SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવત્રમ્ पत्ते वसंतमासे, रिद्धिं पावन्ति सयलवणराई । जंन करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ? ॥ २९ ॥ उत्तुंग सरलत, बहुफलभारेण नमिअसव्वंगो । कुज्जो फलं न पावइ, ता किं दोसो तस्वरस्स ॥ ३० ॥" ‘‘જેનો તાગ ન પામી શકાય એવા અપાર પાણીવાળા, મોટા, અને રત્નોના નિધાનરૂપ સમુદ્રમાં પ્રાપ્ત થયેલો છિદ્રવાળો ઘડો પાણીથી ભરાતો નથી, તેથી શું તેમાં સમુદ્રનો દોષ છે? ૨૮. વસંત ઋતુ પ્રાપ્ત થતાં સઘળી વનસ્પતિઓ ઋદ્ધિને પામે છે, એટલે પાંદડા ફળફૂળ વિગેરેથી પ્રફુલ્લિત બને છે, પરંતુ તે વખતે કેરડાના વૃક્ષને જો પાંદડું પણ આવતું નથી તેથી શું તેમાં વસંત ઋતુનો દોષ છે ? ૨૯. ઉંચું અને સ૨ળ-સીધું એવું વૃક્ષ જ્યારે ઘણાં ફળોના ભારે કરીને સર્વ અવયવોથી નમી ગયું હોય છે, છતાં પણ તે વખતે કૂબડો માણસ તેનાં ફળને મેળવી શકતો નથી તેથી શું તેમાં તે ઉત્તમ વૃક્ષનો દોષ છે ? ૩૦.’ " समीहितं यन्न लभामहे वयं प्रभो न दोषस्तव कर्मणो मम । को यदि नाऽवलोकते, तदा स दोषः कथमंशुमालिनः ॥ ३१॥” fears ‘‘માટે હે પ્રભુ! હું જે મારા ઇચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુળ દોષ નથી, પણ મારા કર્મનો જ દોષ છે, કેમકે ઘુવડ જયારે દિવસે જોઇ શકતો નથી ત્યારે તે દોષ સૂર્યનો કેમ કહેવાય? ૩૧.’ “અથ મમ મળ્યું શળ, જિ ર્ખં વિનનીવિતવ્યેન''। તoત્વેતિ વ્યનવત્, સભ્યા;િ સર્જનપરિવાર:॥ રૂ૨॥ " हा ! किमुपस्थितमेतत्, निष्कारणवैरिविधिनियोगेन । હા! વેબ: વવ ાતા, યવુવાસીના: ચિતા: સૂર્યમ્ ॥ રૂરૂ ॥” ‘“હવે તો મારે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફળ જીવવાથી શું કામ છે?’’ આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવો ત્રિશલા માતાનો વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળો પરિવાર પણ વિલાપ કરવા લાગ્યો .૩૨. (6 અરે૨! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિના નિયોગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી? હા હા ! નિરંતર સહાય કરનારી રે કુળ દેવીઓ! તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઇને કેમ બેઠી છો? ૩૩.’ अथ तत्र प्रत्यूहे, विचक्षणाः कारयन्ति कुलवृद्धाः । शान्तिकपौष्टिकमन्त्रो - पयाचितादीनि कृत्यानि ॥ ३४ ॥ पृच्छन्ति च दैवज्ञान, निषेधयन्त्यपि च नाटकादीनि । अतिगाढशब्द विरचित - वचनानि निवारयन्त्यापि च ॥ ३५ ॥ હવે આવી રીતે વિઘ્ન આવી પડતાં તે વિઘ્નનો નાશ કરવા માટે વિચક્ષણ એવી કુળની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ, પુષ્ટિકર્મ, મન્ત્રો માનતા- આખડી વિગેરે વિવિધ પ્રકારનાં કાર્યો કરવા લાગી ૩૪. જ્યોતિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકાદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉંચા સાદે બોલતા શબ્દોનું નિવારણ કરવા લાગી ૩૫. राजाऽपि लोककलितः, शोकाकुलितोऽजनिष्ट शिष्टमतिः । किं कर्तव्यविमूढाः, संजाता मन्त्रिणः सर्वे ॥ ३६ ॥ આ દુઃખદ સમાચારથી ઉત્તમબુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લોકો સહિત ચિંતાતુર થઈ ગયો, તથા સઘળા મંત્રીઓ પણ હવે શું કરવું ? એવી રીતે અત્યંત મૂઢ બની ગયા. ૩૬. હવે તે વખતે સિદ્ધાર્થ રાજાનું ભુવન કેવું થયું હતું? તે સૂત્રકાર પોતે વર્ણવે છે(તંપિયસિદ્ધરાવવમવળ) રાજાઓને વિષે શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થ રાજાનું તે ભુવન પણ (વરામુન્ડંગ-તંતી 92 $$$$$ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy