SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંઅ અક્રમ(શ્રવણqસ્કૂમ ક્રમ (તeતે સુવિગતવવUTTIT) ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠક (fસત્યíરવત્તિવોડુંવિgસેéિ) સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો વડે (સદ્દાવિયા સમMI) બોલાવાયા છતાં (દૃ-તુ૬૦ નાવ fહવIT) હર્ષિત થયા, સંતોષ પામ્યા, યાવત મેઘધારાથી સિંચાએલા કદંબના પુષ્પની જેમ પ્રફુલ્લિત હૃદયવાળા થયા. ,વા) ત્યાર પછી તેઓએ સ્નાન કર્યું. વળી તે સ્વપ્નલક્ષણપાઠકો કેવા? (વતિગ્મા) કરેલ છે બલિકર્મ એટલે ઇષ્ટદેવની પૂજા જેઓએ એવા, વોડા-મંગલપાIિ ) દુખસ્વપ્નાદિના વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કૌતુકો તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિતો જેઓએ એવા. વળી તે (સુપ્પાવેસાડું મંગઠ્ઠિાડું વત્યારૂં વરાડુ પffહવા) ઉજ્જવળ, જે પહેરીને રાજસભામાં પ્રવેશ થઈ શકે એવા-રાજસભાને યોગ્ય, અને ઉત્સવાદિ મંગળને સૂચવનારા, આવા પ્રકારના ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવા. વળી (અપ્પમહાનિરVIíવિસT) થોડા સંખ્યાવાળા અને ઘણા કિંમતી આભૂષણો વડે શોભાવેલા છે શરીર જેઓએ એવા. (સત્ય-હરિયાતિવા pવમંગલમ્GIMI) મંગળ નિમિત્તે મસ્તકમાં ધારણ કરેલ છે સફેદ સરસવ અને ધ્રો જેઓએ એવા. આવા પ્રકારના થઈને તે સ્વપ્નલક્ષણપાઠકો (સÉ HÉÉતો) પોત પોતાના ઘર થકી (નિVIHSત્તિ) નીકળે છે. (નિ. વિત્તા) નીકળીને (રવિવું ડાનં નવાં મઝુમોળ) ક્ષત્રિકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને (નેવસિહત્યHUો) જયાં સિદ્ધાર્ત રાજા (મવMવરવહિંસાપડિવારે) મહલોને વિષે મુગટ સમાન એટલે ઉત્તમોત્તમ એવા મહેલનો મૂળ દરવાજો છે (તેનેડવાન્તિ ) ત્યાં આવે છે. (વાછિત્તા) આવીને (મવM-વરવડંસTuડવારે) મહેલોને વિષે મુગટ સમાન એવા તે ઉત્તમોત્તમ મહેલના મૂળ દરવાજાને વિષે(કોમિન્ત) તેઓ એકસમ્મત થાય છે. એટલે તેઓ સઘળા સંપ કરીને એકમતવાળા થાય છે. અને બધાઓને સમ્મત એવા એક જણને અગ્રેસર કરીને, તે ઉપરી કહે તે મુજબ વર્તવાને અને બોલવાને તેઓ કબૂલ થાય છે, કારણ કે કહ્યું છે કે – 'यत्र सर्वेऽपि नेतारः सर्वे पण्डितमानिनः। सर्वे महत्त्वमिच्छन्ति, तद् वृन्दमवसीदति ॥१॥ જે સમુદાયમાં સઘળા માણસો ઉપરી થઈને બેસે, જે સમુદાયમાં સઘળા પોતાને પંડિત માનનારા હોય, અને જે સમુદાયમાં સઘળા પોતાનો મોટાઈ મળવાની ઇચ્છા કરે, તે સમુદાય સિદાય છેદુઃખી થાય છે, અને અંતે છિન્નભિન્ન થાય છે.” તે ઉપર અહીં પાંચસો સુભટોનું દૃષ્ટાન્ત કહે છે એક સમયે અહીં-તહીંથી આવીને પાંચસો સુભટો એકઠા થઈ ગયા. તેઓ પરસ્પર સંપ રહિત હતા. અને દરેક અભિમાની હોવાથી પોતાને જ મોટા માનતા હતા. તેઓ નોકરી માટે કોઈ રાજા પાસે ગયા, ત્યારે રાજાએ મંત્રીને વચનથી તેઓની પરીક્ષા કરવા માટે તેઓને સૂવા માટે એખ જ પલંગ મોકલ્યો. હવે તેઓ દરકે ગર્વિષ્ઠ હોવાથી નાના-મોટાનો વ્યવહાર રાખતા નહોતા, તેથી તે પલંગ ઉપર સૂવાને માટે પરસ્પર વિવાદ અને ક્લેશ કરવા લાગ્યા. એક કહે કે, હું મોટા છું, માટે હું પલંગ પર સૂઇશ, ત્યારે બીજો કહે કે, શું હું તારાથી હલકો છું? મારા બાપદાદા કોણ? મારું કુટુંબ કોણ? શું તું પલંગ ઉપર સૂવે અને મારે નીચે સૂવું પડે એ મારા થી સહન થાય? આવી રીતે તે અભિમાની સુભટોમાંથી દરેક જણ પલંગ ઉપર સૂવાને તૈયાર થઈ ગયા, પણ પલંગ એક જ હતો, જેથી દરેક સૂઈ શકે તેમ નહોતું. છેવટે તેઓ એક ઠરાવ ઉપર આવ્યો કે-“ભાઈઓ! આપણે બધા મોટા છીએ, કોઈ કોઈથી ગાંજ્યું જાય તેમ નથી, માટે દરેકને સરખો હક છે, તેથી પલંગને વચમાં રાખી તેની સન્મુખ પગ રાખીને સૂઈએ, જેથી કોઈ કોઇથી નાનું મોટું કહેવાય નહિ.” આ પ્રમાણે વિવાદનો નિવેડો કરી તેઓ દરેક પલંગની સન્મુખ પગ રાખીને નીચે સૂતા! પરંતુ કોઈ પણ પલંગ ઉપર સૂતો નહિ. હવે રાજાએ તેઓનું વૃત્તાંત જાણવા માટે રાત્રિએ ખાનગી પુરુષોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy