SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ *િ *** *( જીવટખૂણમ ક રે રે ? किं वा बालकहत्या-ऽकारि सपत्नीसुताद्युपुरि दुष्टम्। चिन्तितमचिन्त्यमपि वा. कृतानि किं कामणादीनि ॥१९॥ किं वा गर्भ स्तम्भन-शातनपातनमुखं मया चक्रे !। तन्मन्त्र-भेषजान्यपि, किं वा मयका प्रयुक्तानि! ॥२०॥ અથવા શું મેં પૂર્વજન્મમાં બાલહત્યા કરી હશે? અથવા શું મેં શોકના પુત્રાદિ ઉપર અચિંત્ય એવા દુષ્ટ વિચારો ચિંતવ્યા હશે? અથવા શું મેં કામણ વિગેરે કર્યો હશે!.૧૯. અથવા શું મેં પૂર્વજન્મમાં ગર્ભનું સ્તંભન, નાશ અને પાડવા પ્રમુખ કર્મ કર્યું હશે! અથવા શું મેં તે સંબંધી મંત્રો અને ઔષધોનો પ્રયોગ કર્યો હશે ! ૨૦.” भवान्तरे किं, मया कृतं शीलखण्डनं बहुशः! यदिदं दुःखं तस्माद्, विना न संभवति जीवानाम् ॥ २१॥" : - "कुरंड-रंडत्तण-दुब्भगाई वंज्झत्त-निंदू-विसकन्नगाई । जम्मंतरे खंडिअसीलभावा नाऊण कुज्जा दढसीलभावं॥ २२॥" “અથવા શું મેં પૂર્વજન્મમાં ઘણીવાર શીલખંડન કર્યું હશે? કારણ કે આવું દુઃખ તેવાં નીચ કર્મ વિના સંભવે નહિ ર૧. શાસ્ત્રમાં કહ્યું છે કે જન્માન્તરમાં કરેલા શીલના ખંડનથી કુરાંડપણું, બાલવિધવાપણું, દુર્ભાગ્યાદિ વાંઝિયાપણું જેને મૂવેલાં બાળs અવતરે તે નિંદનીય અને વિષકન્યાદિ અવતાર પમાય છે, માટે શીલભાવને દઢ રાખવો. ૨૨. एवं चिंताक्रान्ताध्यायन्ती म्लानकमलसमवदना।दृष्टा शिष्टेन सखी-जनेन तत्कारणं पृष्टा ॥२३॥ प्रोवाच सावुलोचन-रसनानिःश्वासकलितवचनेन । किं मन्दभागधेया, वदामि? यज्जीवति मेऽगात् ॥२४॥ એવી રીતે ચિંતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમળ સદશ પ્લાન મુખવાળી ત્રિશલારાણીને વિચાર કરતી જોઈને શિષ્ટ એવી સખીઓએ તે શોકનું કારણ પૂછયું. ૨૩. ત્યારે તે ત્રિશલા માતા આંખમાં આંસુ લાવીને નિઃશ્વાસ સહિત વચને કરી કહેવા લાગી કે મંદભાગ્યવાળી એવી હું તમને શું કહું? હે સખીઓ! મારું તો જીવિત ચાલ્યું ગયું છે'. ૨૪. सख्योजगुरथहेसखि!शान्तममङ्गलमशेषमन्यदिह ।गर्भस्य तेऽस्तिंकुशलंनवेतिवद कोविदे!सपदि ॥२५॥ सा प्रोचे गर्भस्य च, कुशले किमकुशलमस्ति मे सख्यः !। इत्याद्युक्त्वा मूर्छा-मापन्ना पतति भूपीठे ॥२६॥ शीतलवातप्रभृतिभि-रुपचारैर्बहुत सखीभिः सा ।संप्रापितचैतन्यो-तिष्ठति विलपति च पुनरेवम् ॥२७॥ ત્યારે સખીઓ કહેવા લાગી કે હે સખી! બીજું બધું અમંગળ શાંત થાઓ, પરન્તુ તે વિદુષી ! તારા ગર્ભને કુશળ છે નહિ તે તું જલદી કહે. ૨૫. તેણીએ કહ્યું-“સખીઓ! જો મારા ગર્ભને કુશળ હોય તો મારે બીજું શું અકુશળ છે? ઈત્યાદિ કહી મૂચ્છ ખાઈ બેશુદ્ધ થઈને તેણી જમીન ઉપર ઢળી પડી. ૨૬. પછી સખીઓએ શીતલ પવનાદિ ઘણા ઉપચારો વડે તેણીને ચૈતન્ય-શુદ્ધિ પ્રાપ્ત કરાવી, ત્યારે તેણી બેઠી થઈને પાછી આવી રીતે વિલાપ કરવા લાગી કે- ૨૭. "गरुए अणोरपारे, रयणनिहाणे असायरे पत्तो। छिद्दघडो न भरिज्जइ, ता किं दोसो जलनिहिस्स? ॥२८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy