SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા ૧૨૩ जननस्वाभाव्यं सहकारिसहस्रणापि अन्यथाकत शक्यम् , आगन्तुकस्य स्वभावत्वानुपपत्तेः । न च संस्कारसहकारेण चक्षुपा प्रत्यभिज्ञानात्मकप्रत्यक्षजननवदुपपत्तिः, यदंशे संस्कारसापेक्षत्वं तदेशे स्मृतित्वापातो यदंशे च चक्षुःसापेक्षत्वं तदंशे प्रत्यक्षत्वापात इति भियैव प्रत्यभिज्ञानस्य प्रमाणान्तरत्वमिति जैनः स्वीकारात् । स्वे स्वे विषये युगपज्ज्ञानं जनयतोश्चक्षुःसंस्कारयोरार्थसमाजेनैकज्ञानजनकत्वमेव पर्यवस्यति, अन्यथा रजतसंस्कारसहकारेण असन्निकृष्टेऽपि रजते चाक्षुषઆગતુક ધર્મ ઉપસી આવેલ દેખાય તે પણ તે કાંઈ તેને સ્વભાવ બની જ નથી. શંકા - જેમ વર્તમાનકાલીન વસ્તુનું જ ભાન કરાવનાર ચક્ષુઈન્દ્રિયને જ્યારે પૂર્વાનુભૂત વસ્તુના સંસ્કારનો સહકાર પ્રાપ્ત થાય છે ત્યારે તેનાથી પૂર્વકાલીન વસ્તુને વિષય કરનાર પ્રત્યભિજ્ઞા નામનું પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે એ જ રીતે પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો શબદ, વિચારના સહકારથી બ્રહ્મવિષયક પ્રત્યક્ષ જ્ઞાનને ઉત્પન કરે–એવું માનવામાં કઈ અસંગતિ નથી. સમાધાન – સાંકયેની આપત્તિ લાગતી હોવાથી તમે કહ્યું તે માની શકાય તેમ નથી. સાંયે એ રીતે છે કે પ્રત્યભિજ્ઞાત્મક એક જ્ઞાનમાં બે અંશ છે. એક અંશમાં પૂર્વકાલીન વસ્તુનું ભાન છે અને તે અંગે સંસ્કારજન્યત્વ પણ છે. સંસ્કારજન્ય જ્ઞાનને સ્મૃતિ કહેવામાં આવે છે. એટલે પ્રત્યભિજ્ઞાના પહેલા અંશમાં સ્મૃતિત્વ પ્રસક્ત છે. અને બીજા વર્તમાનકાલીન વસ્તુને સ્પર્શનારા અંશમાં ચક્ષુજન્યત્વ હેવાથી પ્રત્યક્ષત્વ પણ પ્રસક્ત છે. આ રીતે તદન ભિન્ન આશ્રયમાં રહેનારા સ્મૃતિત્વ અને પ્રત્યક્ષ ત્વનું, પ્રત્યભિજ્ઞા રૂપ જ્ઞાનમાં સાંક ટાળી શકાય તેમ નથી. આ સાંકય દષના ભયને ટાળવા માટે જનોએ પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષ કરતા જુદા જ પક્ષ પ્રમાણમાં સમાવ્યું છે. [ સ્મરણ-અનુભવઉભયાત્મક એક જ્ઞાન-મધુસૂદન] મધુસૂદન તપસ્વીએ વેદાંતકપલતિકામાં (પૃ–૧૪૪) જે કહ્યું છે કે–ચક્ષુ અને સંસકાર એક બીજાના સહકારથી કેઈ નવી જાતનું જ્ઞાન ઉપન્ન કરતા નથી, પરંતુ ચક્ષુ અને સંસ્કાર અને પોત પોતાના પૃથક્ પૃથફ સહકારીઓના સાંનિધ્યથી પોતપિતાના વિષયનું સ્વતંત્રપણે એકસાથે જ્યારે જ્ઞાન ઉત્પન્ન કરતા હોય ત્યારે બને તુલ્ય બળવાળા હોવાથી એકબીજાનો પ્રતિબંધ કરતા નથી, (તેમજ એકસાથે બે જ્ઞાનની ઉત્પત્તિ શકય ન હોવાથી) બને વિષયનું પોત પોતાના કારણસમૂહથી અનુભવ અને સ્મરણ, ઉભયાત્મક એક જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે આવું માનવાને બદલે એમ કહીએ કે “સંસ્કારને સહકારથી ચક્ષુ પોતે અસંનિકૃષ્ટ વિષયમાં (પૂર્વકાલીન તત્તા અંશમાં) જાણે કે એ સંનિકૃષ્ટ જ ન હોય એવું જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે” તો રજતભ્રમ સ્થળમાં રજતના સંસ્કારના સહકારથી અસન્નિકૃષ્ટ (અન્ય દેશસ્થ) રજતમાં, ચક્ષુ દ્વારા જાણે કે એ સનિકૃષ્ટ હોય એવું ચાક્ષુષબ્રમાત્મક જ્ઞાન માનવાની આપત્તિ આવશે. તાત્પર્ય એ છે કે (બ્રમ સ્થળે જે અનિર્વચનીય પ્રતિભાસિક રજત ઉત્પન્ન થાય છે તેનું ભાન=ખ્યાતિ, એટલે કે અનિર્વચનીય ખ્યાતિ વેદાંતસિદ્ધાંત પ્રમાણે માનવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy