SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ જ્ઞાનબિંદુ "अग्निजलभूमयो यत्परितापकरा भवेऽनुभवसिद्धाः । रागादयश्च रौद्रा असत्प्रवृत्त्यास्पदं लोके ।। परिकल्पिता यदि ततो न सन्ति तत्त्वेन कथममी स्युरिति । પર#ત્તેિ ર ત મવમવામાં કર્થ ગુહ્યો ” (પોરા ૨૬ ૮-૧) इत्यादि । तस्माद् वृत्तावहारिकसत्तयापि न निस्तारः । प्रपञ्चे परमार्थदृष्ट येव व्यवहारदृष्टयापि सत्तान्तरानवगाहनादिति स्मर्तव्यम् । ब्रह्मज्ञानं पुनर्निरस्य सिद्धसेनोक्त्योपसंहार:-- (७९) किञ्च, सप्रकारं निष्प्रकार वा ब्रह्मज्ञानं अज्ञाननिवर्तकमिति वक्तव्यम् , आये निष्प्रकारे ब्रह्मणि જવાની આપત્તિ આવશે. વળી બીજી વાત એ છે કે બ્રહ્મસામાન્ય સિવાયના તમામ ઘટપટાદિ વિશેષપદાર્થો જે તત્ત્વજ્ઞાનદશામાં બાધિત થઈ જતા હોય તે સર્વવિશેષને બાધિત રૂપે પ્રતિભાસ સર્વવિશેષના જ્ઞાનરૂપ સર્વસત્તા વિના ઘટી શકશે નહિ. અને તમે તે તત્વજ્ઞાનદશામાં માત્ર બ્રહ્મનું જ જ્ઞાન માને છે, નહિ કે સર્વસત્તા. પૂર્વપક્ષી :- બાધિતની અનુવૃત્તિથી અમારે એમ કહેવું છે કે જ્યારે દ્વિતીયશક્તિવિશિષ્ટ અજ્ઞાનના નાશથી સંચિત કર્મો અને એના કાર્યો બધા નાશ પામે છે ત્યારે ત્રીજી શક્તિથી પ્રારબ્ધફળ રૂપે પ્રપંચમાં બાધિત અવસ્થાને જન્મ થાય છે. આ બાધિત અવસ્થા બળેલી દોરડી જેવી છે, કે જે નષ્ટ થઈ ચુકી હોવા છતાં પણ પોતાના જેવો જ પ્રતિભાસ કરાવે છે. [પ્રપંચના વિલક્ષણસવની કલપનાની આપત્તિ ] ઉત્તરપક્ષી :- આ વાત પણ બરોબર નથી. કારણ કે એવું હોય તે પછી તત્ત્વજ્ઞાનીને ઘટપટાદિમાં બાધિત પશુની બુદ્ધિ થશે, નહિ કે બાધિતસવની. એટલે તત્વજ્ઞાનદશામાં પ્રપંચમાં બાધિતસરવની બુદ્ધિ જેમ નહિ થાય તેમ વ્યાવહારિક કે પારમાર્થિકસવની બુદ્ધિ પણ નહિ થાય. તે પછી તે કાળે પ્રપંચના કેઈક જુદીજ જાતના સત્તની કલ્પના કરવી પડશે. અને તેમ કરવાથી લોકમાન્યતા અને શાસ્ત્રમાન્યતા એમ બન્ને સાથે વિરોધ આવશે. તેથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ષડશકશાસ્ત્રમાં સાચું જ કહ્યું છે કે “સંસારમાં સંતાપ પેદા કરનાર અગ્નિ, જળ, ભૂમિ આદિ બાહ્ય અને અસત પ્રવૃત્તિના મૂળભૂત ભયાનક રાગાદિ અભ્યતર, પદાર્થો લોકમાં અનુભવસિદ્ધ છે. જે એ કપિત હોય તે એને અર્થ કે પરમાર્થથી છે જ નહિ, તો પછી આ બધા (પ્રત્યક્ષસિદ્ધ ઘટપટાદિ) કઈ રીતે આવ્યા ? વળી, જે પદાર્થ માત્ર કાલ્પનિક જ હોય તો એનાથી વાસ્તવિક સંસાર અને મોક્ષ કઈ રીતે ઘટી શકે ?” - ઉપરોક્ત રીતે વિચાર કરવાથી ફલિત થાય છે કે અન્તઃકરણની વૃત્તિમાં વ્યાવહારિક સત્તા માન્યા છતાં પણ વેદાંતીને પૂર્વોક્ત આપત્તિઓથી છુટકારો નથી. અને એ પણ યાદ રાખવું જોઈએ કે પ્રપંચમાં પરમાર્થ દષ્ટિથી જેમ કે વિલક્ષણ સત્તાને અનુભવ થતો નથી તેમ વ્યવહારદષ્ટિથી પણ કેઈ વિલક્ષણ સત્તાનો અનુભવ થતું નથી. ૧, તનમાંa ga ત- વિશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy