SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ तत्रैवकारार्थान्वयोपपत्तेः, त्वन्मतेऽपि ब्रह्मणि मानसत्वविधिनिषेधयोः वृत्तिविषयत्वतदुपरक्तचैतन्याऽविषयत्वाभ्यामुपपत्तेश्च । शब्दस्य त्वपरोक्षज्ञानजनकत्वे स्वभावभङ्गप्रसङ्ग एव स्पष्टं दूषणम् । (९६) न च 'प्रथमं परोक्षज्ञानं जनयतोऽपि शब्दस्य विचारसहकारेण पश्चादपरोक्षज्ञानजनकत्वमिति न दोषः' इति वाच्यम् अर्धजरतीयन्यायापातात् । न स्वलु शब्दस्य परोक्षज्ञान શકા–“મના ઘેર જાતિ” તેમાં “દશ ધાતુ ચાક્ષુષદર્શનને વાચક હોવાથી એમાં ચક્ષુઆદિ ઇન્દ્રિય કારણ છે નહિ કે મન, તો પછી માતૈદ્ય..એ પ્રગમાં ચક્ષુકરણતાને વ્યવછેદ કરનારા “gવકારની સંગતિ કઈ રીતે થશે? [એવકાર અને પશ્યતિપદની સંગતિ] સમાધાન :- “qયતિ' પદમાં દશ ધાતુ ચાક્ષુષદર્શનને વાચક નથી પણ જૈનમત પ્રસિદ્ધ દીર્ઘકાલિક સંજ્ઞા રૂપ દર્શનને વાચક છે. તેના પ્રત્યે મનની કરણતા પ્રસિદ્ધ છે. એટલે ચક્ષુકરણતાના વ્યવચ્છેદરૂપ “'કારના અર્થનો અન્વય ઘટી શકે તેમ છે તમારા મતથી વિચાર કરીએ તો પણ કઈ અનુ૫૫ત્તિ નથી. કારણ કે બ્રહ્મસાક્ષાત્કારમાં માનસત્વનું વિધાન કરનારી શ્રુતિને અર્થ મનોજન્યવૃત્તિવિષયતા એ લઈ શકાય છે. કે જે બ્રહ્મમાં અઘટિત નથી. માનસત્વને નિષેધ કરનારી કૃતિને અર્થ “અંતઃકરણવૃત્તિથી ઉપરક્ત ચૈતન્યની વિષયતાને અભાવ એ લઈ શકાય છે અને એ પણ બ્રહ્મમાં સંગત છે. કારણ કે બ્રહ્મ અંતઃકરણની વૃત્તિને વિષય છે પરંતુ બ્રહ્મ પોતે ચિતન્યાત્મક હેવાથી વૃત્તિઉપરક્ત ચિતન્યને વિષય બનનો નથી. મનને અપરોક્ષજ્ઞાનજનક માનવાને બદલે શબ્દને અપરોક્ષજ્ઞાનજનક માનવો તે ઉચિત નથી. કારણ કે તેમાં એક સ્પષ્ટ દૂષણ છે, તે એ છે કે સર્વત્ર શબ્દમાં પરોક્ષજ્ઞાનજનકવરૂપ સ્વભાવ સિદ્ધ થયેલ છે, હવે શબ્દને અપરોક્ષજ્ઞાનજનક પણ માનવાથી તેના મૂળસ્વભાવને ભંગ થશે. [ શબ્દથી અપરોક્ષજ્ઞાનના ઉદ્ભવની શંકાનું સમાધાન] (૯૬) પૂવપક્ષ :- યદ્યપિ, શબ્દથી શરૂ શરૂમાં પરોક્ષ જ્ઞાન ઉપન્ન થાય છે પરંતુ શ્રવણ-મનન આદિથી ગર્ભિત વિચારના સહકારથી આગળ જઈને શબ્દ દ્વારા અપરોક્ષ જ્ઞાન ઉત્પન થાય છે. આવું માનીએ તો શું વાંધો છે ? ઉત્તરપક્ષ –એવું માનવું તે અર્ધજરતીય ન્યાયનું અનુકરણ છે. કારણ કે બીજાઓ વિચારાન્વિત મનથી જ અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ માને છે. એ વાતને અર્ધાશે સ્વીકાર કરીને તમે વિચારના સહકારથી શબ્દ દ્વારા અપરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિ માને છે. પણ આ રીતે અધું સ્વીકારવું અને બધું ન સ્વીકારવું તે ભાસ્પદ નથી. દા. ત. કેઈ યુવતીનું ઉપરનું અધું અંગ યુવાનદશાવાળું હોવાથી એટલું ગમતું હોય, અને નીચેનું અધું અંગ લકવા વગેરે રોગના કારણે ઘરડા માણસની જેમ ઘરડું બની ગયું હોય તે સ્થિતિમાં કેઈ યુવાન તેના અર્ધા અંગને ચાહે અને અર્ધા અંગને ધિક્કારે તે તેના માટે તે શાભાસ્પદ નથી. બીજી વાત એ છે કે પરોક્ષજ્ઞાનજનકતા તે જે શબ્દનો સ્વભાવ હોય તે પછી ભલે હજાર સહકારી સાથે હોય તે પણ પરોક્ષજ્ઞાનજનકવરૂપ સ્વભાવને બદલી શકાતો નથી. સહકારીના સાંનિધ્યથી કદાચ શબ્દમાં કોઈ અપરોક્ષજ્ઞાનજનકન્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy