SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શી જરૂર છે? વિષયજન્ય એવા કૃત્રિમ સુખોની પણ શી જરૂર છે? તથા રેશમી શયામાં સૂવાથી ઉત્પન્ન થતું જે સુખ જેમાં એવા પ્રકારના આ મહેલની પણ શી જરૂર છે? અર્થાત્ આવા પુત્રરત્ન વિના સુખનાં દરેક સાધનો હવે મારે નાકામા છે. ૯-૧૦” "तदरे दैवत!किमुप-स्थितोऽसिदुःखाग्निगहनदहनाय?।भवतोऽपराधविधुरां, किंमांप्रतिधरसिवैरिधुराम्॥११॥ धिक् संसारमसारं, धिग् दुःखव्याप्तविषयसुखलेशान्। मधुलिप्तखगधारा-लेहनतुलितानहो! लुलितान् ॥१२॥" તેથી અરે દેવ! દુઃખરૂપી અગ્નિથી ભયંકર રીતે બાળવાને તું શા માટે તૈયાર થયો છે? હે દૈવ! તારા અપરાધ વગરની એવી મારા પ્રતિ તું શત્રુતા શા માટે ધારણ કરે છે? ૧૧. આ અસાર સંસારને ધિક્કાર છે, વળી મધથી લીંપેલી તરવારની ધારને ચાટવા સદશ એવા દુઃખવ્યાપ્ત અને ચંચલ વિષયસુખના લવલેશને પણ ધિક્કાર છે. ૧૨.” “यद्वा मयका किञ्चित्, तथाविधं दुष्कृतं कृतं कर्म। पूर्वभवे यद् ऋषिभिः प्रोक्तमिदं धर्मशास्त्रेषु ॥१३॥ पसु-पक्खि-माणुसाणं बाले जो वि हु विओयए पावो। सो अणवच्चो अह जायइ तो विवज्जिज्जा ॥१४॥" અથવા મેં પૂર્વભવમાં તેવા પ્રકારનું કાંઈ દુષ્કૃત કર્મ કર્યું જેનું મને આવું દુઃખદાયી ફળ મળ્યું, કારણ કે ઋષિઓએ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે-. ૧૩. “જે પાપી પ્રાણી પશુ, પક્ષી અને મનુષ્યોના બાળકોનો તેમના માતા-પિતાથી વિયોગ કરાવે છે તે પ્રાણીને સંતતિ થતી નથી, અથવા કદાચિત્ તેને સંતાન થાય તો તે સંતાન મરી જાય છે.૧૪.” "तत्पड्डका मया किं, त्यक्ता वा त्याजिता अधमबुद्धया? लघुवत्सानां मात्रा, समं वियोगः कृतः किं वा ?॥१५॥ तेषां दुग्धापायो-ऽकारि मया कारितोऽथवा लोकैः। किं वा सवालकोन्दरु-बिलानि प्रपूरितानि जलैः ॥ १६ ॥" અધમ બુદ્ધિવાળી એવી મેં પૂર્વજન્મમાં શું ભેંસો થકી તેના ધાવણા પાડાઓનો ત્યાગ કર્યો હશે? અથવા શું બીજાઓ પાસે ત્યાગ કરાવ્યો હશે? અથવા શું નાનાં વછરડાઓને તેમની માતાઓથી વિયોગ કર્યો હશે? .૧૬. અથવા દૂધના લોભથી મેં તે વાછરડાંઓને દૂધનો અંતરાય કર્યો હશે? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે! અથવા શું મેં બચ્ચાઓ સહિત ઉંદરોનાં બિલ-દર પાણીથી પૂરી દીધાં હશે! ૧૬. "किं कीटिकादिनगरा-ण्युष्णजलप्लावितानि धर्मधिया! किं वा काकाण्डाणि च, धर्मकृते स्फोटितानि मया॥१७॥ किं वा साण्डशिशून्यपि, खगनीडानि प्रपातितानि भुवि? पिकशुककुर्कटकादे-लिवियोगोऽथवा विहितः ॥१८॥" અથવા શું મેં પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ ધર્મબુદ્ધિથી કીડી વિગેરેના દરને ઉના-ગરમ પાણીથી ભરી દીધા હશે?, અથવા શું મેં ધર્મબુદ્ધિથી કાગડાનાં ઇંડાં ફોડી નાખ્યાં હશે? ૧૭. અથવા શું મેં ઇંડાં અને બચ્ચાઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર પાડી નાખ્યાં હશે?, અથવા શું મેં કોયલ, પોપટ અને કૂકડા વિગેરેનો તેમનાં બચ્ચાઓથી વિયોગ પડાવ્યો હશે? ૧૮. ફ્રકકર કેર કરી ફરાર 90) સર હર હર & **ી રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy