SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ १४१४१४६६६६६१४ श्रीकल्पसूत्रम् દીકરા વિશાખાનંદીને ઈર્ષ્યા આવી કે- જયાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહિ, માટે પછી તેને કપટ કરી બાહર કાઢું. એમ વિચારી વિશાખનંદીએ કપટ કરી સરલસ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢ્યો, અને પછી પોતાના અંતઃપુર સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો. પાછળથી વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ક્રોધ ચડયો અને એક મુષ્ટિ વડે કોઠાના વૃક્ષ પર પ્રહાર કરી તેનાં બધાં ફળો નીચે પાડી નાંખ્યા. ત્યાર પછી વિશાખનંદી ને ઉદ્દેશી બોલ્યો કે- આ કોઠાના ફળની જેમ તમારા મસ્તકો પૃથ્વી પર રગદોળી નાખું એવી મારી તાકાત છે, પણ શું કરું?, વડિલો ઉ૫૨ની મારી ભક્તિથી જ એમ કરી શકતો નથી. આવા કપટયુક્ત ભોગની મારે જરૂર નથી’’. એમ કહી વિષયોથી વિરક્ત બનેલા વિશ્વભૂતિએ સંભૂતિ. નામના મુનિરાજ પાસે દીક્ષા લીધી, હવે વિશ્વભૂતિ મુનિરાજ એક હજાર વરસનો ઉગ્ર તપ તપતા છતાં, વિચરતા વિચરતા એક વખત માસખમણને પારણે ગોચરી માટે મથુરામાં આવ્યા, તે વખતે તેમનાં, કાકાનો દીકરો વિશાખનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યો હતો. તેણે તપથી અત્યંત કૃશ થઇ ગયેલા વિશ્વભૂતિને જોયા. હવે વિશ્વભૂતિ ગોચરી માટે ચાલ્યા જાય છે. તેવામાં તેઓ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઇને ‘કોઠાના ફળને પાડવાનું તારું બળ કયાં ચાલ્યું ગયું!' એક કહીને વિશાખનંદી હસ્યો. તે સાંભળીને વિશ્વભૂતિએ ક્રોધથી તે ગાયને સીંગડે પકડીને આકાશમાં ભમાવી. અને એવું નિયાણું કર્યું કે‘હું આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણા પરાક્રમવાળો થાઉં. પછી તેમણે પોતાનું કરોડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને, (૧૭) સત્તરમે ભવે મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો થયો. (૧૮) ત્યાંથી ચ્યવીને અઢારમે ભવે-પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાનો દીકરો ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયો. પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપુપ્રતિશત્રુ હતું, તેને ભદ્રા નામે રાણીની કુખે અચલ નામે પુત્ર, અને મૃગાવતી નામે થઇ. મૃગાવતી ઘણી રૂપાળી હતી. એક વખતે યૌવનવતી અને સૌન્દર્યવતી તે મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા ગઇ, ત્યારે તેણીનું અતિશય સૌન્દર્ય જોઇ રાજા કામાતુર થયો, અને તેણીની સાથે લગ્ન કરવાનો ઉપાય વિચારી મૃગાવતીને વિદાય કરી. હવે રાજાએ નગરના મોટા મોટા માણસોને સભામા બોલાવી પૂછ્યું કે‘ હે સ્વામી! જે ઉત્તમ ઉત્તમ રત્નવસ્તુઓ હોય તે રાજાની જ કહેવાય, કારણ કે-રત્નવસ્તુઓનો સ્વામી રાજા સિવાય બીજો કોણ યોગ્ય કહેવાય? આ પ્રમાણે લોકોના જ મુખથી કહેવરાવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, અને લોકોને કહ્યું કે- ‘તમારા જ વચન મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઇએ'. આ બનાવ જોઈ સભાના લોકો લજ્જિત થઈ ગયા. પછી રાજાએ મૃગાવતી સાથે ગાંધર્વવિધિથી લગ્ન કર્યું. આ પ્રમાણે રાજા પોતાની પ્રજા એટલે સંતતિનો પતિ થયો, તેથી તેનું નામ ‘પ્રજાપતિ' એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. મૃગાવતીની કુખે સાત સ્વપ્નોએ સૂચિત ચોરાસી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર થયો. તેમે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિઘ્ન કરનારા સિંહને શસ્ત્ર વગર પોતાના હાથથી જ ચીરી નાખ્યો હતો. અનુક્રમે ત્રિપૃષ્ઠ વાસુદેવપણાને પામ્યા. એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલા ગવૈયા ગાતા હતા,. ત્યારે વાસુદેવે પોતાના શય્યાપાલને આજ્ઞા કરી કે-‘મારા ઉંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે’. હવે વાસુદેવ નિદ્રાવશ થઈ ગયા, છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા શય્યાપાલે ગાયન બંધ કરાવ્યું નહિ. તેથી થોડીવારમાં વાસુદેવ જાગી ઉઠયા, અને તેઓને ગાતા જોઇ ગુસ્સે થઇ દ્વારાપાલને કહ્યું કે-‘અરે દુષ્ટ મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયન વધારે પ્રિય છે? ત્યારે તો તું તેનું ફળ ભોગવ' એમ કહીને તેમણે શય્યાપાલના 35 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy