SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અજમરૂઆક્રમકશ્રીપરડૂણનું મકાન અઅઅઅર પરિવ્રાજકનો વેષ નીપજાવ્યો. તેને આવા વિચિત્ર વેષવાળો જોઈને લોકો ધર્મ પૂછવા લાગ્યા, પણ તેઓની આગળ મરીચી તો સાધુધર્મની પ્રરૂપણા કરતો, અને પોતાની દેશનાશક્તિથી અનેક રાજપુત્રાદિકોને પ્રતિબોધી પ્રભુ પાસે મોકલી દીક્ષા અપાવતો. વળી તે પ્રભુની સાથે જ વિચરતો. એક વખત ભગવાન્ વિચરતાં વિચરતાં અયોધ્યામાં સમવસર્યા. પ્રભુને વંદન કરવા માટે આવેલા ભરતે પૂછયું કે- “હે સ્વામિન્! આ પર્ષદામાં કોઈ એવો જીવ છે કે જે ભરતક્ષેત્રમાં આ ચોવીસમો તીર્થંકર થવાનો હોય? પ્રભુએ ઉત્તર આપ્યો કે-“ભરત! તારો આ મરીચિ નામનો પુત્ર આ અવસર્પિણીમાં વીર નામનો ચોવીસમો તીર્થંકર થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકનામની રાજધાનીમાં પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી થશે, વળી આજ ભરતક્ષેત્રમાં પોતાના નામના નગરનો સ્વામી ત્રિપૃષ્ઠ નામનો પહેલો વાસુદેવ થશે”. આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રોમાંચિત થયેલા ભરત મહારાજા મરીચિને વંદન કરવા ગયા. જઈને વિનય વડે મરીચિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. પછી તેણે સ્તુતિ કરી કે-“હે મરીચિ! આ દુનિયામાં જેટલા લાભો છે તેટલા તમે જ મેળવ્યા છે. કારણ કે-તમે વીર નામના ચોવીશમાં તીર્થકર, પ્રિયમિત્ર નામના ચક્રવર્તી, અને ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થશો”. આ પ્રમાણે પ્રભુએ કહેલી બધી વાત પ્રગટ કરીને કહ્યું કે- “હું તમારા આ પરિવ્રાજકપણાને તથા તમારા આ જન્મને વંદન કરતો નથી; પણ તમે છેલ્લાં તીર્થકર થશો, તેથી વંદન કરું છું, કારણ કે-વર્તમાન તીર્થંકરની જેમ ભાવી તીર્થંકર પણ વંદનને યોગ્ય છે”. ઇત્યાદિ મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરીને ભરત મહારાજા પોતાને સ્થાનકે ગયા. હવે મરીચિ ભરતે કહેલ હકીકત સાંભળી અતિશય હર્ષિત થયો, અને ત્રણ વાર પગ સાથે હાથનું આસ્ફાલન કરીને નાચતો બોલવા લાગ્યો કે "प्रथमो वासुदेवोऽहं, मूकायां चक्रवर्त्यहम्। चरमस्तीर्थराजोऽहं, ममाऽहो ! उत्तमं कुलम् ॥१॥" आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तीनाम् पितामहो जिनेन्द्राणां, ममाऽहो! उत्तमं कुलम' ॥१॥ હું પહેલો વાસુદેવ થઇશ, હું મૂકા નગરીમાં ચક્વર્તી થઈશ, તથા હું છેલ્લો તીર્થંકર થઇશ, અહો! મારું કુળ અતિ ઉત્તમ છે. હું વાસુદેવોમાં પહેલો થઇશ, વળી મારા પિતા પણ ચક્રવર્તીઓમાં પહેલા છે તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરોમાં પહેલા છે, માટે અહો! મારું કુળ અતિ ઉત્તમ છે”. એવી રીતે મરીચિએ જાતિનો મદ કરવાથી નીચ ગોત્રકર્મ બાંધ્યું. કહ્યું છે કે“નતિ-નામ-કુર્ત-વ-વત્ત-1-તપશુત: સર્વર મરંપુરસ્વનિ, રીનાનિ નામ નર:” ૨ - “જે માણસ જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરે છે, તે માણસને તે જાતિ આદિ હીન મળે છે.” હવે પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિચરતો હોવાં છતાં આગળની પેઠેજ માણસોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સોંપતો. એક દહાડો તેને શરીરે કાંઈક માંદગી થઈ આવી, પણ તે અવિરતિ હોવાથી તથા તેનો વેષ જુદો હોવાથી કોઈ સાધુઓએ તેનું વૈયાવચ્ચ કર્યું નહિ. ત્યારે તે વિચારવા લાગ્યો કે-“અરેરે! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી. પણ તેમાં મારો જ દોષ છે, હું અસંયમી છું, તેથી પોતાના શરીરની પણ મૂર્છા ન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરતિ એવા મારી સારવાર કેમ કરે છે? માટે હવે હું નીરોગી થાઉં ત્યારે વૈયાવચ્ચ કરે એવો એકાદ શિષ્ય કરું જેથી આવે વખતે કામ આવે”. પછી મરીચિ અનુક્રમે નીરોગી થયો. એક દહાડો કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો, ત્યારે મરીચિએ કહ્યું કે – “કપિલ! સાધુ પાસે જા, અને મોક્ષપદનો અદ્વિતીય હેતુ એવો મુનિમાર્ગ સ્વીકાર’. પણ કર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy