SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન (६४) न च 'निम्बाद्योषधोपयोगात् तरतमभावो 'पचीयमानस्यापि श्लेष्मणा नात्यन्तिकक्षयः' इति व्यभिचारः । तत्र निम्बाद्यौपधोपयोगोत्कर्णनिष्ठाया एव आपादयितुमशक्यत्वात् , तदुपयोगेऽपि श्लेष्मपुष्टिकारणानामपि तदैवाऽऽसेवनात् अन्यथा औषधोपयोगाधारस्यैव विनाशप्रसङ्गात् । चिकित्साशास्त्र हि उद्रितधातुदोषसाम्यमुद्दिश्य प्रवर्तते न तु तस्य निर्मूलनाशम् अन्यतरदोषात्यन्तक्षयस्य मरणाविनाभावित्वादिति द्रष्टव्यम् । रागादेः केवलज्ञानावारकत्वसमर्थनम् (६५) रागाद्यावरणापाये सर्वज्ञज्ञान वैशद्यभाग् भवतीत्यत्र च न विवादो रजोनीहाराद्यावरणापाये वृक्षादिज्ञाने तथा दर्शनात् । न च 'रागादीनां कथमावरणत्वम् ? कुड्यादीना [તરતમભાવ હેતુમાં સાધ્યદ્રોહની શકાનું નિરસન] (૬૪) શંકા -લીંબડો વગેરે ઔષધના ઉપયોગથી કફને તરતમભાવે અપચય થતું દેખાય છે પરંતુ આત્યંતિક ક્ષય તો કયારેય થતું નથી. માટે આત્યંતિક ક્ષયને સાધક તરતમભાવ સ્વરૂપ હેતુ આ સ્થળે સાધ્યદ્રોહી છે. સમાધાન –સાધ્યદ્રોહી નથી. કારણ કે અહીં લીંબડે વગેરે ઔષધના ઉપયોગમાં આત્યંતિક પ્રકર્ષનું આપાદન જ અશકય છે. તેમજ કે રાત દિવસ લીંબડાનો ઉપયોગ કરે તો પણ બીજીબાજુ કફની પુષ્ટિ કરનાર ગોળ વગેરેનું ભક્ષણ ચાલુ રહેવાથી કફધાતુને આત્યંતિક ક્ષય થતો નથી. અને જે ગોળ વગેરે ખાવાનું બંધ કરીને માણસ એકલો લીંબડે જ ખાવા બેસી જાય તે ઔષધઉપયોગના આધારભૂત એના પ્રાણનો જ વિનાશ થઈ જાય તે એ પછી પરાકાષ્ઠાએ ઔષધને ઉપગ પહોંચે જ નહિ, ચિકિત્સા શાસે ઔષધનો ઉપયોગ કેઈક ધાતુને સર્વથા વિનાશ કરવા માટે નથી દેખાડ, કિન્તુ ઉદ્રક પામેલી દષાત્મક ધાતુઓનું વિષમ્ય ટાળવા માટે કહ્યો છે. એટલે જે કેઈપણ એક ધાતુ–દેષને અત્યન્ત ક્ષય થઈ જાય તે તે એનું મરણ પણ થયા વિના રહે નહિ. આ બધું સમજવા જેવું છે. [શગાદિમાં આવરણરૂપતાની સિદ્ધિ] (૨૫) રાગાદિ આવરણ નાશ પામી જાય પછી જીવ જ્યારે સર્વજ્ઞ બને છે ત્યારે તેનું જ્ઞાન અત્યંત ઉત્કર્ષ ધરાવતું હોય છે, તેમાં કેઈ વિવાદ નથી. લોકમાં પણ દેખાય છે કે ધૂળ અથવા ધુમ્મસનું આવરણ ખતમ થયા પછી સામે રહેલા વૃક્ષ વગેરેનું જે જ્ઞાન થાય છે તે ઘણું સ્પષ્ટ હોય છે. શંકા - દિવાલ વગેરે પદગલિક પદાર્થો જ દૃષ્ટિનું આવરણ કરે છે એ તે દેખાય છે તો પછી અરૂપી રાગ આદિ આવરણરૂપ છે તે કઈ રીતે મનાય. સમાધાન - એ વાત બરોબર નથી. પ્રાતિભ વગેરે જ્ઞાનમાં દિવાલ વગેરે પદગલિક પદાર્થો કશું આવરણ કરતા નથી. એ તે માત્ર ઈન્દ્રિયજન્ય જ્ઞાનવિશેષમાં જ આવરણ કરે છે. રાગાદિ ક્ષયથી ઉત્પન્ન થતું જ્ઞાન અતીન્દ્રિય છે. રાગાદિના અસ્તિત્વમાં તે અતીન્દ્રિય જ્ઞાન આવૃત રહે છે. અને રાગાદિ નાશ પામ્યા પછી તે ૧“માવવી ” વી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy