SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ सा च श्रवणाद्यभ्यासपरिपाकेन निवर्तते । ततो द्वितीयया शक्त्या व्यावहारिकसत्त्वं प्रपञ्चस्य प्रतीयते । वेदान्तश्रवणाद्यभ्यासवन्तो हि नेम प्रपञ्च पारमार्थिक पश्यन्ति, किन्तु व्यावहारिकमिति । सा च तत्त्वसाक्षात्कारेण निवर्तते । ततः तृतीयया शक्त्या प्रातिभासिकसत्त्वप्रतीतिः क्रियते, सा च अन्तिमतत्त्वबोधेन सह निवर्तते, पूर्वपूर्वशक्तेरुत्तरोत्तरशक्तिकार्यप्रतिबन्धक वाच न युगपत्कार्यत्रयप्रसङ्गः । तथा च एतदभिप्राया श्रतिः-"तस्थाभिध्यानाद् योजनात् तत्त्वभावाद् भूयश्चान्ते विश्वमायानिवृत्तिः” (श्वेता० १.१०) इति । अस्या अयमर्थ.-तस्य परमात्मनोऽभिध्यानाद-अभिमुखाद् ध्यानाच्छ्रवणाद्यभ्यासपरिपाकादिति यावत् , विश्वमायायाः =विश्वारम्भकाविद्या या निवृत्तिः, आद्यशक्तिनाशेन विशिष्टनाशात् । युज्यते अनेनेति योजनं= (૧) પરમાર્થસવની બુદ્ધિ જગાડનાર શક્તિ. (૨) વ્યવહાસત્ત્વની બુદ્ધિ કરાવનાર શક્તિ અને (૩) પ્રતિભાસ સત્ત્વની બુદ્ધિ પ્રગટાવનાર શક્તિ. પહેલી શક્તિ વડે મિથ્યાભૂત પ્રપંચમાં પણ પારમાર્થિક સત્ત્વની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એના પ્રભાવથી જ તૈયાયિક વગેરેને પ્રપંચમાં પરમાર્થ ત્વની બુદ્ધિ પ્રગટે છે. વેદાંતના શ્રવણ મનન આદિ અભ્યાસની પરિપક્વતાથી પહેલી શક્તિ નિવૃત્ત થાય છે એટલે કે પ્રપંચ પરમાર્થ સત્ નથી એવું જ્ઞાન થાય છે, છતાં પણ પ્રપંચમાં બીજી શક્તિના પ્રભાવે વ્યાવહારિક સત્વની બુદ્ધિ જન્મે છે. તાત્પર્ય, વેદાંતના શ્રવણ આદિ અભ્યાસવાળા જીવો પ્રપંચને પારમાર્થિક જતા નથી, કિન્તુ વ્યવહારતઃ સત્ રૂપે જુએ છે, એ પણ જ્યાં સુધી બ્રહ્મતત્વને સાક્ષાત્કાર ન થયો હોય ત્યાં સુધી જ, બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર થયા પછી દ્વિતીય શક્તિ નિવૃત્ત થાય છે. તેની સાથે પ્રપંચમાં વ્યાવહારિક સત્ત્વની પ્રતીતિ પણ નિવૃત્ત થાય છે, છતાં પણ વિદેહમુક્તિ ન થાય ત્યાં સુધી જીવનમુક્તદશામાં પ્રપંચનો પ્રતિભાસ થયા કરે છે. એટલે કે ત્રીજી શક્તિથી પ્રપંચમાં પ્રતિભાસિકસત્ત્વની પ્રતીતિને ઉદય થાય છે. જ્યારે વિદેહમુક્તિની ક્ષણ આવી પહોંચે છે ત્યારે અતિમ બ્રહ્મસાક્ષાત્કારની સાથે ત્રીજી શક્તિ પણ નિવૃત્ત થઈ જાય છે. અર્થાત્ પ્રપંચનો પ્રતિભાસ પણ દૂર થઈ જાય છે. આ ત્રણે પ્રકારની પ્રતીતિ કયારેય એક સાથે હોતી નથી. કારણ કે પૂર્વ પૂર્વ શક્તિ ઉત્તર ઉત્તર શક્તિના કાર્યમાં પ્રતિબંધક છે. એટલે પહેલી શક્તિની હાજરીમાં પારમાર્થિક સત્ત્વની પ્રતીતિ થતી હોય ત્યારે બીજી, ત્રીજી શક્તિ હોવા છતાં પણ તેના કાર્યરૂપે વ્યાવહારિક કે પ્રતિભાસિક સવની પ્રતીતિ થતી નથી. એ જ રીતે પહેલી શક્તિની નિવૃત્તિ થયા પછી બીજી શક્તિ હોય ત્યાં સુધી ત્રીજી શક્તિનું કાર્ય થતું નથી તે સમજી લેવું. ઉપરોક્ત હકીકતનો નિર્દેશ કરનારી કૃતિ આ પ્રમાણે છે. “ત્તયામિડ્યાનાર્ ચોકના તવમાવાટુ મૂચને વિશ્વમાનિવૃત્તિઃ ” તેને અર્થ આ પ્રમાણે છે, તસ્ય એટલે પરમાત્માનું, અભિધ્યાનાક્ એટલે અભિમુખ ધ્યાન કરવાથી, એટલે કે શ્રવણ મનન આદિના પરિપકવ અભ્યાસથી, વિશ્વમાયાની એટલે કે પ્રપંચજનક અવિદ્યાની નિવૃત્તિ થાય છે. કારણ કે પ્રથમ શક્તિરૂપ વિશેષણનો નાશ થવાથી તતુશક્તિવિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy