SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુકુન્દભાઈ મહેતા અને શ્રીમતી ધીરાબેન મહેતા શ્રી નવલચંદ મહેતાના પુત્ર શ્રી મુકુન્દભાઈ હકીકતે પિતા અને માતાના સંસ્કારોને વારસાગત પ્રાપ્ત કરી તેને જાળવવામાં નિરંતર કાળજી રાખે છે. શ્રી મુકુન્દભાઈ નું શિક્ષણ મુંબઈ અને પછી અમેરિકામાં પૂર્ણ થયું. તેજસ્વી યુવાને અમેરીકામાં જ ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું અને વિવિધ વ્યવસાય સેવાઓ માં રહ્યા પછી ૧૯૭૧ થી પોતાનું જ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. શ્રી મુકુન્દભાઈ એજીનીયર છે. દીર્ઘ દૃષ્ટિ અને સૂઝ-બૂઝ થી પ્રેસનાં આ વ્યવસાયમાં હરણફાળ ભરી છે. તેઓએ અમેરીકા ની પ્રસિધ્ધ પ્રેસ-ફર્મ-“સર-સ્પીડી” સાથે જોડાણ (ફ્રેન્ચાઈઝ) કર્યું છે. જેનું નામ અમેરીકામાં ઉત્તમ પ્રિન્ટિંગ માટે વખણાય છે. શ્રીમુકુન્દભાઈ સ્વભાવે અતિ સરળ, હસમુખ અને સ્વાધ્યાયપ્રિય છે. તેઓ વ્યાપાર પછીનો સમય સ્વાધ્યાય, સમાજસેવા અને જૈન સેન્ટરની પ્રગતિ માટે ઉપયોગ કરે છે. જૂની અણમોલ વસ્તુ સંગ્રહ કરવાનો તેમનો શોખ છે. તેઓ ગ્રેટર બોસ્ટન જૈન સેન્ટરના અધ્યક્ષ રહી પોતાની સેવાઓ આપી ચુક્યા છે. તેમના સમયમાં સેન્ટરે ખૂબજ ધાર્મિક કાર્યક્રમો કરી પ્રગતિ કરી છે. બન્ને પતિ-પત્ની ઉત્તમ ગ્રંથો પ્રકાશિત કરાવી સાધર્મી-સ્વાધ્યાયથી ભાઈઓને ઉપલબ્ધ કરાવે છે. આજ સુધી અનેક નાની-મોટી પુસ્તકો વિતરિત કરાવી છે. આ મહાન ગ્રંથ “કલ્પસૂત્ર' નું ગુજરાતી ભાષાનું ગુજરાતી લિપિમાં પ્રકાશન કરાવવાનું કાર્ય આપની આજ ભાવાનાનું પ્રતિબિંબ છે. ભવિષ્યમાં અન્ય ગ્રન્થો માટે પણ આપની તૈયારી છે. અમેરીકામાં નિવાસ કરતા સંપૂર્ણ જૈન સમાજ ની ડાયરેક્ટરી જે ગ્રેટર બોસ્ટન સેન્ટર છાપી છે અને પુનઃમુદ્રણ કરાવી છે તેમાં આપનો વિશેષ આર્થિક સહયોગ રહ્યો છે. આપના સંતાનો -શમિત-સેજલ-સંદીપ અને શિશિર પણ તેમના જ પચિન્હો પર ચાલીને ધર્મ પ્રભાવનામાં રસ લેવા થયા છે. અમેરીકાની ભૈતિકતામાં પણ જૈનદર્મના સંસ્કારો પૂર્ણતઃ આ સંતાનોએ સાચવ્યા છે. તો આપ આ પ્રકાશન કાર્ય “મહેતા ફેમીલી ટ્રસ્ટ દ્વારા કરાવે છે. એવી IV Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy