________________
ત્યાં મોકલ્યા હતા, તેઓએ સવારમાં જઇને રાત્રિએ બનેલી હકીકત રાજાને નિવેદન કરી. ત્યારે રાજાએ વિચાર્યું કે- આવી રીતે ઠેકાણા વિનાના, માંહોમાંહે સંપ વગરના અને અહંકારી એવા આ સુભટો યુદ્ધાદિક શી રીતે કરી શકશે? આ પ્રમાણે વિચારી રાજાએ તેમનું અપમાન કરી કાઢી મૂક્યા.
આ પાંચસો સુભટોનું જેમ પોતાનું અપમાન ન થાય, માટે તે નીતિનિપુણ સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ રાજાના મહેલને દરવાજે એકઠા થઈ એકસમ્મત થાય છે, અને પોતામાંથી એક જણને અગ્રેસર સ્થાપે છે.
(મિનિHI) એક સમ્મત થઈને (નેવવારવા વદ નાના) જ્યાં બહારની સભાનું સ્થાન છે, (નેગેવા સિદ્ધત્વે સ્વત્તિ) જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે, (તેવ વાઉન્તિ) ત્યાં આવે છે, (વા9િત્તા) આવીને (વનપરિસ્વિં નવ દુ) બે હાથ જોડી, યાવતું દસે નખ ભેગા કરી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને ( નિત્યં વિ) સિદ્ધાર્થ ક્ષત્રિયને (નવિન વાજિ) જય અને વિજય વડે વધાવે છે, એટલે હે રાજનું! તમે જય પામો, વિજય પામો, એ પ્રમાણે આશીર્વાદ દે છે. વળી તેઓ આશીર્વાદ આપવા લાગ્યા કે
___“दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान यशस्वी भव, प्रज्ञावान् भव भूरिसत्त्वकरुणादानैकशौण्डो भव। भोगाढ्यो भव भाग्यवान भव महासौभाग्यशालीभव, प्रौढश्रीर्भव,कीर्तिमान् भव सदा विश्वोपजीवी भव ॥१॥"
- “હે મહારાજા !તમે દીર્ધાયુષી થાઓ, યમ-નિયમાદિ વ્રતને ધારણ કરનારા થાઓ, લક્ષ્મીવાન થાઓ, યશસ્વી થાઓ, બુદ્ધિવાળા થાઓ, ઘણા પ્રાણીઓને કરુણાદાન દેવામાં અદ્વિતીય પરાક્રમી થાઓ, ભોગની સંપત્તિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, ઉત્તમ પ્રકારના સૌભાગ્ય વડે મનોહર થાઓ, પ્રૌઢ લક્ષ્મીવાળા અથવા શોભાયુક્ત થાઓ, કીર્તિવાળા થાઓ, અને હમેશાં સમસ્ત જગતનું પાલન-પોષણ કરનારા થાઓ.”
“ कल्याणमस्तु शिवमस्तु धनागमोऽस्तु, दीर्घायुरस्तु सुतजन्मसमृद्धिरस्तु। __ वैरिक्षयोऽस्तु नरनाथ! सदा जयोऽस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ॥२॥
હે નરનાથ! તમારું કલ્યાણ થાઓ, તમોને સુખ થાઓ, ધનનું આવાગમન થાઓ, લાંબુ આયુષ્ય થાઓ, પુત્રજન્મ રૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓનો વિનાશ થાઓ, હમેશાં તમારો જય થાઓ, અને હે રાજન! તમારા કુળમાં નિરંતર જિનેવર પ્રભુ ઉપર ભક્તિ રહો” .૬૭.
// તૃતીયં ચાધ્યા સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org