SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. જ્ઞાનબિંદુ જાય છે.) જે કે નદિસૂત્રની વૃત્તિમાં સિદ્ધસેન દિવાકર મહારાજને મત યુગપટ્ટ ઉપ ગવાર હોવાનું કહ્યું છે. પરંતુ તે માત્ર અભ્યપગમવાદથી જાણવું, નહિ કે સિદ્ધસેના દિવાકર મહારાજના મૌલિક અભિપ્રાયથી. કારણ કે સિદ્ધસેન દિવાકરજી મહારાજે સમ્મતિગ્રંથમાં યુગપદ્ ઉપયોગવાદને અભ્યાગમ કરીને અર્થાત્ (પોતાને અભિપ્રેત ન હોવા છતાં) જાણે કે પોતે માની લીધેલો હોય તે રીતે કમિક ઉપયોગવાદનું નિરસન કર્યું છે. પણ એ પછી યુગપટ્ટ ઉપગવાદ ત્યજીને પોતે પિતાના અભેદવાદનું ઉદ્દભાવન કર્યું છે. તાત્પર્ય, નન્તિસૂત્રને વૃત્તિકાર મલયગિરિ મહારાજે પોતાની વૃત્તિમાં (પૃ. ૧૩૪–૨) અભ્યપગમવાદને અનુસરીને યુગપટ્ટ ઉપયોગવાદ દિવાકરસૂરિજી મહારાજને હેવાનું જણાવ્યું છે તેમ સમજવું. - હવે આ મહાપુરુષ વચ્ચે જે મતભેદ છે (મતભેદને સંસ્કૃત ભાષામાં વિપ્રતિપત્તિ કહેવામાં આવે છે, તેને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. કઈ પણ વાદ શરૂ કરતાં પહેલા પરસ્પર વિધિ એવા મતભેદનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ જાણી લેવું જોઈએ. કારણ કે તેના વિના એકબીજાની ખંડન-મંડનની યુક્તિઓ, કેણ કેનું ખંડન કે સમર્થન કરી રહ્યું છે તે સમજી શકાય નહિ. અહીં જે વિપ્રતિપત્તિ દર્શાવવામાં આવી છે તે માત્ર કમિકવાદ અને યુગપ૬ ઉપગવાદ-આ બેની વચ્ચે જ દર્શાવાયેલી છે એટલે કેવળજ્ઞાન કે કેવળદર્શન, ચાહે ભિન્ન હોય કે અભિન્ન હોય પરંતુ કમિક તે ન જ હોય એ મત મલવાદી અને દિવાકરજી સૂરિને સાધારણ થયો ત્યારે બીજી બાજુ કમિક જ હોય એ મત જિનભદ્રગણિક્ષમાશ્રમણને થયો. એટલે વાદી ત્રણ છે પરંતુ એક પક્ષે બે વાદી અને એક પક્ષે એક વાદી છે. હવે તે ત્રણે વાદીમાં જે સાધારણ વિપ્રતિપત્તિ છે તે દર્શાવાય છે– [ત્રણે વાદીઓની સાધારણ વિપ્રતિપત્તિ ]. (૧) કેવળજ્ઞાન પોતાના સમાનાધિકરણ કેવળદર્શનનું સમકાલીન હેય છે-કે નથી હતું? અહી વિધિ કટિ મલવાદી અને દિવાકરસૂરિની સાધારણ છે અને નિષેધકેટિ જિનભદ્રમણિક્ષમાશ્રમણની જાણવી. આમાં જો સ્વસામાનાધિકરણ પદ ન લખીએ તે વિવાદ જ ન રહે. કારણ કે એક કેવલીનું કેવળજ્ઞાન અને બીજા કેવલીનું કેવલદર્શન (પરસ્પર વ્યધિકરણ હોવાથી) બને સમાનકાલીન હોવાનું જિનભદ્રગણિ મહારાજ પણ માને છે. પરંતુ તેઓ, એક જ આત્મામાં સમાનાધિકરણ એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શનને સમાનકાલ ન માનતા નથી. માટે એમની નિષેધ કોટિની સ્પષ્ટ અભિવ્યક્તિ માટે “સમાનાધિકરણ” એવું વિશેષણ કર્યું છે. (૨) અથવા વિપ્રતિપત્તિને સ્પષ્ટ આકાર નિમ્નક્ત રીતે પણ દર્શાવી શકાય છે. કેવળજ્ઞાનક્ષણવ સ્વસમાનાધિકરણદર્શનક્ષણના અવ્યવહિત ઉતરત્વની વ્યાપ્ય છે, -કે નહિ ?- અહીં વિધિકેટિ જિનભદ્રગણિ મહારાજની અને નિષેધકોટિ બાકીના બે વાદીની જાણવી. આ વિપ્રતિપત્તિનું તાત્પર્ય આ પ્રમાણે છે. જિનભદ્રગણિ મહારાજના મતે કેવળજ્ઞાનની ક્ષણ તે નિયમ સ્વસમાનાધિકરણ દશનક્ષણની અવ્યવહિત ઉત્તરકાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy