી મારે ત્યારે તેને સર્વાલ્ગણ સુખને અનુભવ થાય છે. મનને અણુ માનીએ તે એક સાથે સર્વાણ સુખના અનુભવનું સમર્થન થઈ શકે નહિ. તેથી જનમતમાં સર્વાણ સુખના અનુભવને ઘટાવવા માટે મને વર્ગણાના પુદ્ગલથી ઉત્પન્ન થયેલા મનને સંપૂર્ણ શરીરમાં વ્યાપેલું માન્યું છે. બીજી વાત એ છે કે જ્ઞાનમાં કમની ઉ૫પત્તિ કરવા માટે મનને અણુ માનવામાં આવે તે પણ નિયાયિકને એકસાથે બે જ્ઞાન ઉત્પન્ન થવાની આપત્તિ ઊભી જ રહે છે. તે આ રીતે–સુષુપ્તિમાં નિયાયિકના મતે જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે સુષુપ્તિમાં જ્ઞાનની 1 ઉત્પત્તિ રોકવા માટે નિયાચિકે જ્ઞાનમાત્ર પ્રત્યે ત્વચા સાથે મનના સંયોગને હેત માન્ય છે. (સુષુપ્તિમાં મન પુરિતમ્ નાડીમાં પેસી જતું હોવાથી ત્વચા સાથે મનને સંગ રહેતો નથી એટલે જ્ઞાન પણ ઉત્પન્ન થતું નથી.) હવે જ્યારે રસનેન્દ્રિયજન્ય રાસનપ્રત્યક્ષ થવાનું હોય ત્યારે રસનેન્દ્રિય સાથે જેમ મનને સંયોગ છે તેમ સ્પશેન્દ્રિય સાથે પણ માનવો પડશે. (કારણ કે એના વિના તે કઈ પણ જ્ઞાન ઉત્પન્ન થતું નથી.) પરિણામે રાસન પ્રત્યક્ષ અને ત્વાચપ્રત્યક્ષ બનેની એકસાથે ઉત્પત્તિ થવાની આપત્તિનું વારણ અસંભવિત બની જાય છે. તેથી કોપયોગવાદી કહે છે કે એકસાથે અનેક પ્રતીતિ ઉત્પન્ન નહિ થવાનું કારણ “મન અણુ છે” એ નથી, કિન્તુ સ્વભાવ જ કારણ છે. જ્ઞાન અને દર્શનનો સ્વભાવ જ એ છે કે સામાન્ય –વિશેષે ભયાત્મક વિષય સન્નિહિત હોવા છતાં કેવળજ્ઞાન ફક્ત સકળ વિશેષોને જ સ્પર્શે છે, અને કેવળદર્શન ફક્ત સકળ સામાન્યને જ સ્પર્શે છે. તાત્પર્ય એ છે કે જેમ જ્ઞાન અને દર્શનને આ સ્વભાવ છે (કે સામાન્ય–વિશેષે ભયરૂપ વસ્તુ સન્નિહિત હોવા છતાં પણ જ્ઞાન માત્ર ૨. સ્વસ્થવ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy